Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005455/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ URNA વધાવો વાગ્યનમાળા QUE rrrrrrrr TTTTTTT HTTTTTTTTTTTTS | ૧૧-૧૫૧ શાહ સોદાગર જમાલ. લેખક : \ માધવરાવ ભા. કણિક ) ALL On I / નuff કિં. ૭-૪- 2 01જરાત 1 2 le quo Page #2 -------------------------------------------------------------------------- ________________ વિ ઘા થી વા ચ ન માળા. છૂટક એક શ્રેણું ૩-૦-૦ પટે જ પાંચ આના વધુ ... દશ શ્રેણીના એક સાથે ૩૦-૦-૦ . પહેલી એણુ બીજી રાણી | ત્રીજી શ્રેણી ૧ શ્રીરામ ૨૧ આદ્યકવિ વાલ્મીકિ | ૪૧ મહામુનિ વશિષ્ઠ ૨ શ્રીકૃષ્ણ | ૨૨ મુનિરાજ અગત્ય | ૪૨ મદાલસા ૩ ભગવાન બુદ્ધ ૨૩ શકુ તલા | ૪૩ રાજકુમાર ધ્રુવ ૪ ભગવાન મહાવીર | ૨૪ દાનેશ્વરી કર્ણ ૪૪ સતી સાવિત્રી ૨૫ મહારથી અર્જુન ૫ વીર હનુમાન | ૨૬ વીર અભિમન્યુ ૪૫ દ્રૌપદી ૬ ભડવીર ભીમ [ ર૭ સત્યવાદી હરિશ્ચંદ્ર ૪૬ વીર વિક્રમ ૭ સતી દમયંતી 1 ૨૮ ભક્ત પ્રહલાદ ૪૭ રાજા ભોજ ૮ કચ-દેવયાની | ૨૯ પિતૃભક્ત શ્રવણ ૪૮ કવિ કાલિદાસ ૯ સમ્રાટ અશોક ૩૦ ચેલે ૪૯ વીર દુર્ગાદાસ | ૩૧ મહામાતુલસીદાસજી ૧૦ ચક્રવર્તી ચંદ્રગુપ્ત ૫૦ મહારાણા પ્રતાપ ૧૧ રાજા ભર્તુહરિ ૩૨ ગોપીચંદ ૫૧ સિકીમનો સપૂત ૩૩ સતી પદ્મિની ૧૨ સંત તુકારામ ૩૪ સ્વામી રામકૃષ્ણ પર દાનવીર જગડુ ૧૩ ભક્ત સુરદાસ પરમહંસ ૫૭ સિદ્ધરાજ જયસિંહ ૧૪ નરસિંહ મહેતા | ૩૫ સ્વામી વિવેકાનંદ | ૫૪ જગતો. ૧૫ મીરાંબાઈ ૩ફ સ્વામી રામતીર્થ ! પપ પંડિત મોતીલાલજી ૧૬ સ્વામી સહજાનંદ ૩૭ શ્રીમદ્ રાજચંદ્ર ૫૬ સરજગદીશચંદ્ર બોઝ ૧૭ શ્રીદયાનંદ સરસ્વતી | ૩૮ પંડિત મદનમોહન પ૭ શ્રી અરવિંદ ઘોષ માલવીય ૧૮ લોકમાન્ય ટિળક ૩૯ સરક્ષર વલ્લભંભાઈ! ૫૮ વીર વિઠ્ઠલભાઈ ૧૯ મહાત્મા ગાંધી ૪ શ્રીમતી સરોજિની I૫૯ પ્રો. ઘડે કેશવ કર્વે ૨૦ રવીન્દ્રનાથ ટાગોર | નાયડુI ૬૦ શ્રી એનીબેસન્ટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ ભારતભૂમિની શોભાસમી મુંબાપુરીને એક લત્તો, આજે માનવમહાસાગરથી ઊભરાઈ રહ્યો છે. એક આલિશાન ઈમારતની પાસે મોટરો, ગાડીઓ અને મોટરસાઈકની હારની હાર ઊભી છે. આજે એક રાષ્ટ્રીય મહોત્સવ ઉજવાવાને છે. અનેક વિરોધીઓ અને અનેક શત્રએની કારમી હરીફાઈમાં પણ અખંડ ટકી રહેલી એક વેપારી પેઢીએ પોતાની માલિકીની બંધાવેલી બાદશાહી ઈમારતનું આજે ઉદ્ઘાટન થનાર છે. આજથી બે વર્ષ પહેલાં આ મકાનને પાયે નંખાયું હતું. આજે બે વર્ષે આ આલિશાન ઇમારત પૂરી થઈ છે અને ગરવી ગૂજરાતના સાચા સપૂત અદ્ધિારકારના સરદાર વલ્લભભાઈ એની ઉદ્દઘાટન ક્રિયા કરે છે. ઠરાવેલ સમય થશે. રાજીપધાર્યા, સોનાની ચાવી છે તેમાં સેનાનું તાળ ઝાલી નાખ્યું For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ અને ભવ્ય આલાશાન ઈમારત ખુલ્લી મૂકી દીધી. વીજળીની રોશનીથી મકાન ઝળાંહળાં થઈ ગયું અને જ્યાં ત્યાં સિંધિયા વહાણવટી કંપની (સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની) ની અમર કીર્તિના વિજયડ કા વાગી રહ્યો. પેઢીની આ સફળતા માટેતેના સંચાલકા અને વ્યવસ્થાપકાની યશેાંગાથાઓ ગવાઇ રહી. ૨ 131350 પણ એ બધાની પાછળ—એ બધી કીર્તિના પાયામાં એક વેપારી વીરની બહાદુરી છુપાયેલી હતી. એ મર્દ વેપારીએ આ વેપારી પેઢીને જબરી ખાટ ખાઇને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી હતી, એ વેપારવીર તે જ સર અબ્દુલ કરીમ જમાલ. ( ૨ ) ગૂજરાતની પનેાતી ભૂમિએ અનેક માનવરત્નાને જન્મ આપ્યા છે. એ જ ગૂર્જરભૂમિએ જમાલ શેઠને પણ જન્મ આપ્યા હતા. સારઠને પાદરે આવેલી જામનગરની સુંદર નગરી, એ જમાલ શેઠની જન્મભૂમિ. નાનપણમાં તે આ ભૂમિના ખેાળામાં રમેલા. