Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકથ્થતા ત્યારે તે સમુદ્રદત્ત કોઈ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે શૌર્યદત્તે ઘણા મિત્ર-જ્ઞાતિજન સાથે રુદન કરતા સમુદ્રદત્તનું નીહરણ કર્યું, લૌકીક મૃતક કાર્યો કર્યા. કોઈ દિવસે સ્વયં માછીમારનો મહત્તરક થઈને વિચરવા લાગ્યો. ત્યારે તે શૌર્યદત્ત માછીમાર, અધાર્મિક યાવતુ દુપ્રત્યાનંદ થયો. ત્યારે તે શૌર્યદત્તે ઘણા પુરુષોને દૈનિક ભોજન અને વેતનથી રાખેલા, જે રોજ વહાણ વડે યમુના મહાનદીમાં પ્રવેશતા અને ઘણા દ્રહગાલન વડે દ્રહ મથન-વહનપ્રવહણ વડે અચંપલ, પંચપુલ, મત્સ્યબંધ, મત્સ્યપુચ્છ, જંભા, તિસિરા, મિસિરા, ધિસરા, હિલ્લીરી, ઝિલીરી, જાળ, ગલ, ફૂટપાશ જાતિની માછલા પકડવાની જાળો વડે, છાલબંધન-સુતરબંધન-વાળબંધન વડે ઘણા નાના મસ્યો યાવત્. પતાકાતિપતાકા મત્સ્યોને ગ્રહણ કરી, એક નાવમાં ભરી, કાંઠે લાવીને મત્સ્યખલ કરતા, તેને તડકો આપતા. બીજા પણ ઘણા પુરુષો દૈનિક ભોજન-વેતનથી તે તડકા દીધેલા મત્સ્યોને પકાવી, તળી, ભૂંજીને રાજમાર્ગે આજીવિકા કરતા વિચરતા હતા. તે શૌર્યદત્ત પોતે પણ ઘણા શ્લષ્ણ મત્સ્ય યાવતુ પતાકાપતિકોને પકાવી, બૂજીને સુરાદિ સાથે આસ્વાદતો રહેતો હતો. ત્યારે તે શૌર્યદત્ત માછીમાર અન્ય કોઈ દિવસે તે માંસના ટૂકડા પકાવી-તળી-મૂંજીને આહાર કરતા મત્ય કંટક ગળે લાગી ગયો. ત્યારે તે શૌર્યદત્ત મહા વેદનાથી અભિભૂત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ, શૌર્યપુરના શૃંગાટક યાવત્ માર્ગમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા કહો કે - હે દેવાનુપ્રિયો ! શૌર્યદત્તને મલ્યનો કાંટો ગળામાં ભરાઈ ગયો છે, તો જે કોઈ વૈદ્ય આદિ શૌર્ય માછીમારના ગળાથી માછલીનો કાંટો કાઢી આપશે, તેને શૌર્યદત્ત વિપુલ અર્થસંપદા આપશે. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ ઉક્ત ઉદ્ઘોષણા કરાવી. ત્યારે તે ઘણા વૈદ્ય આદિ આવી ઉદ્ઘોષણા કરાતી સાંભળીને શૌર્યદત્તના ઘેર આવ્યા. શૌર્ય માછીમાર પાસે આવી, ઘણી ઔપપાતિકી આદિ બુદ્ધિ વડે પરિણામ પામેલા, તેઓએ વમન-છર્દન-ઉત્પીડન-કવલગ્રાહશલ્યોદ્ધરણ-વિશલ્યકરણ વડે શૌર્ય માછીમારના મત્સ્યકંટકને ગળામાંથી કાઢવાને ઇચ્છડ્યો પણ તેને કાઢવા કે વિશોધિ કરવામાં સમર્થ ન થયા. ત્યારે તે ઘણા વૈદ્યાદિ જ્યારે શૌર્યના મત્યકંટકને ગળામાંથી કાઢવા સમર્થ ન થયા ત્યારે થાકીને યાવત્ જે દિશામાંથી આવેલા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી શૌરીક માછીમાર વૈદ્યના પ્રતિકારથી ખેદ પામ્યો, તે દુઃખ વડે મોટો પરાભવ પામી, શુષ્ક થઈ યાવતુ વિચરે છે. હે ગૌતમ ! આ રીતે શૌર્યદત્ત જૂના પુરાણા કર્મોને અનુભવતો વિચરે છે. ભગવન્! શૌર્ય માછીમાર અહીંથી મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ! ૭૦-વર્ષનું પરમાણુ પાળીને, મૃત્યુ પામી, રત્નપ્રભા પૃથ્વીમાં જશે, તે પ્રમાણે સાતે પૃથ્વીનો સંસાર કહેવો. પછી હસ્તિનાપુરમાં માછલો થશે. ત્યાં માછીમાર દ્વારા હણાઈને, ત્યાં જ શ્રેષ્ઠી કુળમાં જન્મી સૌધર્મકલ્પ જઈ, અનુક્રમેમહાવિદેહે જન્મ લઈ, મોક્ષે જશે. અધ્યયન-૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 33