Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 24
________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ ' આ સાંભળી સુદર્શનાએ પોતાનું બધું ધન સાત ક્ષેત્રોમાં વાપરવા માંડ્યું. અશ્વાવબોધતીર્થને એણે ઉદ્ધાર કરાવ્યો, એમાં ચોવીસ દેવકુલિકાઓ સ્થાપિત કરી, તથા પૌષધશાળા, દાનશાળા અને અધ્યયનશાળા વગેરે બંધાવ્યાં. આથી એ ઉદ્ધાર પામેલું અધાવબોધતીર્થ “એના પૂર્વભવના નામથી શકુનિકાવિહાર' “સઉલિયાવિહાર” “સમડી-વિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું.૪૧ આર્ય ખપૂટાચાર્યના સમયમાં કે એ અગાઉ બૌદ્ધોએ અધાવબોધતીર્થ ઉપર કબજો કરી લીધો હતો તેથી આય પુરાચાર્યે બૌદ્ધોને વાદમાં પરાજય કરી “બિલાડી પાસેથી દૂધ છોડાવવામાં આવે તેમ’ એ તીર્થ છોડાવી જૈન સંઘને અધીન કરાવ્યું હતું.૪૨ 18. ભલ્લીગ્રહ ભૃગુકચ્છથી દક્ષિણાપથ જવાના માર્ગમાં ભલ્લીગૃહ” નામથી ઓળખાતા ભાગવત સંપ્રદાયના એક મંદિર વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે: એક જૈન સાધુ સાર્થની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ જતો હતો તેને કોઈ ભાગવતે પૂછયું: ‘ભલીગૃહ શું છે ?" સાધુએ એ વિશે વૃત્તાંત કહેવા માંડયુંઃ “ઠીપાયન નામે જે પરિવ્રાજક સાંબ આદિ સુરામ યાદવકુમારને હાથે મરણ પામી દેવ થયા હતા તેમણે દ્વારિકાનું દહન કર્યો પછી બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર દેશ છોડીને પાંડવો પાસે દક્ષિણ મથુરા તરફ જતા હતા. દ્વારકાથી પૂર્વ તરફ નીકળી તેઓ હસ્તિકલ્પ (હાથબ) નગરમાં આવ્યા, ત્યાંના રાજા અછદંતને હરાવી દક્ષિણ તરફ જતાં તેઓ કસુંબાય નામે અરણ્યમાં આવ્યા. ત્યાં કૃષ્ણને તરસ લાગતાં બલદેવ પાણી લેવા ગયા. એ સમયે કૃષ્ણના જ મોટા ભાઈ જરાકુમાર, એમને હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણી નેમિનાથે ભાખી હેવાને કારણે દ્વારકાને ત્યાગ કરીને અરણ્યમાં જઈ રહ્યા હતા તે, શિકારી-રૂપે આંધ્યા અને ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા વાસુદેવને મૃગ ધારી, એમના પગ ઉપર મર્મસ્થાને બાણ મારી એમના મૃત્યુનું કારણ બન્યા.૪૩ * “ભલી' એટલે બાણથી વીંધાયેલા પગવાળી કૃષ્ણ વાસુદેવની મૂર્તિ જે મંદિરમાં છે તે “ભલીગૃહ' નામે ઓળખાયું છે. " આ વૃત્તાંત સાંભળીને ભાગવત દ્વેષપૂર્વક વિચારવા લાગે કે “જે એમ નહિ હોય તો આ શ્રમણી વાત કરીશ.' પછી એગ અને એણે વાસુદેવને પગ બાણથી વીંધાયેલ , એટલે પાછા આવીને સાધુને ખમાવ્યા અને કહ્યું, મેં આ પ્રમાણે ચિંતવ્યું હતું માટે ક્ષમા કરો.”૪૪ ' , , , , , , ,

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37