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ બાળપણની સઘળી લીલાઓ તેમણે અહીં જ પૂર્ણ કરેલી અને શિક્ષણ પણ અહીંજ મેળવેલું. શિક્ષણ પૂરું થયા પછી, તેઓ રાજકેટ આવ્યા અને રાજકોટમાં કેટલોક સમય ગાળે. ત્યાંથી જમાલ શેઠ બ્રહ્મદેશની સફરે ઊપડ્યા. બ્રહ્મદેશમાં આવ્યા પછી જમાલ શેઠે પિતાની બુદ્ધિ-શક્તિને ખરેખરો ઉપયોગ કરવા માંડશે. તેમણે વેપારી તરીકેની જિંદગી શરૂ કરી. વેપારી જીવન શરૂ કર્યા પછી, તેમણે ધંધા ઉપર ખંતથી અને ઉત્સાહથી ધ્યાન આપવા માંડ્યું અને થોડા સમયમાં તેઓ રંગૂનના એકમશહૂરવેપારી બન્યા. શરૂઆતમાં તેમણે રંગૂનમાં કાપડના વેપારી તેમણે જીવન શરૂ કર્યું. આ વેપારમાં એવી સરસ પ્રગતિ કરી, કે થોડા જ સમયમાં તેમની દુકાન રંગૂનને એક નાનકડે કાપડબજાર બની ગઈ અને ઘેધમાર લક્ષ્મી તેમને બારણે આવીને ઠલવાવા લાગી. આ કાળમાં હિંદી વેપારીઓ માટે જગતના બજારોમાં કેટલેક અંશે સારો અભિપ્રાયો ન હતો. હિંદી વેપારીઓ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળાદધામાં કદી કદી ધંધાદારી અપ્રમાણિકતા ચલાવતા, અને આ કારણે તેમને માથે અપ્રમાણિકતાનું કલંક ચોટેલું હતું. જમાલ શેઠે આ કલંક ટાળવા ભારે પ્રયત્ન કર્યા. તેમની વેપારી રીતભાત એટલી ચેમ્મી, એટલી વ્યાવહારિક અને એટલી પ્રમાણિક હતી, કે તેમને થોડા જ સમયમાં રંગૂનના વેપારીઓ ” શાહ સોદાગર જમાલ ” એ નામથી ઓળખવા લાગ્યા. તેમની દુકાનેથી માલ લેનારાને છેતરાવાનો કે ભાવફેર થવાને જરા પણ ભય ન રહેતો, અને તેથી નાના વેપારીઓ તેમની સાથે જ વેપારીસંબંધ બાંધવા લાગ્યા. કાપડના વેપારે જમાલ શેઠને શાહ સોદાગરનું બિરુદ આપ્યું અને સાથે સાથે અઢળક ધનની પણ તેમને પ્રાપ્તિ થઈ. હવે તેમણે ભારતવર્ષનો વેપારીવિકાસ કરવાના સ્વપ્નાઓ સેવવા માંડ્યાં. બ્રિટન, જર્મની, અમેરિકા અને જાપાન એ દેશને લાખાને માલ આવીને ભારતને કિનારે ખડકાતો. ભારતવાસી વેપારીઓ તેના દલાલ બનીને એ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ - કાકડrest : શાહ સોદાગર જમાલ માલ પિતાના જ દેશવાસીઓને વેચતા અને તેથી વિદેશી વેપારીઓને લાખાને નફે થતું.એવી જ રીતે હિંદમાં પણ રાક્ષસી વેપારી સાહસે ઊભા કરવાની જમાલશેઠને ઈચ્છા થઈ અને તેમણે યાહેમ કરીને તેમાં ઝુકાવ્યું. બ્રહ્મદેશ એ કાળે વેપારીઓને માટે સુવર્ણભૂમિ હતા. બ્રહ્મદેશવાસીઓ સાધારણ રીતે પાછળ પડતી હાલતમાં હતા અને તેથી પરદેશીઓ પિતાના પગ બ્રહ્મભૂમિ ઉપર પસારવા માંડી હતા. ઘણું પરદેશીઓ માત્ર સેંકડો હજારો નફો કરીને તે પિસા સ્વદેશ ખેંચી જતા. જમાલ શેઠે આ પ્રણાલિકા બદલી અને તેમણે સ્વાર્થ અને પરમાર્થ બંને સાધવાની યુક્તિ છે. તેમને લાગ્યું કે વિદેશીઓની હરીફાઈમાં બ્રહ્મદેશના ખેડૂતોને તેમની મહેનતને પૂરે બદલો મળતા નથી. આથી ચોખાના વેપારની એવી રીતે ખીલવણી કરવાની જરૂર છે કે જેથી બ્રહી ખેડૂતે તેમની મહેનતને પરો બદલો મેળવી શકે, તે સાથે ભારતમાં એ ચેખે સસ્તે પરવડે For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ અને અહીંના લોકો પણ તેને લાભ પ્રાપ્ત કરી શકે. આ ઉદ્દેશથી તેમણે ચોખાને વેપાર હાથમાં