________________ 92 ] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. વળી, સિદ્ધાંતનો ઉદ્ધાર કર્યા પછી કંદિલાચાર્ય અને નાગાર્જુનસૂરિ પરસ્પર મળી શક્યા નહિ, આ કારણે એમણે ઉદ્ધાર કરેલે સિદ્ધાંત તુલ્ય હોવા છતાંયે એમાં ક્યાંક ક્યાંક વાચનાભેદ રહી ગયે. કંદિલાચાર્યો મથુરામાં શ્રમણસંઘને એકઠા કરી આગમવાચના કરી તે “સ્કાંદિલી વાચના” કે “માઘુરી વાચના' નામથી પ્રસિદ્ધિ પામી. એ જ રીતે સ્કંદિલાચાર્યના સમયે જ વલભીમાં મળેલા મણસંઘના પ્રમુખ આચાર્ય નાગાર્જુનસૂરિ હતા અને એમણે આપેલી વાચના “નાગાર્જુની વાચના' અગર “વાલથી વાયના એ નામથી પ્રસિદ્ધિ પામી. 29 માધુરી વાચના વીર નિર્વાણથી 827 અને 840 ની વચ્ચે કોઈ વર્ષે થઈ૩૦ વાલભી વાચના પણ એ જ સમયે થઈ.૩૧ 11. સિદ્ધસેનસૂરિ વૃદ્ધાવાદિરે અને સિદ્ધસેનસૂરિના ભરૂચના પ્રસંગોની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : ગૌડ દેશના કેશલા ગામના રહેવાસી મુકુંદ બ્રાહ્મણે આર્ય સ્કદિલસૂરિ પાસે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી હતી. મુકુંદ મુનિએ ભરૂચમાં “નાલિકેલવસતિ,” (નારિયેળી પાડા) નામના ચૈત્યમાં બેસી કરેલી આરાધનાથી સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવી વાદશક્તિ પ્રાપ્ત કરી તેથી એમને આચાર્યપદવી પ્રાપ્ત થતાં એમણે દ્વવાદિસૂરિ તરીકે નામના મેળવી. એ સમયે વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરી રહ્યો હતો. એક દિવસે દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીના પુત્ર સિદ્ધસેન નામે વેદપારંગત વિદ્વાન એમની પાસે આવ્યા. એમણે વૃદ્ધવાદી સાથે શાસ્ત્રાર્થ કર્યો. જે હારે તે જીતનારનો શિષ્ય બને એવી શરત કબૂલ કરવામાં આવી. સિદ્ધસેનની હાર થવાથી એ એમ કુમુદચંદ્ર નામે શિષ્ય થશે. એણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી આચાર્ય પદવી પ્રાપ્ત થતાં “સિદ્ધસેનસૂરિ નામથી ખ્યાતિ મેળવી. કવિત્વ-શક્તિથી વિક્રમાદિત્ય રાજાને પ્રસન્ન કરી, “દિવાકર'નું બિરુદ મેળવી રાજસભામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એકદા સિદ્ધસેનસૂરિએ રાજાને પૂછીને ઉજજયિનીથી પ્રતિષ્ઠાન તરફ વિહાર, કર્યો. તેઓ ભરૂચના સીમાડે પહોંચ્યા ત્યારે ત્યાં ગોવાળિયા એકઠા થઈને એમની પાસે આવ્યા અને ધર્મોપદેશ કરવાની આચાર્યને વિનંતી કરી. એ.