Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 29
________________ - 4 થું] આનુશ્રુતિક વૃત્તા [509 હવે કક્કાસે શકુનયંત્ર રચી કાકવર્ણના પુત્રને એ દ્વારા પત્ર મોકલ્યો કે ‘તમે અહીં આવો એટલામાં આ રાજાને હું મારી નાખું છું. તમારાં પિતા-માતાને અને મને છોડાવો.” દિવસ પણ નકકી કર્યો. એક દિવસે રાજા પુત્ર સાથે મહેલમાં બેઠે હતો ત્યારે કેકાએ ખીલી ઉપર પ્રહાર કર્યો એટલે એ મહેલ સંપુટ-બિડાઈ ગયો. રાજા અને એના પુત્ર મરણ પામ્યા. કાકવર્ણના પુત્રે એ નગર પોતાને અધીન કર્યું અને પોતાનાં પિતા-માતા તેમજ કોકાસને મુક્ત કર્યા. બીજાઓનું એવું કથન છે કે કેકકાસને વૈરાગ્ય થતાં એણે આપઘાત કર્યો. 24, રેવતાચલ કોટિનગરી(કોડીનાર)ના રહેવાસી સમભટ્ટ અને એની પત્ની અંબિકાની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : કાસહદ નગરમાં ચાર વેદનો પારગામી સર્વદેવ નામે બ્રાહ્મણ અને એની * પત્ની સત્યદેવીને અંબાદેવી નામે પુત્રી હતી. એને કોટિનગરી(કેડીનાર)ના સેમદેવ ભટ્ટ બ્રાહ્મણ સાથે પરણાવી હતી. એમને વિભાકર અને શુભંકર નામે બે પુત્ર થયા હતા. ‘એકદા નેમિનાથ ભગવાનના શિષ્ય સુધર્મસૂરિના ચારિત્રધારી બે શિષ્ય ભિક્ષા માટે અંબાદેવીના ઘેર આવ્યા. અંબાદેવીએ ખૂબ ભક્તિથી એમને શુદ્ધ આહાર વહેરાવ્યો. એને પતિ સેમદેવ ઘેર આવ્યો ત્યારે એ ખૂબ આક્રોશથી કહેવા લાગ્યોઃ “વિશ્વદેવ મહાદેવની ક્રિયા કર્યા વિના રઈને સ્પર્શ કેમ કર્યો?' આમ કહી અંબાદેવીને ભારે તિરસ્કાર કર્યો, એટલું જ નહિ, એને મારપીટ પણ કરી. ઘરનાં બીજાં માણસોએ એને છોડાવી. અપમાન સહન ન થતાં અંબાદેવી એના બે પુત્રોને લઈને ઘેરથી ચાલી નીકળી. નાના બાળકને એણે કેડ પર તેડી લીધો અને મોટાને આંગળી ઝાલી ચલાવતાં વિચારવા લાગી કે “જૈન મુનિને દાન આપવાથી ભારે પરાભવ થયો છે તો એ ધર્મ જ મને શરણરૂપ થાઓ.” એમ ધારી એ ઉતાવળે પગલે ગિરનાર તરફ ચાલી. ધીમે ધીમે એ પર્વતની તળેટીમાં આવી પહોંચી. એ તૃષા, સુધા અને ચાલવાથી ખૂબ થાકી ગઈ હતી અને પર્વત બહુ ઊંચો હતો છતાં હિંમત રાખી શુભ ભાવનાથી એ પર્વત ઉપર ચડી. નેમિનાથ ભગવાનને ખૂબ ભાવથી વંદન કર્યું. ચૈત્યમાંથી બહાર આવી એ આમ્રવૃક્ષ નીચે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37