લીધો અને તેની ખીલવણી કરવા માંડી. રંગૂન એ ચોખાનું મોટામાં મોટું કેન્દ્ર ગણાય છે, કારણ કે બ્રહ્મદેશમાં જે ચોખા પાકે છે તે સઘળાની નિકાશ રંગૂન બંદર દ્વારા થાય છે. અહીં ચોખાનો વેપાર કરનાર નાના-મોટા સેંકડો વેપારીઓ છે. ઘણા વેપારીઓની જાતની ખેતી છે. ઘણા વેપારીઓ ખેડૂતો પાસેથી ચોખાની ખરીદી કરે છે. ઘણું કરીને ચોખાના વેપારીઓની દરેકની મિલો હોય છે. વેપારીઓ ડાંગર ખરીદે છે, મિલોમાં તેના ચોખા બને છે અને તે રંગૂનના બંદર વાટે બહારગામ ચઢે છે. શ્રી જમાલ શેઠે આ ધંધો મોટા પ્રમાણમાં કરવાનું નિરધાર્યું અને તેમણે ચોખાની ખરીદી કરવા સામાન્ય શરૂઆત કરી. આરંભમાં તેમને આ કામમાં હાર્યા જેટલી પેદાશ થઈ નહિ, છતાં જમાલ શેઠ એવા આગ્રહી હતા. કે તેમણે ચોખાને વેપાર કંટાળીને તજી દીધે નહિ. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શાહ સેદાગર જમાલ ધીમેધીમે તેમણે આખા બ્રહ્મદેશને ચોખાને વેપાર એકહથ્થુ કર્યો અને તે સતે પરવડે એટલા માટે તેમણે મોટા પાયા ઉપર ચેખાની મિલો શરૂ કરી. ઘરની મિલો મોટી સંખ્યામાં થવાથી, જમાલ શેઠને એ ફાયદો થા, કે તેઓ ધારેલા વખતમાં જોઈતે માલ તૈયાર કરી શકવા લાગ્યા અને તે માલ તેમને સસ્તા પણ પડવા લાગ્યો. ઘણું પરદેશી વેપારીઓ, કે જેમણે આજ સુધીમાં જમાલ શેઠ સાથે વેપારી સંબંધ બાંધ્યો નહોતે, તેઓ તેમનો હવે સાથ શોધવા લાગ્યા; અને પરિણામે તેઓ ૨ગૂનના મોટામાં મોટા ચેખાના વેપારી બન્યા. ચેખાને સૌથી મોટો જથ્થો તેમના હાથમાંથી નિકાશ પામતો હોવાથી ચોખાનું ભાવિ જમાલ શેઠના નામ સાથે નિર્માણ થઈ ગયું. કોઈ પણ વેપારી, સ્વતંત્ર રીતે ચોખાને ભાવ પાડી શકે, એમ રહ્યું નહીં. જમાલ શેઠના પોતાના ખેડૂતે, પોતાની મિલો અને પિતાની અતિકુશાગ્ર વેપારી બુદ્ધિ; એ બધાને પરિણામે For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ કોઈ પણ ચાખાના વેપારીને ધંધા કરતા અટકાવી દેવા; એ હવે એમના હાથના ખેલ ગણાવા લાગ્યા. એક વેપારી ચેાખાના અમુક ભાવ નક્કી કરે, તેા તેનાથી અતિ આછે દરે માલ વેચવા, એ પણ એમને પરવડતું. આથી ચાખાના ખજારમાં જમાલ શેઠના નામના સિક્કો વાગવા લાગ્યા. . વખત જતાં બજાર પર તેમના એટલેા કાબૂ આવી ગયા કે આગલે દિવસે એ પેઢીમાંચૈાખાના જે ભાવ નક્કી થતુ, તેજ ખીજે દિવસે ખારમાં સહી થતા. વેપાર ઉપર આટલી અબેડ સત્તા જામવાને પરિણામે તેમને “ચાખાના રાજા’ “ધીકિંગઑફ રાઈસ’” એ માનવંતી પદવી લેાકા તરફથી મળી અને એ જ નામે તે આખા બ્રહ્મદેશમાં આળખાવા લાગ્યા. (૩) ચેાખાના વેપારમાં આમ અપૂર્વ સિદ્ધિ મેળવ્યા પછી, હવે તેમની દૃષ્ટિ તેલના વેપાર તરફ ગઇ. બ્રહ્મદેશમાં કુદરતે ચાખા અને શેરડીના પાક મોટા પ્રમાણમાં થાય એવી પરિસ્થિતિ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ નિર્માણ કરી છે. તે સાથે બ્રહ્મભમિમાં કેટલાક મહત્વનાં ખનિજે પણ કુદરતે નિર્માણ કરેલાં છે. એમાંની એક અગત્યની વસ્તુતે ઘાસતેલ અથવા કેરોસીન છે. બ્રહ્મદેશનો આ તેલને ઉદ્યોગ, આજે તો પૂર્ણ કળામાં છે, પરંતુ શ્રી જમાલ શેઠના કાળમાં પ્રસ્તુત ઉદ્યોગે આટલી બધી પ્રગતિ કરી ન હતી. એ ઉદ્યોગ બાલ્યાવસ્થામાં હતા અને તેને કઈ “શાહ સેદાગર” ની જરૂર હતી. - જમાલ શેઠ તેમની પેઢીમાં એક દિવસ બેઠા હતા. પેઢીના કારકુનો પોતપોતાના કાર્યમાં મશગુલ હતા અને જમાલ શેઠ સ્થિર ચિત્તે કાંઈક વિચાર કરી રહ્યા હતા. તેઓ ખુશમિજાજી અને આનંદી હતા. કોઈ દિવસ ચિંતામાં રહેતા નહિ. આજે તેઓ ચિન્તાગ્રસ્ત કેમ હશે, તેનું રહસ્ય કોઈ સમજી શક્યું નહિ. એટલામાં તેમણે તેને ખુલાસે કરી નાખ્યો. તેઓ ગ્યાસતેલના વેપારમાં ઝંપલાવવા માગતા હતા અને તે માટેની તેઓ યેજના કરી રહ્યા હતા. આ કાર્ય પાર પાડવું એ કાંઈ રમત નહતી. