Book Title: Adhyatma Kalpadrum
Author(s): Munisundarsuri, Ratnachandra Maharaj
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 10
________________ श्री अध्या. મવિ. रत्न० वृत्ति. ॥ ? ॥ {{cXo ૧ પ્રસ્તાવ—આ ગ્રંથના કર્તા મુનિસુંદરસૂરિનાં માતપિતા, જાતિ, જન્મસ્થાન હજીસુધી અજ્ઞાત રહ્યાં છે; સુભાગ્યે તેઓ જૈન શ્વેતાંબર સંપ્રદાયના તપા ગચ્છમાં સોમસુન્દર સૂરિના પટ્ટધર થયેલા હોઈ તે ગચ્છની (ધર્મસાગર ઉપાધ્યાયકૃત) પટ્ટાવલીમાં તેમનાં જન્માદિવાઁ સાંપડે છેઃજન્મ સં. ૧૪૩૬, દીક્ષા સં. ૧૪૪૩, વાચકપદ સં. ૧૪૬૬, સૂરિપદ સં. ૧૪૭૮ (? ૧૪૭૬), સ્વર્ગવાસ સં ૧૫૦૩ કાન્તિક શુદિ ૧. જ્યારે સોમસુંદરસૂરિનાં જન્મવર્ષાદિ એમ છે કેઃજન્મ સં. ૧૪૩૦ માઘ વદિ ૧૪ શુક્ર, દીક્ષા-વ્રત સં. ૧૪૩૭, વાચકપદ સં. ૧૪૫૦, સૂરિપદ સં. ૧૪૫૭, સ્વર્ગવાસ સં. ૧૪૯૯ (જૈ. ગૂ. કવિઓ ૨, ૭૧૯). એટલે બન્ને સૂરિઓનો જીવનકાળ પ્રાયઃ સરખો છે—એકનું આયુષ્ય ૬૯ ને બીજાનું ૬૭ વર્ષ; એકની ૬ વર્ષની વય હતી ત્યારે ખીજાનો જન્મ થાય છે અને એકના સ્વર્ગવાસ પછી ચાર વર્ષે બીજાનો દેહોત્સર્ગ થાય છે; એક ૭–૮ વર્ષની વયે મુનિ દીક્ષા લે છે, ત્યારે બીજા ત્યાર પછી પ્રાયઃ છ વર્ષે ૭–૮ વર્ષની વયે જ સાધુવ્રત સ્વીકારે છે. એકને વાચકપદ ૨૦ વર્ષની વયે મળે છે તો બીજાને ૩૦ વર્ષની વયે પ્રાપ્ત થાય છે; એકને સૂરિપદ ગચ્છનાયક ધ્રુવસુંદરસૂરિ સં. ૧૪૫૭માં પાટણમાં નરસિંહે કરેલા ઉત્સવપૂર્વક આપે છે, ત્યારે બીજાને તે સોમસુંદરસૂરિ ગચ્છનાયક થયા પછી સં. ૧૪૭૮માં ( ખરી રીતે ૧૪૭૬માં ) વડનગરમાં દેવરાજે કરેલા ઉત્સવપુરઃસર સૂરિપદ અર્પે છે; એક સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થાય છે તો બીજા તે પછી પ્રાયઃ ચાર વર્ષે તેમના પટ્ટધરની ગાદી શોભાવી દેવલોક સિધાવે છે. આમ લગભગ આખું વિક્રમનું પંદરમું શતક બન્ને સૂરિઓનું જીવન રોકે છે. સોમસુંદરસૂરિએ અનેક ભવ્ય જૈનમંદિરોની પ્રતિા, અનેકને વાચકપદ અને આચાર્યપદનું મહાન ઉત્સવપૂર્વક દાન, પુષ્કળને આપેલી દીક્ષા, છઠ્ઠું પુસ્તકોનો ઉત્હાર, લોકભાષામાં ગદ્યગ્રંથોની રચના આદિ ધર્મકૃત્યોથી જૈન ધર્મ અને સાહિત્યની અનેક પ્રકારે સ્મરણીય સેવાઓ કરવામાં પાછી પાની કરી નથી તેથી આ શતકને યા વાસ્તવિકરીતે સં. ૧૪૫૧થી શરૂ થતા અર્ધશતકને, સોમસુન્દર યુગ એ નામ આપી શકાય તેમ છે. (જુઓ મારો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’– વિભાગ પાંચમો.) ૨ ધાર્મિક સ્થિતિ—આ વખતે જૈનધર્મની સ્થિતિ શી હતી તેનો કંઈક ખ્યાલ મારો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જોવાથી આવશે. અન્ય ધર્મની સ્થિતિ જોતાં રામાનન્દ અને કંખીરના ઉપદેશે વૈષ્ણવ સંપ્રદાય—ભક્તિ સંપ્રદાય—પર જબરી અસર કરી હતી. ‘રામાનન્દજી ग्रन्थकाવિ परिचय प्रस्ताव. | ॥ ॥

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 324