Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અધ્યયન.૨ ઉજ્જિતક સૂત્ર-૧૧ ભંતે! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવતુ દુઃખવિપાકના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બીજાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે ઋદ્ધ-સ્વિમિત-સમૃદ્ધ નગર હતું. તે વાણિજ્યગ્રામની ઉત્તર-પૂર્વ દિશામાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું, તેમાં સુધર્મ યક્ષનું યક્ષાયતન હતું. તે વાણિજ્યગ્રામમાં મિત્ત નામે રાજા હતો. તેને શ્રી નામે રાણી હતી. તે વાણિજ્યગ્રામમાં કામધ્વજા નામે ગણિકા હતી, જે પૂર્ણ પંચેન્દ્રિયા યાવત્ સુરૂપા, ૭૨-કલામાં નિપુણા, ૬૪-ગણિકાનુણ યુક્તા, 29 વિશેષોમાં ક્રીડા કરનારી, ૨૧-રતિગુણપ્રધાન, ૩૨-પુરુષોપચાર કુશલા, નવ સુખ અંગો જાગૃત થયેલી, ૧૮-દેશી ભાષા વિશારદા, શૃંગારના આગાર સમ, સુંદર વેશવાળી, ગીત-રતિ-ગંધર્વ-નૃત્ય કુશલા, મનને આકર્ષિત કરનારી, સુંદર ચાલવાળી, હાસ્ય, બોલ,વિલાસ, લાલિત્ય આદિમાકીશાલ, સુંદરસ્તનવાળી, ધ્વજા ઊંચી કરેલી, હજારના મૂલ્યની પ્રાપ્ત, રાજા દ્વારા છત્ર-ચામરરૂપી વાળ વ્યંજનિકા અર્પિત, કર્ણરથ વડે ગમનાગમન કરતી, બીજી ઘણી હજારો ગણિકાનું આધિપત્ય કરતી વિચરતી હતી. સૂત્ર-૧૨ તે વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર નામે આદ્ય સાર્થવાહ વસતો હતો. તેને સુભદ્રા નામે પૂર્ણ પંચેન્દ્રિય પત્ની. હતી. તે વિજયમિત્રનો પુત્ર અને સુભદ્રા ભાર્યાનો આત્મજ ઉજ્જિતક નામે સર્વાગ સંપન્ન યાવત્ સુરૂપ પુત્ર હતો. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદના નીકળી, રાજા પણ કોણિક માફક નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ, રાજા પણ પાછો ગયો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પટ્ટશિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ છઠ્ઠ-છઠ્ઠ વડે જેમ ભગવતીમાં કહ્યું તેમ તપોકર્મ કરતા, પારણાના દિવસે યાવત્ વાણિજ્યગ્રામે આવ્યા. ઉચ્ચ-નીચાદિમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતા રાજમાર્ગે પસાર થયા. ત્યાં ઘણા હાથી સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-ગુડિય-ઉષ્મીલિત-કચ્છવાળા, ઘંટ બાંધેલા, વિવિધ મણિ-રત્નરૈવેયક-ઉત્તર કંચૂક વિશેષથી શણગારેલા હાથી હતા. તે ધ્વજ-પતાકા વડે શોભિત, મસ્તકે પાંચ પાંચ શિખરો લટકાવેલા હતા. તે હાથીઓ ઉપર આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલા મહાવતો બેઠા હતા. ત્યાં ઘણા અશ્વો જોયા, જે સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-ગુડિત હતા, તેમના શરીરના રક્ષણાર્થે પાખર નામક ઉપકરણો બાંધેલા હતા. ઉત્તર કંચૂક ઉપકરણો બાંધેલા હતા. મુખમાં ચોકડા હતા, તેનાથી નીચેના હોઠ ભયંકર લાગતા હતા. ચામર-દર્પણથી કટિભાગ શોભતો હતો. તેની ઉપર આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલા અસવારો હતા. બીજા પણ ત્યાં ઘણા પુરુષો જોયા. તે પણ સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-કવચ હતા. ધનુષરૂપી પટ્ટિકા ઉપર પ્રત્યંચા ચડાવેલ હતી, કંઠે રૈવેયક પહેરેલ, નિર્મળ શ્રેષ્ઠ ચિહ્નપટ્ટ બાંધેલ હતો. આયુધ અને પ્રહરણો તેમણે ગ્રહણ કરેલા. તે પુરુષોની મધ્યે રહેલ પુરુષને જોયો, જેને અવળા મુખે બાંધેલો, નાક-કાન કાપેલા, શરીર ચીકાશવાળું કરેલ, વધ્ય હોવાથી બે હાથ કટિદેશે બાંધેલા, કંઠમાં રાતા કણેરની માળા પહેરાવેલી, ગેરુ ચૂર્ણથી શરીર રંગેલું હતું. તે વધ્ય પ્રાણપ્રિય તલતલ છેદાનો, અલ્પ માંસના ટૂકડા ખવડાવાતો હતો. તે પાપી, સેંકડો ચાબૂકોથી પ્રહાર કરાતો, અનેક નર-નારીથી પરીવરેલો, ચોરે-ચૌટે ફૂટેલા ઢોલ વડે ઘોષણા કરાતો હતો. આ આવા પ્રકારની ઘોષણા તેણે સાંભળી - હે લોકો ! આ ઉક્ઝિતક બાળકને પકડીને રાજા કે રાજપુત્ર એ મુનિ દીપરત્નસાગર કૃત્ “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 12