Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 17
________________ 4 થું] આનુશ્રુતિક વૃત્તાંત [497 મથુરાની “સ્કાદિલી વાચના' અને વલભીપુરની “નાગાજુની વાચના' થયા પછી લગભગ સો-દોઢસોથી યે વધુ વર્ષ વ્યતીત થયા પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીનગરમાં વીર નિર્વાણ સંવત 98 (વિ. સં. પ૦, ઈ. સ. ૪પ૪)માં ફરીથી શ્રમણસંઘ એકત્રિત થયો અને માથરી તેમજ વાલમ વાચનાઓના સમયે લખાયેલા સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ વગેરે મેજૂદ હતાં તે બધાં લખીને સુરક્ષિત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યું. આ કાર્ય-સંધાન સમયે માધુરી પરંપરાના અગ્રણી યુગપ્રધાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ હતા અને વાલભી પરંપરાના પ્રમુખ કાલકાચાર્ય અને ઉપપ્રમુખ વાદિવેતાલ શાંતિસૂરિ હતા. એ વિશે નીચેની ગાથાથી સૂચન મળે છે : वालब्भसंघकज्जे उज्जमिअं जुगपहाणतुल्लेहिं / गंधव्ववाइवेयालसंतिसूरी लहीएहि // - - વાલી સંઘના કાર્યમાં યુગપ્રધાન તુલ્ય ગંધર્વવાદિવેતાલ શાંતિસૂરિએ લેખનકાર્યમાં ઉદ્યમ કર્યો. એમ જણાય છે કે બંને વાચનાનુયાયી સંઘમાં અવશ્ય સંઘર્ષ ઉભો થયો. હશે તેથી અનેક પ્રકારની કાપકૂપ પછી જ બંને સંઘમાં મેળ થયા પછી બંને વાચનાઓના સિદ્ધાંતોનો પરસ્પર સમન્વય કરવામાં આવ્યો. બની શકયું ત્યાંસુધી ભેદભાવ મટાડી દઈ એને એકરૂપ કરી દેવામાં આવ્યો અને જે મહત્ત્વપૂર્ણ ભેદ હતો તેને પાઠાંતરરૂપે ટીકા, ચૂર્ણિમાં સંગૃહીત કરવામાં આવ્યો. જે કેટલાક પ્રકીર્ણ ગ્રંથ કેવળ એક જ વાચનામાં હતા તે તેવા ને તેવા જ પ્રમાણ માનવામાં આવ્યા. આ પ્રકારની વ્યવસ્થા પ્રમાણે આ. સ્કંદિલની ભાથુરી વાચના અનુસાર બધા સિદ્ધાંત લખવામાં આવ્યા. જ્યાં જ્યાં નાગાજુની વાચનાનો મતભેદ તેમજ પાઠભેદ હતો તે ટીકાઓમાં લખી લેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરેને નાગા નાનુયાયી કોઈ પણ રીતે છોડી દેવાને તૈયાર નહતા તેઓને મૂલ સૂત્રમાં ‘વાચળતરે ગ’ શબદોની સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો. આ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં આગમને પુસ્તકારૂઢ કર્યા, એને “આગમવાચના કહી શકાય નહિ.૩૫

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37