Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 14
________________ કહ૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. એકદા જિનાનંદસૂરિ વલભીથી વિહાર કરી ભરૂચના શકુનિકા-વિહારના દર્શનાર્થે ગયા. અહીં નંદ નામના બૌદ્ધાચાર્યું છળથી એમને વાદ કરવા આહવાન આપ્યું. નંદના વિતંડાવાદથી આચાર્યનો પરાજય થયો. અહીં વલભીમાં ગુરુની ગેરહાજરીમાં મલ મુનિને એ પુસ્તક જોવાની ઉત્કંઠા તીવ્ર બની. એમણે પુસ્તક ખોલતાં નીચેનો શ્લેક વાંચ્યો : fધ–નિયમ-મત્તિવ્યતિરિવાર્યક્રમો , जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् // -જૈન સિવાયનાં બીજાં દર્શને જે કાંઈ કહે તે વિધિ, નિયમ, ભાંગાપ્રકારો અને વૃત્તિ રહિત હોવાથી અનર્થ કરનારાં છે, માટે એ અસત્ય છે તેમજ અધર્મરૂપ છે. મલ મુનિ એ શ્લોકનો અર્થ વિચારી રહ્યા હતા ત્યાં જ મૃતદેવીએ અદશ્ય રીતે એ પુસ્તક એમના હાથમાંથી ઝૂંટવી લીધું. આ પુસ્તક આ રીતે જવાથી મલ્લ મુનિને ભારે શોક થયો. તેઓ આજંદ કરવા લાગ્યા. એમની માતા દુર્લભદેવી તેમજ સંઘને પણ આ વાતની જાણ થતાં પારાવાર દુઃખ થયું. પછી તો મલ્લ મુનિએ પિતાની ભૂલના પ્રાયશ્ચિત્ત-રૂપે બરડાની પહાડીની એક ગુફામાં જઈ તપશ્ચર્યાપૂર્વક સરસ્વતીની આરાધના કરવા માંડી. સંઘે એમની આ પ્રકારની સાધનાથી દુર્બલ થયેલે દેહ જોઈ પારણાં કરાવી યોગ્ય આહાર વહોરાવ્યો. દેવી પ્રસન્ન થયાં ત્યારે એમણે પેલા પુસ્તકની માગણી કરી. દેવી એ પુસ્તક નહિ, પણ એ પુસ્તકના એક શ્લોકમાંથી તું સર્વ અર્ધ મેળવી શકીશ” એવું વરદાન આપી અંતહિંત થઈ ગયાં. મલ્લ મુનિએ દશ હજાર શ્લેકપૂરનો “હાદશાનયચક્ર' નામે અદ્ભુત ગ્રંથ રો. જિનાનંદસૂરિ વલભી આવ્યા અને સંઘની વિનંતીથી આચાર્યો એમને આચાર્યપદથી અલંકૃત કર્યા. બૌદ્ધાચાર્ય નંદે ગુરુ જિનાનંદસૂરિને વાદમાં હરાવ્યા હતા એ જાણીને મલ્લવાદિસૂરિ ભરૂચ આવ્યા. એમણે નંદને વાદ માટે લલકાર્યો. નંદે ઉપેક્ષા બતાવતાં કહ્યું કે “આ તો બાળક છે, એ શું મારી સાથે વાદમાં ટકવાનો છે ?" ત્યારે મલ્લ મુનિએ આગ્રહ કરીને કહ્યું ત્યારે રાજસભામાં બંને વાદીઓને

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37