Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 4
________________ 484] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. લેવાનો વિચાર થતાં આચાર્યશ્રીએ એને પોતાના શિષ્ય બનાવ્યો હતો. આ પ્રસંગથી ગંગદેવ પુરોહિતે રાજાને ભરમાવી ખટપટ ઊભી કરી. પરિણામે કાલકાચાર્ય ચોમાસામાં જ વિહાર કરીને પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરી ગયા હતા, ત્યાંના રાજાની વિનંતીથી એમણે પાંચમને બદલે ચતુર્થીના દિવસે પjપણાનું સાંવત્સરિક પર્વ ઊજવ્યું હતું. 11 4. આર્ય ખપૂટાચાર્ય જેમની વિહારભૂમિ ભરૂચ, ગુડશસ્ત્રપુર 12 આદિ પ્રદેશોમાં હતી તે આર્ય ખપુરાચાર્ય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : આય ખપૂટાચાર્ય એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્યા હતા. એમણે પોતાની મંત્રવિદ્યાનો ઉપયોગ જૈન શાસનની સુરક્ષા ખાતર જ કર્યો હતો. એ વિશે કેટલાક પ્રસંગે આ પ્રકારે છે : વિંધ્યાચલની ભૂમિમાં લાટ દેશમાં આવેલી રેવા નદીને કિનારે વસેલા ભૃગુકચ્છ નગરમાં જ્યારે કાલકાચાર્યનો ભાણેજ બલમિત્ર રાજા હતો ત્યારે આર્ય ખપુટાચાર્ય એ નગરમાં વિદ્યમાન હતા. એમણે સવ સંઘ સમક્ષ બૌદ્ધોને વાદમાં પરાજિત કર્યા હતા. ગુડશસ્ત્રપુરને બહુકર નામને બોદ્ધ આચાર્ય જૈન આચાર્ય સાથે વાદ કરવા ભરૂચ આવ્યો, પણ વાદમાં એ પરાજિત થતાં ધાવેશમાં અનશન કરી, કાળધર્મ પામી યક્ષપણે ઉત્પન્ન થયો. એ ગુડશસ્ત્રપુરમાં રહેલા જૈન સંઘના- સાધુઓને પજવવા લાગ્યો. ત્યાંના સંઘે આર્ય ખપુરાચાર્ય પાસે બે સાધુઓ દ્વારા બધા સમાચાર મેકલ્યા. આર્ય ખપુરાચાર્યના ભાણેજ ભુવન મુનિ નામે એમના શિષ્ય હતા. એ એવા તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા કે એક વાર સાંભળવા માત્રથી ગમે તે વિદ્યા શીખી લેતા. એ શિષ્યને એમણે આના કરતાં કહ્યું : “વત્સ ! હું ગુડશસ્ત્રપુર જઉં છું. તું કુતૂહલથી પણ આ ખોપરીને કદી ઉઘાડીને જઈશ નહિ.' આચાર્ય ગુડશસ્ત્રપુર ગયા, બહુકર યક્ષના મંદિરમાં પ્રવેશ કરી વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. પૂજારી આવ્યો, પણ તેઓ ઊઠડ્યા નહિ. પછી તો રાજાના આદેશથી એમના ઉપર રાજસેવકો લાકડીઓથી પ્રહાર કરવા લાગ્યા ત્યારે એ પ્રહાર સીધા અંતઃપુરની રાણીઓને વાગવા લાગ્યા. ભારે કોલાહલ મચી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37