Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 2
________________ 482] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. સારી રીતે યોગસાધના કરી શકે એ માટે એમના માટે આ રીતે આહાર લેવામાં આવે છે.” આર્ય મંગૂનું શરીરરવાર્થ સારું હતું. તેઓ ઉદ્યત-વિહારી હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. એમને શિષ્ય પરિવાર પણ ઘણો હતો. આર્ય મંગૂ, આર્ય સમુદ્ર અને આર્ય સુવસ્તીના મતે વિશે નેધ મળે છે કે “આર્ય મંગૂ શંખના ત્રણ પ્રકાર માનતા હતા : 1. એકભાવિક, 2. બદ્ધાયુષ્ક અને 3. અભિમુખનામગોત્ર. આર્યસમુદ્ર બે પ્રકાર ગણાવતા: 1. બદ્ધાયુષ્ક અને 2. અભિમુખનામગોત્ર, જયારે આર્ય સહસ્તી માત્ર અભિમુખનામ ગોત્ર જણાવતા 5 2. કાલકસૂરિ સૌરાષ્ટ્રમાં ઢાંકમાં કાલકસૂરિના આગમનની અને એમના ભરૂચના પ્રસંગોની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : ઉજજેનના રાજા ગભિલે જયારે કાલકાચાર્યની બહેન સાધ્વી સરસ્વતીનું સૌંદર્ય જોઈ એને બળજબરીથી ઉપાડી પોતાના અંતઃપુરમાં રાખી ત્યારે કાલકાચાર્ય ભારે ક્ષુબ્ધ થયા. એમનું ક્ષાત્રતેજ અંદરથી પોકારી ઊઠયું ને એને બદલો લેવાની એમણે પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞા મુજબ તેઓ પારસ-કૂલ (ઈરાની ગયા અને ત્યાંના 96 શક શાહી રાજાઓને હિંદુગદેશા હિંદુસ્તાન)માં લઈ આવ્યા. તેઓ પારસથી સીધા સૌરાષ્ટ્રમાં ઢાંક નગરમાં આવ્યા. વર્ષાકાલ હોવાથી આગળ વધી શકાય એમ નહોતું તેથી ત્યાં આવેલા રાજાઓએ સૌરાષ્ટ્રનાં 96 મંડળ બનાવી દેશ વહેંચી લીધે. એ સમયે ભરૂચમાં કાલકાચાર્યના ભાણેજ રાજા બલમિત્ર અને યુવરાજ ભાનુમિત્ર નામના ભાઈઓ રાજ્ય કરતા હતા. વર્ષાકાલ પૂર્ણ થતાં એ 96 શક રાજાઓએ અને ભરૂચના બલમિત્ર સાથે મળીને ઉજેની ઉપર હુમલો કર્યો. આચાર્ય ગઈ ભિલ્લની ગર્દભ વિદ્યાને નિષ્ફળ બનાવી એને હરાવ્યો અને પોતે પ્રાયશ્ચિત્ત લઈ પોતાની બહેનને પણ સંયમમાં સ્થિર કરી. કાલકાચાર્ય એક વખત ભરૂચ આવ્યા ત્યારે રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીને પુત્ર બલભાનુએ કાલકાચાર્યની દેશના સાંભળી દીક્ષા લીધી. આથી પુષ્ટ થયેલા બલમિત્ર રાજાએ કાલકાચાર્યને નિર્વાસિત કર્યા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 37