Book Title: Abhidhan Rajendra Kosh ki Shabdawali ka Anushilan Author(s): Darshitkalashreeji Publisher: Raj Rajendra Prakashan Trust View full book textPage 5
________________ પ્રકાશકીય પૂ.સાધ્વીજી શ્રી દર્શીતકલાશ્રીજી મ.સા.ની વિદ્વતા, સંકલન શક્તિ અને સંશોધન માટે તેમને શ્રી દેવી અહલ્યા વિશ્વવિદ્યાલય-ઈન્દોર(મ.પ્ર.) દ્વારા પીએચ.ડી.ની પદવીથી અલંકૃત કરાયા. તેઓશ્રીનો આ પરિશ્રમ સરાહનીય અને અનુમોદનીય છે. તેમના દ્વારા તૈયાર કરાયેલ “અભિધાન રાજેન્દ્ર કોશ કી આચારપરક શબ્દાવલી કા અનુશીલન” પુસ્તકના સંકલન માટે તેઓશ્રીની ભૂરી ભૂરી અનુમોદના. પ.પૂ.રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેનસૂરીશ્વરજી મ.સાહેબે આ પુસ્તક પ્રકાશનનો લાભ અમારા શ્રી થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘ, મુંબઈને આપ્યો તે બદલ અમો ગૌરવ અનુભવીએ છીએ અને તેઓશ્રીના અત્યંત ઋણી છીએ. પ.પૂ.દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણ શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના પુનિત પ્રસંગે ગુરૂસપ્તમીના મંગળ દિવસે શ્રી મોહનખેડા તીર્થમાં પ.પૂ.વર્તમાનાચાર્ય શ્રીમદ્ વિજય જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં વિમોચન થઈ રહ્યું છે, એવા આ ગ્રંથને દાદા ગુરૂદેવના ચરણોમાં પુષ્પાંજલી સહ અર્પણ.. પ્રાતઃ સ્મરણીય કલીકાલ કલ્પતરૂ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આવા જ્ઞાન અને શાસન પ્રભાવનાના ધાર્મિક કાર્યો અમારા સંઘથી થતા રહે એવા આશીર્વાદની મનોકામના સાથે શ્રી થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘ, મુંબઈ દ્વારા ગુરૂ ચરણોમાં સાદર વંદના સહિત સમર્પિત... શ્રી રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર ૧૦મી ખેતવાડી, મુંબઈ-૪૦૦૦૦૪ Jain Education International with the telecast Asiati THE (પ્રમુખ : શ્રી થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘ, મુંબઈ) સેવંતીભાઈ મણીલાલ મોરખીયા www.jainelibra orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 524