Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૯ " દેવદત્તા. સૂત્ર-૩૩ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે રોહીતક નામે ઋદ્ધ-સમૃદ્ધ નગર હતું. પૃથ્વીવતંસક ઉદ્યાન હતું. ધરણ યક્ષનું યક્ષાયતન હતું. વૈશ્રમણ દત્ત રાજા, શ્રી રાણી, પુષ્પ નંદીકુમાર યુવરાજ હતો. તે રોહીતક નગરમાં દત્ત નામે આલ્ય ગાથાપતિ રહેતો હતો, તેને કૃષ્ણશ્રી નામ પત્ની હતી. તે દત્તની પુત્રી અને કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા દેવદત્તા નામે પુત્રી હતી. તે સર્વાંગસુંદર યાવત્ ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી હતી. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા નીકળી. કાળે, તે સમયે ગૌતમસ્વામી છઠ્ઠ તપના પારણે પૂર્વવત્ યાવત્ રાજમાર્ગે પધાર્યા. હાથી-ઘોડા-પુરુષને જોયો. તે પુરુષો મધ્યે એક સ્ત્રીને જોઈ. તેણી અવકોટક બંધને બાંધેલી, નાક-કાન છેદાયેલા હતા યાવતુ શૂળ વડે ભેદાયેલી જોઈ. પૂર્વવત્ વિચાર થયો, યાવત્ કહ્યું - આ સ્ત્રી પૂર્વભવમાં કોણ હતી ? ભગવંતે કહ્યું - હે ગૌતમ! નિશે - તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠ નામે ઋદ્ધસમૃદ્ધ નગર હતું. ત્યાં મહસેન રાજા હતો, તેને ધારિણી આદિ 1000 રાણી અંતઃપુરમાં હતી. તે મહાસેન રાજાનો પુત્ર, ધારિણી દેવીનો આત્મજ સિંહસેન કુમાર હતો. તે સર્વાગ સંપન્ન યાવતું યુવરાજ હતો. ત્યારે તે સિંહસેનકુમારના માતાપિતાએ કોઈ દિવસે 500 ઊંચા પ્રાસાદાવાંસકો કરાવ્યા. ત્યારપછી તે સિંહસેનકુમારને કોઈ દિવસે શ્યામા આદિ 500 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. 500500 નો દાયજો આપ્યો. પછી ર્સિંહસેન શ્યામાં આદિ 500 દેવી સાથે ઉપરી પ્રાસાદમાં યાવત્ વિચરવા લાગ્યો. તે મહસેન રાજા કોઈ દિવસે મૃત્યુ પામ્યો. નીહરણ કર્યું. સિંહસેન મહાન રાજા થયો. પછી સિંહસેન રાજા શ્યામાં રાણીમાં મૂચ્છિત આદિ થયો. બાકીની રાણીનો આદર કરતો નથી, જાણતો નથી. એ રીતે આદર ના કરતો, ન જાણતો તે વિચરતો હતો. ત્યારપછી 499 રાણીઓની 499 ધાવમાતાઓ આ વૃત્તાંત જાણીને વિચારવા. લાગી કે નિચે સિંહસેન રાજા શ્યામાં રાણીમાં મૂચ્છિતાદિ થઈ આપણી પુત્રીઓનો આદર ન કરતો, ન જાણતો વિચરે છે. તો આપણે શ્રેયસ્કર છે કે આપણે શ્યામા રાણીને અગ્નિ-વિષ-શસ્ત્ર પ્રયોગથી મારી નાંખવી. આ પ્રમાણે શ્યામા રાણીના અંતર-છિદ્ર-વિવરોને શોધતી-શોધતી વિચરવા લાગી. ત્યારે શ્યામા દેવીએ આ વૃત્તાંત જાણીને આમ કહ્યું - હે સ્વામી ! મારી 499 શૌક્યો અને તેની 49 માતાઓ આ વૃત્તાંતને જાણીને પરસ્પર એમ કહેતી હતી કે - સિંહસેન રાજા શ્યામા રાણીમાં મૂચ્છિત થયો છે, યાવતુ શોધતી વિચરે છે. તો ન જાણે મને કેવા કુમરણ વડે મારશે. એમ વિચારીને ભય પામી કોપઘરમાં ગઈ. જઈને અપહતા મનવાળી થઈ યાવત્ ચિંતા કરવા લાગી. ત્યારે તે સિંહસેન રાજા આ વૃત્તાંત જાણીને કોપઘરમાં શ્યામા રાણી પાસે આવ્યો, આવીને તેણીને અપહત મનવાળી યાવત્ જોઈ જોઈને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયા ! તું કેમ યાવત્ ચિંતામગ્ન છો ? ત્યારે શ્યામા રાણીએ, સિંહસેન રાજાને આમ કહેતા સાંભળીને ઉષ્ણ વચનો વડે સિંહસેન રાજાને કહ્યું - નિશે હે સ્વામી ! મારી 499 સપત્ની અને તેની 499 માતાઓ તમારો મારા ઉપર રાગ જાણી, તેઓએ પરસ્પર કહ્યું કે - સિંહસેન રાજા શ્યામા. રાણી ઉપર મૂચ્છિત છે યાવત્ છિદ્રાદિ શોધતી રહી છે, ન જાણે કઈ રીતે મારશે યાવત્ તેથી ચિંતામાં છું. ત્યારે સિંહસેન રાજાએ શ્યામા રાણીને કહ્યું - દેવાનુપ્રિયા ! તું અપહત યાવત્ ચિંતામગ્ન ન થા. હું તેવી રીતે મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 34

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48