Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 9
________________ 4 થું] અનુકૃતિક વૃજાતિ [489 | કુરુક્ષેત્ર જતા વિશ્વરૂપે પત્નીને અગ્નિહેમની આહુતિ આપવાનો આદેશ કરે તે મુજબ સુદર્શના એક બ્રાહ્મણને બોલાવવા ગઈ, પણું સુદર્શનાએ ઘેર આવી જોયું તો હુત દ્રવ્ય ખલાસ થઈ ગયાં હતાં તેથી બ્રાહ્મણને પાછો વાળે. આમ રોજ બનવા લાગ્યું. વિશ્વરૂપ કુરુક્ષેત્રથી પાછા આવ્યા ત્યારે સુદર્શનાએ બધી હકીકત કહી સંભળાવી. એક દિવસે વિશ્વરૂપે છૂપી રીતે બધું જોયું ત્યારે લકુલીશ બાળકને જ પારણામાંથી બહાર નીકળીને આહુતિ આપતો નિહાળ્યો. પિતાએ મજાકમાં કહ્યું : “ભાઈ ! તને બહુ તસ્દી પડી હશે !' ' આ સાંભળતાં જ બાળક મૂછિત થઈ ગયો. પછીથી શુદ્ધિમાં આવ્યા જ નહિ તેથી એનું શબ ગામમાં આવેલા મંદિરના તળાવમાં પધરાવવામાં આવ્યું. - આ શબ પાણીમાં જલેશ્વર લિંગનો સંસ્પર્શ થતાં સજીવન બન્યું. છોકરે પાણીમાં રમતો દેખાયો. માબાપ અને લોકોને હર્ષ થ. ઘેર આવવા વિનંતી કરી, પણ લકુલીશ ઘેર પાછો ન ફર્યો, એ તે જંગલમાં ક્યાંય અદશ્ય થઈ ગયો. ફરી એ ચક્રપુર ગામમાં પ્રગટ થયો. લોકો એની પાછળ ગયા અને માબાપે એને ઘેર આવવા વિનંતી કરી. બાળકે કહ્યું: “હું સામાન્ય જીવ નથી, પરંતુ શંકરનો અવતાર છું. હું તમને માબાપ તરીકે નથી માનતો. હું મારા પંથે જઉં છું.' એટલું કહી એ કાયાવરોહણ તીર્થ તરફ ગયે. ત્યાંના શિવાલયમાં દેવની સ્તુતિ કરી એમાં લીન બની ગયે૨૪ વાયુપુરાણ (અ. 23), લિંગપુરાણ (અ. 24), કૂર્મપુરાણ (અ. 53) અને શિવપુરાણ (સંહિતા 3, અ. 5) વગેરે પુરાણોમાં મહેશ્વર કહે છે કે 28 મા મહાયુગના કલિયુગમાં જ્યારે યાદવમાં ઉત્તમ વાસુદેવને જન્મ થશે ત્યારે હું પણ નકુલીશ્વર (લકુલીશ, લકુલી) બ્રહ્મચારી બ્રાહ્મણરૂપે અવતાર લઈશ. આ અવતાર કાયાવતાર અથવા કાયાવરોહણ નામના સ્થળમાં થશે ત્યારે ભારે કુશિક, ગાગ્ય, મિત્ર અને કૌરુષ્ય નામના ચાર તપસ્વી, યોગી, વેદપારંગત અને ઊર્ધ્વરેતા બ્રાહ્મણો શિષ્યો હશે. આ પાશુપતો શરીરે ભસ્મ ચોળીને મહેશ્વર-ગના આશ્રયથી રુદલેકમાં જશે. 25 " 9. સિદ્ધગી નાગાર્જુન જે ઢંકાપુરીના નિવાસી સિદ્ધગી નાગાર્જુને પાલીતાણું નગર વસાવ્યું તેમના વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે: '

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37