Book Title: Acharanga Sutra Sanuwad Author(s): Dungarshi Maharaj Publisher: Kamani Trust View full book textPage 6
________________ આ પત્રોના અક્ષરેઅક્ષરમાં ઝળકે છે મારી પણ એવી જ અભિલાષા રહ્યા કરતી હતી તેથી આ આગમના સ્વાધ્યાયથી કઈ પણ હળુકમ જીવને ધર્મબોધ સુલભ થાય તો મારા પ્રયત્નને હુ સફળ થયેલ માનીશ શ્રી હંસરાજભાઈ લખમીચ દ કમાણીએ આજથી છત્રીસ વર્ષો પૂર્વે પોતે બહુ પરિશ્રમ કરી બચાવેલી રૂપિયા ૧૫૦૦૦ની રકમ સ્થા જૈન કેન્ફરન્સને મહારાજશ્રી ગુરુદેવ ભારતભૂષણ રતનચંદજી સ્વામીના ઉપદેશથી આગમોનુ ગુજરાતી ભાષાંતર લેકભોગ્ય શૈલીએ છપાવવા માટે આપી હતી તે પછી પણ આ કમાણી કુટુંબ તરકથી દશ-દશ હજારની રકમે બે વાર સ્થા જૈન કોન્ફરન્સને આ કાર્ય માટે આપવામાં આવી હતી. આજથી વીસ વર્ષ પૂર્વે દાદરમાં કિતે ભંડારી હાલમાં સુશ્રાવક શ્રી નરભેરામ હંસરાજ કમાણી, જમશેદપુર (તાનાનગર) ચોમાસુ કરવા વિનંતી કરવા આવ્યા હતા ત્યારે તેમણે મને કહેલુઃ “અમે કેન્ફરન્સને સૂત્રોનું ભાષાંતર કરવા રકમો આપેલી છે, પણ જો આ કામ તમે હાથ ધરો તો અમે ઘણી સારી રકમ ખરચવા તૈયાર છીએ.” તે વખતે જમશેદપુર જઈ શકાયું નહોતું અને આ બાબત અહી જ અટકી ગઈ આજે આ પ્રયત્નમાં મારી જૂની અભિલાષા પૂર્ણ થતી હોવાથી મને સતોષ થાય છે આ કામમાં આપણું શ્રાવક પંડિત નવીનચંદ્રજી દોશીએ મને સંપૂર્ણ સહકાર આપ્યો છે, તેની હુ અહી નોધ લઉ છું - મુનિ ડુંગરશી, લિ - - - - - " - " . "Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 279