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ -- વિદ્યાર્થી વાચનમાળા-૮ પરદેશી વેપારી કંપનીઓ પાસે લાખની મૂડી હતી. પીઠ પાછળ રાજસત્તાનું બળ હતું. તીવ્ર વેપારી બુદ્ધિ હતી. બાટ ખાવા માટે ભર્યાભાદર્યા ધનભંડારે તૈયાર હતા. આ કંપનીઓ ઘાસતેલને વેપાર હાથ કરવા તલસી રહી હતી. આ સ્થિતિમાં ભારતને એક રહેવાસી તેમાં ઝુકાવે અને સફળતા મેળવે એ અશકય–તદ્દન અશક્ય—એકદમ અશક્ય લાગતું હતું ! પણ એ અશક્ય વસ્તુને શક્ય કરી બતાવે, એવી શાહ સેદાગર–ખાના રાજા જમાલ શેઠમાં શક્તિ હતી. તેમણે બ્રહ્મદેશમાં પ્રવાસ કર્યો. કયાં કયાં ઘાસતેલના કૂવા છે, તેને વ્યાપાર કેવી રીતે થાય છે, ઈત્યાદિ સઘળી માહિતી મેળવી અને “ધી ઈન્ડે બર્મા પેટ્રોલિયમ કંપની” નામની વેપારી પેઢી સ્થાપી. ઘાસતેલના સેંકડે કૂવા પિતાની માલિકીના બનાવ્યા અને આ પેઢીનું કામ ધમધોકાર ચાલુ થઈ ગયું. ધીમે ધીમે તેમણે એકંપની પણ એવા સારા પાયા ઉપર આવ્યું અને તેને એવી મજબૂત For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શાહ સેદાગર જમાલ બનાવી કે બ્રહ્મદેશની એક અગ્રગણ્ય ઘાસતેલને વેપાર કરનારી પેઢી થઈ પડી. જમાલ શેઠના જીવતાજાગતા સ્મારકરૂપે, આ પેઢી હજી પણ પર જાણેજલાલીમાં છે. પરંતુ આજે એ સંસ્થાની માલિકી એક પરદેશી કંપનીના હાથમાં ગયેલી છે. (૪) જમાલ શેઠે બ્રહ્મદેશના મોટામાં મોટા ધંધા ચોખા, શેરડી અને ઘાસતેલ હાથમાં લેવાને વિચાર કર્યો હતો. તેમાં ઘાસતેલ અને ચોખાના ધંધામાં તે તેમણે અપૂર્વ સફળતા મેળવી હતી. હવે તેમની દષ્ટિ શેરડીને ઘધે હાથમાં લેવા તરફ ગઈ એ જ કાળમાં જાવા અને તેની આસપાસના પ્રદેશમાં ખૂબ ખાંડ નીપજતી અને એ ખાંડને મોટામાં મેટ ઘરાક આપણો દેશ હતો. તે કાળે હિદમાં ખાંડ પેદા કરવાનાં કારખાનાં ન હતાં આથી જમાલ શેઠે બ્રહ્મદેશની ભૂમિમાં તેયાર થતી શેરડીને સદુપયોગ કરી, બ્રહ્મદેશમાં જ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિદ્યાથી વાચનમાળ–૮ હિંદી ખાંડ તૈયાર કરાવી, તે હિંદી ઘરમાં ફેલાવવાની યોજના કરી. હિંદુસ્તાનમાં વિદેશથી ૨૨ કરોડ રૂપિયાની ખાંડ આવતી હતી. એ ખાંડની કિંમત તરીકે આપવા પડતા ર૨ કરોડ રૂપિયા જેવી બાદશાહી રકમ વિદેશ ખાતે મોકલવી પડતી હતી. આ રકમથી અહીં ખાંડ તૈયાર થાય, તે તેથી અનેક ફાયદા હતા. હિંદીઓની મૂડી રોકવાને તેથી યોગ્ય ક્ષેત્ર મળતું હતું. હિંદી કારીગરોને અને મજુરોને રોજી પણ મળે એમ હતું અને હજારિની રકમ વિદેશ જતી બચી જાય એમ હતું. આવા બધા વિચારે તેમણે શેરડીમાંથી ખાંડ બનાવવાને ઉદ્યોગ આરંભી દીધે. જમાલ શેઠ જબરા સાહસિક હતા. એક વાત વિચાર્યા પછી તેને કદી ત્યાગ કરતા નહિ. ખાંડ ઉદ્યોગ હાથમાં લેવાની તેમની ઈચ્છા થઈ, એટલે તરત જ તેમણે તેને લગતી મશીનરીને ઓર્ડર આપે, અને વિલાયતથી સેંકડો રૂપિયા ખરચીને સઘળે સરંજામ મંગાવ્યા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ :શાહ સોદાગર જમાલ ૧૩ પણ આ કાર્યમાં નસીબે વેપારવીર જમાલ શેઠને સાથ ન આપ્યો. તેમની એક ભૂલ થઈ ગઈ. વિદેશીઓ આવા જ પ્રકારના ધંધો શરૂ કરે છે, ત્યારે હમેશાં તેઓ પહેલાં શાસ્ત્રીય શેઠે કરાવે છે. ફક્ત સામાન્ય વહેવારુ બુદ્ધિ ઉપર જ તેઓ આધાર રાખતા નથી. જમાલ શેઠે પણ તેમ કર્યું હતું, તો ખાંડના ઉદ્યોગને વિકાસ કરવા જતાં જે ગંભીર આંર્થિક ફટકો તેમને વેઠ પડ્યો તે કદાચ ન વેઠ પડત. શેરડીમાં અનેક જાતો હોય છે. શેરડી જેમ વધારે દળદાર અને પાણીનું પ્રમાણ ઓછું હૈય, તેમ તે શેરડીની ખાંડ વધારે પ્રમાણમાં બને છે. બ્રહ્મદેશ વષનો પ્રદેશ હોવાથી, અહીંની શેરડીમાં પાણીનું તત્વ બેહદ છે. જમાલશેઠનું કારખાનું શરૂ તો થયું; પણ આ કુદરતી કારણને લીધે, તેમને આ વેપારમાં ભારે હાનિ વેઠવી પડી. ખાંડ સારી અને સસ્તી તૈયાર થઈ શકી નહિ. ધંધા બંધ કરવો પડયો અને ernational For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા-૮ સસ્ત દરે તેમને એ મશીનરી આપી દેવી પડી. આમ કાપડ, ઘાસતેલ અને ચોખાના વેપારમાં તેઓ સેંકડો રૂપિયા કમાયા. પૂર્વજોની સંપત્તિથી અનેકગણી લક્ષ્મી પેદા કરી અને તેઓ બ્રહ્મદેશના એક સુભાગ ભારતવાસી વેપારીગણવા લાગ્યા. વેપારની ખીલવણી અને જાળવણી માટે જે સચ્ચાઈ, પ્રમાણિકતા અને નીતિ હોવાં જોઈએ, તે તેમનામાં સેએ સો ટકા હતાં. આથી તેઓ એક સફળ વેપારી તરીકે અમર નામના. મેળવી શકયા. આ રીતે તેમણે સ્વબળથી લાખ રૂપિયા મેળવ્યા, પણ આમેળવેલું ધન બીજા શ્રીમંતોની. માફક તેમણે મોજશોખમાં પૂરું કરી નાખ્યું નહિ. તેમણે મેળવેલા ધનને મોટામાં મોટો. ઉપયોગ દેશસેવામાં, વેપારવૃદ્ધિમાં અને વિદ્યાપ્રચારમાં કર્યો. એ વાત પ્રસિદ્ધ છે, કે આપણે દેશ કુદરતી રીતે નાવિક દેશ છે. જગતના ઘણા દેશે જોશો તે માલુમ પડશે, કે તેને સાગરરાજનાં દર્શન For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ ૧૫ પણ થતાં નથી. આપણે જ પાડોશી અફગાનિસ્થાન, એનાં બાળકને સ્વદેશ છોડ્યા વિના સાગરે કે હશે એની કલ્પના પણ આવી શકે એમ નથી, ત્યારે હિંદની ભૂમિને કુદરતે ત્રણે બાજુથી સાગરથી ઘેરી લીધી છે. આપણા અતિ પ્રાચીન વેદગ્રંથોમાં આપણું પૂર્વજોના સાગરપ્રવાસનાં વર્ણન છે. નાવિક વિદ્યા આપણા દેશમાં જન્મી હતી, વિકસી હતી, અને પૂર્ણતાએ પહોંચી હતી. ત્રણસો વર્ષ ઉપર છત્રપતિ શિવાજી મહારાજે પિતાનું નૈકાસૈન્ય ઊભું કર્યું હતું. આમ વહાણ બાંધવાને ઘધે આપણે એક મહાન ઉદ્યોગ હતો, તે ઘધે નાનોસૂનો ન હોઈ શકે. પણ અંગ્રેજો અને પરદેશીઓ આપણા દેશના રાજકર્તા બન્યા પછી, તેમણે આપણી નાવિકળાને નાશ કરવાના પદ્ધતિસરના પ્રયત્ન કર્યો. હિંદને વહાણવટી તરીકેને ઘધે ભાંગ્યો અને એક મહત્ત્વને ઉદ્યોગ આપણે ખાઈ નાંખે. આજે હિંદુસ્તાન અને પરદેશ વચ્ચે ૪૦ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિદ્યાથી વાચનમાળા-૮ કરોડ રૂપિયાના માલની લાવે લઈ જા દરિયામાર્ગે થાય છે અને દર વર્ષે ૩૦ લાખથી વધુ પ્રવાસીઓ હિંદમાંથી પરદેશ જાય છે તથા આવે છે. આ કાર્યમાં કુલ જે વહાણરોકાયાં છે, તેમાં દર સે વહાણે ૬૪ અંગ્રેજોની માલિકીનાં છે, ૩૪ વહાણુ બીજા પરદેશીઓની માલિકીનાં છે અને ફક્ત સે વહાણે એક વહાણ આપણી ભારતીય માલિકીનું છે. પણ વર્ષો પૂર્વે તે એ સ્થિતિ પણ નહતી. તે વખતે થોડાક માણસોએ મળી. સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની નામની. વહાણવટુ કરનારી હિંદી પેઢીની સ્થાપના કરી. આ પેઢીના સ્થાપક એટલા બધા હોશિયાર, દીર્ઘદર્શી અને વેપારમાં કુશળ હતા, કે થોડા જ સમયમાં તેમણે પેઢીને ખૂબ સારી સ્થિતિ ઉપર લાવી મૂકી. હિંદી