Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત પુરિમતાલ નગરથી નીકળ્યા. પછી બહુ લાંબા નહીં એવા માર્ગમાં સુખેથી વસતા અને ભોજનાદિ કરતા શાલાટવી ચોરપલ્લીએ આવ્યા. ત્યાં અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! પુરિમતાલ નગરે મહાબલા રાજાએ શુલ્ક રહિત મહોત્સવ જાહેર કર્યો છે તો યાવતુ તમે જાતે જ આવશો ? ત્યારે અભગ્નસેન ચોર સેનાપતિએ કહ્યું - હે દેવાનુપ્રિયો ! હું જાતે જ પુરિમતાલ નગરે આવીશ. તે કૌટુંબિક પુરુષોનો સત્કાર કરી વિદાય આપી. ત્યારપછી તે અભગ્નસેન ચોર સેનાપતિ, ઘણા મિત્રોથી યાવતું પરિવૃત્ત થઈને સ્નાન કરી યાવતું પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈ શાલાટવી ચોરપલ્લીથી નીકળ્યો. નીકળીને પુરિમતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડી, મહાબલ રાજાને જય-વિજયથી વધાવ્યા, વધાવીને મહાર્થ યાવત્ ભટણું ધર્યું. ત્યારે મહાબલ રાજાએ અગ્નિસેનના તે મહાર્થ ભટણાને યાવત્ સ્વીકાર્યું. તેનો સત્કાર, સન્માન કરી વિદાય આપીને કૂટાગારશાળામાં રહેવાનું સ્થાન આપ્યું. ત્યારપછી અગ્નિસેન, મહાબલ રાજા પાસેથી વિદાય પામીને કૂટાગાર શાળાએ આવ્યો. પછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ, વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવો. તે વિપુલ અશનાદિ અને સુરાને તથા ઘણા જ પુષ્પ-ગંધ-માળા-અલંકારને અભગ્નસેન ચોર સેનાપતિની કૂટાગારશાળામાં લઈ જાઓ. કૌટુંબિક પુરુષો હાથ જોડી યાવતું લઈ ગયા. ત્યારે તે અગ્નિસેન ઘણા મિત્ર, જ્ઞાતિજન સાથે પરીવરી સ્નાન કરી યાવત્ સર્વાલંકાર વિભૂષિત થઈ તે વિપુલ અશનાદિ અને સુરાને આસ્વાદિત કરતો પ્રમાદી થઈ વિચરવા લાગ્યો. ત્યારપછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જઈને પુરિમતાલ નગરના દ્વારોને બંધ કરો અને અગ્નિસેનને જીવતો પકડીને મારી પાસે લાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવત્ સ્વીકાર કર્યો, સ્વીકારીને પુરિમતાલ નગરના દ્વારો બંધા કર્યા. અભગ્નસેન ચોર સેનાપતિને જીવતો પકડીને મહાબલ રાજા પાસે લાવ્યા. ત્યારે મહાબલ રાજાએ અગ્નિસેન ચોર સેનાપતિને આ વિધાનથી વધ કરવાની આજ્ઞા કરી. હે ગૌતમ ! આ રીતે અલગ્નસેન ચોર સેનાપતિ જૂના-પુરાણા (પોતાના કર્મોથી) યાવત્ વિચરે છે. ભગવદ્ ! અગ્નિસેન મરણ અવસરે મરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે 37 વર્ષનું પરમાણુ પાળીને આજે ત્રણ ભાગ શેષ દિવસ બાકી રહેતા શૂળીએ ભેદાઈને કાળા માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિક નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીન, એ પ્રમાણે પ્રથમ અધ્યયનવત્ તેનું સંસાર પરિભ્રમણ જાણવું. યાવત્ નરકમાંથી ઉદ્વર્તીને વારાણસી નગરીમાં સૂકરપણે ઉત્પન્ન થશે. તે ત્યાં સૂકરપણામાં જીવિતથી રહિત થઈને તે જ વારાણસી નગરીમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રપણે જન્મશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ, પ્રથમ અધ્યયનવત્ અંત કરશે. નિક્ષેપ કહેવો. અધ્યયન-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 21

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48