Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 18
________________ 498] [ પરિ. મૌર્યકાલથી ગુપ્તકાલ 14-15. રાશિલસૂરિ અને જયદેવસૂરિ બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાસે આવેલા વાવડગામમાં વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવ અને એનાં પની શીલવતી નામે રહેતાં હતાં. એમને મહીધર અને મહીપાલ નામે બે પુત્ર હતા. નાને પુત્ર મહીપાલ ઘણુંખરું પરદેશમાં કાર્ય કરતો હતો. વાયડગચ્છના આચાર્ય જિનદત્તસૂરિ વાયડ અને એની નજીકના પ્રદેશમાં વિચરતા હતા. એમના ઉપદેશ સાંભળી સંસાર ઉપર વિરાગ્ય થતાં મહીધરે દીક્ષા લીધી. ભણીગણીને ગીતાર્થ થતાં ગુરુએ એમને આચાર્ય પદવી આપી, પોતાની શાખાને અનુસારે એમનું “શિવસૂરિ નામ પાડી એમને પોતાની પાટ બેસાડ્યા ને જિનદત્તસૂરિ કાળધર્મ પામી ગયા. મહીપાલ રાજગૃહ નગરમાં વિચરતાં દિગંબરાચાર્ય શ્રુતકીર્તિના પરિચયમાં આવ્યું. એણે એમની પાસે દીક્ષા લીધી ને એ “સુવર્ણકીર્તિ નામથી પ્રસિદ્ધિમાં આવ્યા. શ્રુતકીતિ આચાર્ય એમની ગ્યતા જોઈ એમને “અપ્રતિચકવિદ્યા' અને ‘પરકાયપ્રવેશવિદ્યા એ નામની બે વિદ્યાઓને આમ્નાય આપી પોતાના પટ્ટધર બનાવ્યા. મહીપાલની માતાએ રાજગૃહ તરફના વેપારીઓ પાસેથી મહીપાલની દીક્ષાશિક્ષાના સમાચાર સાંભળી એમને મળવા એ રાજગૃહ તરફ ગઈ. શીલવતીએ પોતાના બે દીકરાઓમાં એક તાંબર એને બીજે દિગંબર એમ બે મત જોઈ બંનેને એક માર્ગના અનુયાયી કરવાની દૃષ્ટિએ સુવર્ણકીતિને કહ્યું : “જિનેશ્વરને તે એક જ માર્ગ–સિદ્ધાંત હોય, એમાં વળી ભેદ કેવા ? આથી તમે બંને ભાઈ એકઠા થઈને સાચા માર્ગને નિર્ણય કરે, જેથી હું પણ એ માર્ગને અનુસરું.' માતાનાં લાગણીભર્યા વચનોથી સુવર્ણકાતિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓને આચારમાર્ગ તેમજ ત્યાગ જોઈ ને આચાર્યોને જુદી જુદી રીતે પોતાને ત્યાં ગોચરી લેવા બોલાવ્યા. વેતાંબર માર્ગનું વિશુદ્ધતર વાસ્તવિકપણું માતાએ સપ્રમાણ બતાવતાં સુવર્ણકીર્તિને વેતાંબરમાર્ગ ગ્રહણ કરવાને અનુરોધ કર્યો. રાશિવસૂરિએ પણ એમને ખૂબ સમજાવ્યા ત્યારે દિગંબર સુવર્ણકીર્તિએ વસ્ત્રનો સ્વીકાર કરી શ્વેતાંબર માર્ગ અપનાવ્યો. વેતાંબર સંપ્રદાયના સિદ્ધાંત થોડા સમયમાં જ ભણીગણ ગીતાર્થ થતાં રાશિલસૂરિએ પોતાના ભાઈ સુવર્ણકીર્તિને આચાર્ય પદવી આપી “વદેવસૂરિ નામે પિતાના પટ્ટધર બનાવ્યા.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37