પેઢીની આ પ્રગતિ પરદેશી કંપનીઓને ગમી નહિ. પોતે વહાણવટાને. વેપાર આજ સુધી એકલે હાથે કરેલો, તેમાં હવે હિંદી હરીફ ઊભું થાય, અનેતે કમાણીમાં હિસ્સા પડાવે, એ તેમને સચ્યું નહિ. તેમણે For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ અનેક રીતેસિ ંધિયા સ્ટીમ નેવીગેશન (નાકાનયન) પેઢી સાથે હરીફાઈ કરીને તેને સુવાડી દેવાના પેતરા ભરવા માંડયા ! પેઢીએ ધીમે ધીમે પેાતાનાં વહાણા બ્રહ્મદેશ તરફ પણ લંબાવ્યાં. કલકત્તા, મુંબઈ અને રંગૂન વચ્ચે પણ સિંધિયા નાકાનયન પેઢીના વહાણા દોડવા લાગ્યાં. આ પ્રગતિ તાડી પાડવા પરદેશી કંપનીઓએ એમ જાહેર કર્યું` કે જે વેપારીઓ તેમનીસ્ટીમરોમાં માલ મેાકલણે તેમને વળતર આપવામાં આવશે. આમ વળતરથી પરદેશી કંપનીની સ્ટીમરો દ્વારા માલ મોકલવાનુ ઘણું જ પરવડવા લાગ્યું. આ નીતિને લીધે વેપારીએ પરદેશીક પનીના વહાણામાં ચાખાની ગુણા મોકલવા લાગ્યા. તેમને તે સસ્તી પડવા લાગી અને જે વેપારીએ સિધિયા પેઢીનાં વહાણામાં માલ મેાકલવા લાગ્યા, તેને તે માંધા પડવા લાગ્યા અને તેથી તેમના વેપાર ભાંગવા લાગ્યા. પરિણામ એ આવ્યુ કે દેશી વેપારીઓ પણ વિદેશી પેઢીની સ્ટીમરામાં માલ મોકલવા લાગ્યા અને સિધિયા ૧૭ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ . વિદ્યાથી વાચનમાળા-૬ પેઢીને એ દિશા બંધ કરવાનો સમય આવી. પહોંચ્યો. શ્રી જમાલ શેઠ જેવા દેશભકત,હિંદને વેપાર – ઉદ્યોગેથી ભર્યભાદર્ય જોવાની આશા રાખતા નરવીર આ જોઈ શકયા નહિ.પરદેશી કંપનીઓએ કોઈ પણ ભોગે સિંધિયાની પેઢીને સુવાડી દેવાને નિશ્ચય કર્યો. તે જમાલ શેઠે કઈ પણ ભોગે સિં-- ધિયા–પેઢીને મદદ આપવાનો નિશ્ચય કર્યો. તેમણે એક એવું ભગીરથ કાર્ય કર્યું કે જેથી હિંદી નકાનયનના ઈતિહાસમાં શ્રી જમાલશેઠનું નામ અમર થઈ ગયું. ઈ. સ. ૧૨૧માં વહાણવટી પેઢીઓની હરીફાઈએ ઘણું તીવ્ર સ્વરૂપ પકડ્યું અને એ વર્ષમાં એક પણ વેપારીએ રંગૂન લાઈન માટે સિંધિયાની એક પણ સ્ટીમરને એક પિસાભાર કામ પણ ન આપ્યું ત્યારે વેપારવીર જમાલ શેઠે એકલાએ જ વળતરની પરવા કર્યા વિના સેંકડોની બેટ ખાઈને સિંધિયા પેઢીની એકેએક સ્ટીમર પિતાના માલથી ભરચક ભરી દેવાને, For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ ૧૯ ઠરાવ કર્યો. આખું વરસ સિંધિયા પેઢીની બ્રહ્મદેશ માર્ગ ઉપર જેટલી સ્ટીમરો ફરતી હતી, તે બધાને પોતે કામ આપ્યું. એ વર્ષ દરમિયાન પ૬ લાખ મણ કરતાં પણ વધારે ચેખા તેમણે સિંધિયા પેઢીની ટીમ દ્વારા વિદેશ મોકલ્યા અને સિંધિયા પેઢીનો બ્રહ્મી વેપાર ટકાવી રાખે. એનું પરિણામ ઘણું ઘાતક આવ્યું. જમાલ શેઠને મોટી બેટ ગઈ. તેમને ચેખાને વેપાર, લગભગ તૂટી ગય! પણ તેમના આ ભેગથી. સિંધિયા નકાનયન પેઢીને ઘણો લાભ થયો. પેઢીના કાર્યવાહકોની હિંમત ખૂલી ગઈ અને તેઓ મોટી સફરો માટે પણ તૈયાર થયા. શ્રી. જમાલ શેઠના આ સાહસનું વર્ણન સિંધિયા નિકાયન પેઢીના પ્રમુખ શેઠ વાલચંદ હીરાચંદ નીચેના શબ્દોમાં કરે છે. તેઓશ્રી લખે છે કે: “સિંધિયા પેઢીની. સ્ટીમર “ ફાબી'એ બર્માના કિનારા ઉપર જાનવારી ૧૯૨૧માં પહેલી જ વાર કંપનીને વાવટે ફરકાવ્યો અને ત્રણ દિવસ જેટલી અતિશય ટૂંકી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦. વિદ્યાર્થી વાચનમાળા-૮ મુદતમાં ૬૪૦૦ ટન ચોખા ઉપાડયા. એનું પરિણામ એ આવ્યું, કેબ્રિટિશ વહાણવટાવાળાઓિમાં સનસનાટી ફેલાઈ ગઈ અને તેઓએ પોતાની આગળની રીતભાત મુજબ જ આ કંપની જે પિતાનું કામકાજ ચાલુ રાખશે, તો તેઓ તેની બરાબર ખબર લઈ નાખશે, એ મતલબની ધમકી આપી! અમારી સ્ટીમરોને માલ આપવાની પણ કોઈ હિંમત કરી શકયું નહિ. વેપારીઓ ઉપર વળતરને એટલો બધો સકંજો હવે, કે આ રાષ્ટ્રીય સાહસ તરફ તેઓની ઘણી જ સહાનુભૂતિ હોવા છતાં પણ, તેઓથી આપણી સ્ટીમરોને ટેકો આપવાનું બની શકયું નહિ; પરંતુ બ્રિટીશ વહાણવટાની પૂર્ણ સત્તાના એ દિવસમાં પણ એ એક શાહ સોદાગર હતા, કે જેણે પોતાની હિંમત અને દેશદાઝથી વળતરની મજબૂત બેડીઓ તેડી. “આ શાહ સોદાગર તે સર અબ્દુલ કરીમ જમાલ. સર અબદુલકરીમ જમાલબહુ જ દૂરદર્શી હતા. વહાણવટાને ઈતિહાસ જ્યારે પણ લખવામાં આવશે, ત્યારે આ કંપનીને પોતાનું અસ્તિત્વ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ ૨૧ ટકાવીરાખવામાં મદદરૂપ થનાર તરીકે અનેક પુનીનાપહેલા હિતચિંતક તરીકે સર અબ્દુલકરીમ જમાલનુ નામ સુવર્ણ અક્ષરે કાતરાઈ રહેશે.’ ( ૫ ) શ્રી જમાલ શેઠ સ્વભાવેજ પરોપકારી,વિદ્યાવિલાસી અને ઉદાર હતા. તે લાખા રૂપિયા મેળવતા અને તે પરાપકારમાં વાપરતા. તેમના ખારણેથી કદી કાઈ યાચક અથવા કાઈ જાહેર કાર્યકર્તા દાન મેળવ્યા વિના પાછેા ફરતા નહિ. વિદ્યાપ્રચાર પાછળ તે ઘેલા હતા. તેઓ અને તે માટે હજારનું દાન આપતા. રંગૂનમાં શ્રી જમાલ શેઠ પેાતાને ખરચે એક માટી કન્યાશાળા ચલાવતા હતા. વળી રંગૂનમાં કાઈ પણ હાઈસ્કૂલમાં ફારસી ભાષા શીખવવાની સગવડ નહતી. સરકાર એવા દાવો કરતી હતી, કે ફારસી શીખનારા વિદ્યાર્થીઓ ન મળવાથી સરકાર ફારસી શિક્ષણ માટે ખર્ચ કરવા માગતી નથી. આ છૂટી ટાળવા તેમણે દરમહિને ચારસા રૂપિયા મદદ આપવાનું ઠરાવી રંગૂનમાં ફારસી ભાષાના શિક્ષણની વ્યવસ્થા કરાવી હતી. એમ કહેવાય For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિદ્યાથી વાચનમાળા-૮ છે કે કેળવણીની પાછળ તેમણે લાખો રૂપિયા ખર્ચા છે. હિંદુસ્તાન અને બ્રહ્મદેશનો તેમને બારણે ગયેલો એક પણ કેળવણીકાર દાન લીધા વિના પાછો ફર્યો નથી. સેંકડો જ કેળવણી માટે તેમને દ્વારે ગયા છે અને હજારોનાં દાન લઈને તેઓ પાછા ક્યું છે. કહેવાય છે કે તેમણે કેળવણી પ્રત્યે જે મમતા બતાવી છે અને જે ઘન આપ્યું છે, તેને કાંઈ છેડો નથી! એને હિસાબ ગણવે મુકેલ છે! ઈ. સ. ૧૯૧૪થી ઈ. સ. ૧૯૨૪ સુધી સમય એ શ્રી જમાલ શેઠને માટેનો કીર્તિકાળ હતા. તેમની આ દાનવીરતા અને સ્વદેશપ્રેમ જોઈ, સરકારે તેમને “સર”નો ઈલ્કાબ આપે હતા અને તેમની દાનશીલતાની કદર કરી હતી. તેમના સાથીઓ કહે છે કે દાન કરવામાં તેઓ “ધૂની' હતા!કોઈ પણ માણસ કેળવણીને નામે તેમની પાસેદાન માગત, તો તેઓ તેને કોઈ વાર તો ઘણી મેટી રકમ આપી દેતા. તેમણે લગભગ સિત્તેરેક વર્ષની લાંબી જિંદગીભેળવી, વેપારવીર અને શાહ સોદાગર તરીકેની કીર્તિ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શાહ સોદાગર જમાલ ૨૩ કાયમ રાખી, છેવટે આ સંસારમાંથી વિદાય લીધી હતી. તેઓ ચુસ્ત ભારતવાસી હતા. દરેક સારે પ્રસંગે તેઓ કચ્છી મેમણ મુસલમાનને જ પોશાક પહેરતા અને પોતાનું ગૂજરાતીપણું જાળવી રાખતા. તેમને સ્વભાવ નિખાલસ અને ઉદાર હતો. દેખાવે તેઓ ઊંચા અને કદાવર તથા શરીરે હૃષ્ટપુષ્ટ હતા. મોટું વિશાળ હતું. હાથ લાંબા હતા અને પડછંદ દેહનો ખ્યાલ આપતા. માથે કચ્છી મેમણનો ફેટ અથવ પાઘડી શોભતી અને ડિલ ઉપર જામે ધારણ કરતા તથા એ જ ઢબને કેટ પહેરતા. વેપાર ધંધાને માટે તેમને વારંવાર મુંબઈ આવવું પડતું. આથી