Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત ઉત્પન્ન થયો. નિત્યે પુષ્પગંદી રાજા શ્રીદેવીની માતૃભક્તિથી યાવત્ વિચરે છે. તો આ વ્યાક્ષેપથી હું પુષ્પગંદી રાજા સાથે ઉદાર ભોગ ભોગવતી વિચરવા સમર્થ થતી નથી. તો મારે માટે શ્રેયસ્કર છે કે શ્રીદેવીને અગ્નિ-શસ્ત્ર-વિષમંત્ર પ્રયોગથી મારી નાંખ. મારીને પુષ્પગંદી રાજા સાથે ઉદાર ભોગ ભોગવતી વિચરું. આ પ્રમાણે વિચારીને શ્રીદેવી અંતર આદિ શોધતી વિચરે છે. ત્યારે તે શ્રીદેવી કોઈ દિવસે મદિરાપાન કરી એકાંતે શય્યામાં સુખે સૂતી હતી. આ તરફ દેવદત્તા રાણી, શ્રીદેવી માતા પાસે આવી, આવીને શ્રીદેવી મદ્યપાન કરી એકાંતમાં સુખે સૂતેલા જોયા - જોઈને દિશાલોક કર્યો. કરીને ભોજના ગૃહમાં આવી, આવીને લોહદંડ લીધો, લોહદંડન તપાવ્યો, તપીને અગ્નિજ્યોતિરૂપ, કિંશુકના ફૂલ સમાન લાલ થયો, તેને સાણસી વડે ગ્રહણ કર્યો. પછી શ્રીદેવી પાસે આવી. આવીને શ્રીદેવીના અપાન સ્થાનમાં દંડ નાખ્યો. ત્યારે શ્રીદેવી મોટા-મોટા શબ્દોથી બરાડતી મૃત્યુ પામી. ત્યારે શ્રીદેવીની દાસીએ આ બરાડવાના શબ્દો સાંભળી, સમજીને શ્રીદેવી પાસે આવી. દેવદત્તા રાણીને ત્યાંથી પાછી ફરતી જોઈ. હા-હા અહો! અકાર્ય થયું એમ કહી, રુદન-ઇંદન-વિલાપ કરતી પુષ્પગંદી રાજા પાસે આવીને રાજાને કહ્યું - હે સ્વામી ! નિશે, શ્રીદેવીને દેવદત્તા રાણીએ અકાળે મારી નાખ્યા છે. ત્યારે પુષ્પગંદી રાજાએ તે દાસી પાસે આ અર્થને સાંભળી, સમજીને મહા માતૃશોકથી સ્પર્શ કરાયેલો એવો કૂહાડા વડે કપાયેલ ચંપકવૃક્ષની જેમ ધમ્ કરતો સર્વાગથી ભૂમિતલે પડ્યો. ત્યારપછી પુષ્પગંદી રાજા મુહૂર્તમાત્ર પછી આશ્વસ્ત, વિશ્વસ્ત થઈને ઘણા રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહ તથા મિત્ર યાવતુ પરિજનો સાથે રુદનાદિ કરતો, શ્રીદેવી માતાનું મહાઋદ્ધિ સત્કારપૂર્વક નીહરણ કર્ય, કરીને અતિ ક્રોધિત આદિ થઈ દેવદત્તા રાણીને પુરુષો વડે પકડાવી, તે પ્રકારે વધ્ય કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ! આ પ્રમાણે નિચે તે દેવદત્તા રાણી પોતાના જૂના સંચિત કર્મો અનુભવતી રહી છે. ભગવન્! દેવદત્તા અહીંથી મૃત્યુ અવસરે મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! 80 વર્ષનું પરમાણુ પાળીને કાળ માસે કાળ કરી, આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. તેનું સંસાર ભ્રમણ વનસ્પતિકાળ કહેવું. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ગંગપુર નગરે હંસપણે ઉત્પન્ન થશે. તે ત્યાં શાકુનિક વડે વધ કરાતા તે જ ગંગપુર નગરમાં શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થઈ બોધિ પામી, દીક્ષા લઈ સૌધર્મ ઉપજી, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. તેમ હું કહું છું. અધ્યયન-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 37