Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા નિદાન અને ઉપચાર કરવામાં કુશળ) હતો. ત્યારપછી તે ધવંતરી વૈદ્ય વિજયપુરમાં કનકરથ રાજાને, અંતઃપુરને, બીજા પણ ઘણા રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહને તથા બીજા પણ દુર્બળ, ગ્લાન, વ્યાધિત, રોગીને તથા અનાથ અને સનાથને, શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષકકારોટિક- કાપાલિકને આ સર્વે આતુરોમાં કેટલાકને મત્સ્ય-માંસનો ઉપદેશ આપતો. કેટલાકને કાચબાનું માંસ, એ પ્રમાણે ગ્રાહ-મગર-સુંસુમાર-બકરા-ઘેટા-રોઝ-સુવર-હરણ-સસલા-ગાય-ભેંસનું માંસ ખાવાનો, કેટલાકને તિતર-વર્તક-કલાપ-કપોત-કૂકડા –મયુરના માસનો, બીજા પણ ઘણા જલચર-સ્થલચર-ખેચર આદિના માંસને ખાવાનો ઉપદેશ આપતો હતો. તે ધવંતરી વૈદ્ય પણ તે ઘણા મત્સ્ય યાવત્ મોરના માંસને અને ઘણા જલચર-સ્થલચર-ખેચરના માંસને સેકીને, તળીને, ભૂંજીને સુરા આદિ સાથે આસ્વાદતો વિચરતો હતો. ત્યારપછી તે ધવંતરી વૈદ્ય આવા અશુભ કર્મોથી ઘણા પાપકર્મને ઉપાર્જિત કરી 3200 વર્ષનું પરમ આયુ પાળીને કાળ માસે કાળ કરી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉત્પન્ન થયો. ત્યારે ગંગદત્તા, જે જાતનિંદુકા હતી. તેના બાળકો જન્મતા જ મરણ પામતા હતા. ત્યારે તે ગંગદત્તા સાર્થવાહીએ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાળ-સમયે કુટુંબ ચિંતાથી જાગતી હતી. ત્યારે આવો વિચાર ઉત્પન્ન થયો, નિશ્ચે હું સાગરદત્ત સાર્થવાહ સાથે ઘણા વર્ષોથી ઉદાર માનુષી કામભોગો ભોગવતી વિચરું છું, પણ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે, પુણ્યવાન છે, કૃતાર્થ-કૃતલક્ષણ છે કે જે માતાઓના પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા બાળકો સ્તન દૂધ લુબ્ધક, મધુર વચન બોલતા, મન્મન કરતા, સ્તનમૂળ કક્ષ દેશા ભાગે સરકતા, મુગ્ધ હોય, વળી કોમળ કમળની ઉપમાવાળા હાથ વડે તેને ગ્રહણ કરી ખોળામાં બેસાડે છે ત્યારે તે બાળકો મધુર ઉલ્લાપને આપે છે, મંજુલ શબ્દો બોલે છે. (પણ) હું અધન્ય-અપુ -અકૃત્ પુન્ય છું. આમાંનું કંઈપણ ન પામી. મારે માટે શ્રેયસ્કર છે કે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતા સાગરદત્ત સાર્થવાહને પૂછીને ઘણા પુષ્પ-વસ્ત્રગંધ-માળા –અલંકાર લઈને, ઘણા મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજન મહિલાઓ સાથે પાડલસંડ નગરથી નીકળીને બહાર ઉબરદત્ત યક્ષના યક્ષાયતને જઈશ. જઈને ત્યાં ઉબરદત્ત યક્ષની મહાઈ પુષ્પાર્જન કરીને, ઢીંચણને પૃથ્વી પર રાખી, પગે પડી આવી માનતા કરું - હે દેવાનુપ્રિય ! જો હું કોઈ બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો હું તમારા યાગ, દાન, ભાગ અને અક્ષય નિધિમાં વૃદ્ધિ કરીશ. એમ કરીને મારે માનતા માનવી તે કલ્યાણકારક છે, આ પ્રમાણે વિચારી, બીજે | સૂર્ય જાજવલ્યમાન થયો ત્યારે સાગરદત્ત સાર્થવાહ પાસે આવી. આવીને સાગરદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - નિશે હે દેવાનુપ્રિય ! હું તમારી સાથે ભોગ ભોગવું છું યાવત્ એકે બાળક ન પામી. હે દેવાનુપ્રિય ! તમારી આજ્ઞા પામીને યાવત્ (ઉબરદત્ત યક્ષની) માનતા માનવાને ઇચ્છું છું. ત્યારે સાગરદત્તે ગંગદત્તાને કહ્યું - હે દેવાનુપ્રિયા ! મારો પણ આ જ મનોરથ છે, તું કયા ઉપાયથી પુત્ર કે પુત્રીને જન્મ આપીશ? ગંગદત્તાને અનુજ્ઞા આપી. ત્યારે તે ગંગદત્તા, સાગરદત્ત સાર્થવાહની અનુજ્ઞા પામીને ઘણા પુષ્પ આદિ લઈ યાવત્ મહિલાઓ સાથે પોતાના ઘેરથી નીકળી. નીકળીને પાડલસંડ નગરની વચ્ચોવચ્ચેથી નીકળી. નીકળીને પુષ્કરિણીએ આવી. આવીને પુષ્કરિણીના કિનારે ઘણા પુષ્પ-વસ્ત્ર-ગંધ-માલા-અલંકાર લાવીને પુષ્કરિણીમાં ઊતરી, ઊતરીને જળસ્નાન કર્યું. કરીને જલક્રીડા કરતી, સ્નાન કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીના પટશાટકને પહેરીને પુષ્કરિણીમાંથી બહાર આવી. તે પુષ્પાદિ લઈને ઉબરદત્ત યક્ષના યક્ષાયતને આવી, આવીને ઉબરદત્ત યક્ષને જોતા જ પ્રણામ કર્યા, કરીને મોરપીંછી વડે પ્રમાર્જન કર્યું. કરીને જળધારા વડે સ્નાન કરાવ્યું. કરાવીને બારીક વસ્ત્ર વડે ગાત્રયષ્ટિને લૂંછી, પછી મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 30