Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 10
________________ મૌર્યકાલથી ગુપતકાલ પરિ. કાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ અને એની પત્ની સુવ્રતાને નાગાર્જુન નામે પુત્ર હતો. એણે બાલ્યાવસ્થામાં જ એક સિંહને મારીને પિતાનું ક્ષાત્રતેજ બતાવ્યું હતું. એણે ઓષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા અને સુવર્ણરસની સિદ્ધિ કરવાનો નિર્ણય કર્યો હતો, આથી એ ઓષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા માટે જંગલ, પર્વતો અને ગુફાઓમાં રોજ ભમ્યા કરતો. એક સમયે આ. પાદલિપ્તસૂરિ સૌરાષ્ટ્રનાં તીર્થોની યાત્રા કરતા કરતા કંકાપુરી(ઢાંક)માં આવ્યા. નાગાર્જુનને આચાર્યશ્રીના આગમનના સમાચાર મળ્યા. એ જામ્યુ હતું કે આચાર્યશ્રી પારલેપ દ્વારા આકાશગામી વિદ્યાથી પ્રતિદિન પાંચ તીર્થની યાત્રા કરતા હતા. નાગાર્જુને એક શિષ્ય મારફત પોતે સિદ્ધ કરેલા રસની કૂપિકા આચાર્યશ્રીને એટએ મોકલી. આચાર્યો એ કૂપિકા એ શિષ્યની સામે જ પછાડીને ફાડી નાખી અને એમનો પિશાબ એક કાચની કૂપિકામાં ભરીને મોકલતાં જણાવ્યું કે “રસપિકા આ છે.” નાગાર્જુને એ ખોલીને જોતાં ક્ષારગંધવાળો પેશાબ છે. એમાં જાણી કૂપિકા ભાંગી નાખી, તેથી અગ્નિ પ્રગટ થતાં પેશાબવાળી બધી માટી સુવર્ણમય બની ગઈ. નાગાર્જુન તો આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયે. એ સુરિજી પાસે આવ્યો અને આકાશગામિ વિદ્યા તેમજ સુવર્ણસિદ્ધિનો. આમ્નાય જાણવા સૂરિજીની સેવા કરવા લાગ્યો. એ હમેશાં આચાર્યશ્રીના લેપવાળા પગ ધેતો અને સ્વાદ, રસ, ગંધ દ્વારા 107 ઓષધિઓ ઓળખી શક્યો. પાલેપ કરી એ થોડુંક કુકડાની જેમ ઊડશે. બે–ચાર વખત પડવાથી વાગ્યું ત્યારે આચાર્યશ્રીએ પૂછ્યું: “આ શું ? પછી તો એણે બધી હકીકત કહી દીધી. આચાર્યશ્રીએ એની કુશળતાથી ખુશ થતાં ઓષધિઓનો તમામ આમ્નાય બતાવી દીધું. નાગાર્જુને પાદલિપ્તસૂરિને રસિદ્ધિનો ઉપાય પૂ. આચાર્યશ્રીએ જણાવ્યું કે “જો તું કાંતિપુરથી પાર્શ્વનાથની મૂર્તિ લાવીને એમની સમક્ષ રસ બાંધીશ તો જ એ બંધાશે, અન્યથા નહિ. એ કાંતિપુર ગયે. કોઈ પણ પ્રકારે આકાશમાર્ગે પાર્શ્વનાથની મૂર્તિ લઈ આવી સેઢી નદીના કાંઠે રસ સાધતાં કેટિવેધી રસ સિદ્ધ થયે. આ રસના બે કંપા ઢાંક પર્વતની ગુફામાં એણે સંતાડ્યા હતા. પાદલિપ્તસૂરિએ આપેલી આ વિદ્યાના બદલામાં નાગાર્જુને પોતાના ગુરુના નમસ્મરણ માટે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર (પાલીતાણા) નગર વસાવ્યું. શત્રુંજય ઉપર જિનમંદિર બંધાવી એમાં મહાવીરસ્વામીની મૂર્તિ અને ગુરુ પાદ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37