Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 11
________________ શું] - આનુકૃતિક વૃત્તા [41 લિપ્તસૂરિની પ્રતિમાઓ સ્થાપિત કરી. આચાર્યશ્રીએ આ મહાવીર પ્રતિમા આગળ “હાનુar” પદથી શરૂ થતું સ્તોત્ર રચી સ્તુતિ કરી, જેમાં એમણે સુવર્ણ સિદ્ધિનો આમ્નાય ગોપવ્યો છે, જે આજે પણ સમજાતો નથી. 10, નાગાર્જુનસૂરિ વલભીપુરમાં નાગાર્જુનસૂરિએ કરેલી આગમવાચના વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છેઃ ઉપા. વિનયવિજયજી જેવા કેટલાક વિદ્વાન એવી માન્યતા રજૂ કરે છે કે સ્થવિર દેવર્ધિગણિએ વલભીપુરમાં સિદ્ધાંતો પુસ્તકોમાં લખાવ્યા તે ઘટનાનું નામ વાલની વાચના' કહે છે અને એ કારણે કંદિલાચાર્ય અને દેવર્ધિગણિ (જેમના સમયમાં 150 કરતાં વધુ વર્ષોનોં ગાળે છે, તેમ)ને સમકાલીન માની લીધા છે. એઓ “લોકપ્રકાશમાં આ પ્રકારે જણાવે છે : वलभ्यां मथुरायां च सूत्रार्थघटनाकृते / वलभ्यां संगते संघे देवर्धिरग्रणीरभूत् / . मथुराया संगते च स्कन्दिलार्योऽग्रणीरभूत् // 1 . વલભી અને મથુરામાં સૂત્ર અને અર્થનું સંધટન-આગમ વાચનનું એલન થયું. વલભીમાં જે બમણુસંધ એકત્રિત થયો તેમાં દેવર્ધિગણિ પ્રમુખ હતા૨૭ અને મથુરામાં શ્રમણ સંઘ એકઠો થયા તેમાં સ્કંદિલ આર્ય પ્રમુખ હતા. ઉપા. વિનયવિજયજીની આ માન્યતા તદ્દન નિરાધાર છે, કેમકે “કહાવલી”માં ભદ્રેશ્વરસૂરિ આ વિષયનો ફેટ આ રીતે કરે છે: મથુરામાં કંદિલ નામે શ્રુતસમૃદ્ધ આચાર્ય હતા અને વલભીપુરમાં નાગાર્જુનસૂરિ હતા. એ સમયમાં દુષ્કાળ પડતાં એમણે પોતાના સાધુઓને ભિન્ન ભિન્ન દિશામાં મોકલી દીધા. ગમે તે રીતે દુષ્કાળનો સમય વ્યતીત કરીને સુભિક્ષના સમયમાં ફરી તેઓ એકઠા થયા અને અભ્યસ્ત શાસ્ત્રોનું પરાવર્તન કરવા લાગ્યા ત્યારે એમને માલૂમ પડયું કે પ્રાયઃ એ ભણેલાં શાસ્ત્રો પોતે ભૂલી ચૂક્યા છે. આ દશા જોઈને આચાર્યોએ શ્રુતનો વિરછેદ થતો રોકવા માટે સિદ્ધાંતનો ઉદ્ધાર કરે શરૂ કર્યો. જે જે આગમપાઠ યાદ હતો તે એ જ રીતે સ્થાપિત કર્યો અને જે ભુલાઈ ગયો હતો તેને લગતાં સ્થળ પૂર્વાપર સંબંધ જઈને વ્યવસ્થિત કરવામાં આવ્યાં. 28

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37