Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃત અધ્યયન-૩ અભગ્નસેન' સૂત્ર-૧૮ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ત્રીજાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે તે સમયે પુરિમતાલ નામે ઋદ્ધિવાળું નગર હતું. તે પુરિમતાલ નગરની ઉત્તર પૂર્વ દિશામાં ‘અમોઘદર્શન’ ઉદ્યાન હતું. તેમાં અમોઘદર્શી યક્ષનું યક્ષાયતન હતું. તે પુરિમતાલમાં મહાબલ નામે રાજા હતો. તે નગરના ઉત્તર-પૂર્વ દિશાભાગમાં દેશને છેડે એક અટવી હતી. અટવીમાં શાલા અટવી નામે ચોરની પલ્લી હતી. તે ચોરપલ્લી વિષમ ગિરિકંદરાને છેડે રહેલી, વાંસની ઝાડીમય વાડરૂપી કિલ્લાથી વીંટાયેલી હતી. પર્વતીય ફાટમાં રહેલા વિષમ ખાડારૂપી ખાઈ વડે વ્યાપ્ત હતી, તે પલ્લીમાં જ પાણી મળતું હતું. તેની બહારના ભાગમાં પાણી દુર્લભ હતું. મનુષ્યોને નાસી જવા માટે તેમાં અનેક છીંડીઓ હતી. ગુપ્ત હોવાથી જાણીતા લોકો જ આવાગમન કરી શકતા, લૂંટીને લાવેલ માલ પાછો લેવા આવનારા ઘણા માણસો પણ તે પલ્લીનો નાશ કરી શકે તેમ ન હતા. તે શાલાટવી ચોરપલ્લીમાં વિજય નામે ચોર સેનાપતિ રહેતો હતો, તે અધાર્મિક યાવત્ હણ, છેદ, ભેદ વિનાશક વચનો બોલનાર હતો, રક્તરંજિત હાથવાળો, ઘણા નગરોમાં પ્રસિદ્ધ યશવાળો, શૂર, દઢપ્રહારી, સાહસિક, શબ્દવેધી હતો. તે તલવાર અને લાઠી પ્રહાર કરવામાં અગ્રણી મલ્લ હતો. તે ત્યાં શાલાટવી ચોરપલ્લીમાં 500 ચોરના અધિપતિ રૂપે રહેલો હતો. સૂત્ર-૧૯ ત્યારે તે ચોર સેનાપતિ, ઘણા ચોરો, પારદારિકો, ગ્રંથિભેદકો, સંધિ છેદકો, વસ્ત્રખંડ ધારકો તથા બીજા પણ ઘણા છેદી-ભેદીને બહીષ્કૃત્ કરાયેલા માટે ફડંગ સમાન હતો. છી તે વિજય ચોરસેનાપતિ પુરિમતાલ નગરના ઉત્તર-પૂર્વીય જનપદના ઘણા ગામ-નગરનો ઘાતક ગાય આદિના ગ્રહણ વડે, બંદીગ્રહણ વડે, પંથકોટ્ટ અને ખાતર પાડનાર વડે પીડા કરતો-ફરતો, નાશ કરતો-કરતો, તર્જના-તાડના કરતો, સ્થાન-ધન-ધાન્ય રહિત કરતો વિચરતો હતો. મહાબલ રાજાના કરને વારંવાર લઈ લેતો. તે વિજય ચોર સેનાપતિને સ્કંદશ્રી નામે પત્ની હતી, તે અહીન પૂર્ણ પંચેન્દ્રિયાદિ હતી. તે વિજય ચોરનો પુત્ર અને સ્કંદશ્રીનો આત્મજ અભગ્નસેન નામે પુત્ર હતો. તે અહીન પૂર્ણ પંચેન્દ્રિય શરીરી, વિજ્ઞાન પરિણત, અનુક્રમે યૌવનને પામ્યો. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પુરિમતાલ નગરે પધાર્યા, પર્ષદા નીકળી, રાજા નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પર્ષદા અને રાજા પાછા ગયા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ યાવત્ રાજમાર્ગે ચાલ્યા. ત્યાં ઘણા હાથી જોયા, ઘણા ઘોડા અને બખ્તર-કવચાદિ પહેરેલા પુરુષો જોયા. તે પુરુષોની મધ્યે એક પુરુષને જોયો. તે અવકોટક બંધને બાંધેલો યાવતુ ઉદ્ઘોષણા કરાવતો હતો. પછી તે પુરુષને રાજપુરુષોએ પહેલા ચત્વરે બેસાડ્યો - બેસાડીને તેની સન્મુખ તેના આઠ કાકાઓને મારવા લાગ્યા, મારીને ચાબૂકના પ્રહારથી તાડન કરતા-કરતા કરુણા ઉપજે તે પુરુષને માંસના ટૂકડા ખવડાવવા લાગ્યા, પછી લોહીરૂપી જળ પાવા લાગ્યા. ત્યારપછી બીજા ચત્વરે આઠ કાકી કે લઘુમાતાને, મારવા લાગ્યા. એ પ્રમાણે ત્રીજા ચત્વરે આઠ મોટા કાકાને, ચોથા ચત્વરે આઠ મહામાતાને, પાંચમે પુત્રોને, છકે પુત્રીઓને, સાતમે જમાઈઓને, આઠમે પુત્રવધૂને, નવમે પૌત્રોને, દશમે પૌત્રીને, અગિયારમે પૌત્રીના પતિઓને, બારમે પૌત્રોની પત્નીઓને, તેરમે ફૂવાઓને, ચૌદમે ફોઈઓને, પંદરમે માસાઓને, સોળમે માસીઓને, સત્તરમે મામીઓને, અઢારમે ચત્વરે બાકી મિત્ર-જ્ઞાતિજન-નિજક-સ્વજનસંબંધી-પરિજનોને, તેની સમક્ષ મારતા હતા, મારીને ચાબૂકના પ્રહારથી તાડન કરતા કરતા કરુણાસ્પદ તે પુરુષને મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકકૃત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 17

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48