તેઓ મુંબઈના વેપારી વર્ગમાં પણ જાણીતા હતા. નમ્ર સ્વભાવ અને ઉદારતા તેમનાં ખાસ લક્ષણે હતાં. ગૂજરાતીપણું તેમના રક્તના બુંદેબુંદે વ્યાપેલું હતું. તેઓ વેપારી ભૂમિમાં વેપારી ન્યાતિમાં જન્મ્યા For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિદ્યાર્થી વાચનમાળા-૮ હતા, દેશભક્ત વ્યાપારી તરીકે જીવ્યા હતા અને સફળ રીતે જીવનવ્યાપાર ચલાવી શાહદાગરની, અમરકીર્તિ મેળવી હતી. આજે તેઓ આ જગતમાં નથી, પરંતુ તેમની કીર્તિ ગુજરાતની વેપારી. અસ્મિતાને પુકારતી હજી હિંદભરમાં ઊભી છે. આભાર શ્રી જમાલ શેઠ એટલે ચાલુ પચ્ચીસીના વેપારી વીર. છતાં દિલગીરીની વાત છે કે તેમનું જીવનવૃત્તાંત મેળવતાં અમને પારાવાર મુશ્કેલી પડી છે. ઘણું રખડવું પડ્યું છે. જેઓ એમને. માટે કંઈ જાણતા હતા, તેઓ કાંઈ કહેવા તૈયાર ન હતા. કહેવા ઈચ્છનારાઓ જાણતા ન હતા. આ જીવનવૃત્તના અંકોડાં પુરવામાં “મુસ્લિમ ગુજરાત” ના તંત્રી શ્રીયુત મુનાદિ સાહેબ, રાંદેર સ્ટોરના માલિક તવારા એ. ઇલેકટ્રીક વર્કસના મલક, એમણે નોતાં કામ ખેતી કરી અને સેવાભાવે અને નિર્ણપણે ખૂબ મદ ફરી છે તેની લે મમ્રભાવે આભાર માને છે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - નેહરુ ચોથી એણુ ! ૮૭ ગુરુ ગોવિંદસિંહ ! ૧૧૨ સ્વ. હાજીમહમ્મદ ૬૧ શ્રી ગજાનન ૧૧૩ વીર લધાભા ૮૮ રણજિતસિંહ ૮૯ લક્ષ્મીબાઈ ૧૧૪ સૌંદર્યધામકાશ્મીર ૬૨ શ્રી કાર્તિકેય ૯૦ શ્રી કેશવચંદ્રસેન ૧૧૫ નૈનિતાલ ૬૩ ચંદ્રહાસ ૯૧ શ્રી ઈશ્વરચંદ્ર ૧૧૬ ગિરનાર ૬૪ ભક્ત સુધન્વા ૧૧૭ દ્વારકા ૬૫ શ્રીહર્ષ વિદ્યાસાગર ૧૧૮ પાટનગર દિલ્હી ૬૬ રસકવિ જગન્નાથ ૯ર મહાદેવ ગોવિંદ ૧૧૯ મહેસુર, ૬૭ ભક્ત નામદેવ - રાનડે ૧૨૦ તાજમહાલ | ૬૮ શ્રી હેમચંદ્રાચાર્ય ૯૩ દાદાભાઈનવરોજી ! ૬૯ છત્રપતિ શિવાજી સાતમી શ્રેણી ૯૪ શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે ( ૭૦ સમર્થ સ્વામી ૯૫ સ્વામી શ્રદ્ધાનંદજી રામદાસ ૧૨૧ શ્રી કષભદેવ ૯૬ શ્રી ગોવર્ધનરામ ૭૧ ચાંદબીબી ૧૨૨ ગોરક્ષનાથ ૭૨ ગુરુ નાનક ૯૭ શ્રી જવાહરલાલ ૧૨૩ વીર કુણાલ ૭૩ મહાત્મા કબીર ૧૨૪ અકબરશાહ. ૭૪ ગૌરાંગ મહાપ્રભુ ૯૮ સુભાષચંદ્ર બોઝ ૧૨૫ મહામંત્રી મુંજાલ કપ લાલા લજપતરાય ૯૮ શ્રી સેનગુપ્તા | ૧૨ ૬ કવિ દયારામ ૧૦૦ તારામંડળ | ૧૨૭ જયકૃષ્ણ ઈદ્રજી ૭૬ શ્રી ચિત્તરંજનદાસ ! ૭૭ શ્રી ત્રિભુવનદાસ ૧૨૮ શ્રી સયાજીરાવ છઠ્ઠી શ્રેણી ગાયકવાડ ગાજર / ૧૦૧ મહાદેવી સીતા | ૧૨૯ મહાવીરપ્રસાદ ૭૮ શ્રી સુરેન્દ્રનાથ ! ૧૨ નાગાર્જુન દ્વિવેદી બેનરજી ! ૭૯ શ્રી વિજયધર્મસરિ ! ૧૦૩ કર્મદેવી અને મેવા- નાલા ૧૩૦ મહાકવિ નાલા તેની વીરાંગનાઓ | ૧૩૧ પ્રો. રામમૂર્તિ { ૮૦ બાબુ રાજેન્દ્રપ્રસાદ | ૧૦૪ વીર વનરાજ | ૧૩૨ અબદુલગફારખાન - પાંચમી શ્રેણી ૧૦૫ હૈદરઅલી | ૧૩૩ સોરઠી સંતો ૧૦૬ મહાકવિ પ્રેમાનંદ] ૧૩૪ નેપાલ૮૧ પાર્વતી ૧૦૭ સર ટી. માધવરાવ, ૧૩૫ મહાબળેશ્વર ૮૨ શ્રીશંકરાચાર્ય ૧૦૮ જામ રણજીત " ૧૩૬ અમરનાથ ૮૩ શ્રીમદ્ વલ્લભાચાર્ય ૧૩૭ બદરી–કેદારનાથ ૮૪ શ્રી માધવાચાર્ય ૧૦... ઝંડુભટ્ટજી ૧૩૮ કલકત્તા ૮૫ શ્રી રામાનુજાચાર્યT.૧૧૦ શિપી કરમારકર ૧૩૯ પાટણ ૮૬ મહારાજા કુમારપાળ ૧૧૧ કવિ દલપતરામ | ૧૪૦ અનુપમ ઈલુરા - - - - - - For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ @ વિ શાથીં વાચન માળા છે [ પુસ્તિકાઓના સવ" હકક પ્રકાશકને સ્વાધીન ] કે પુસ્તિકાની કી, 9-4-6 આઠેમી શ્રેણી | નવમી શ્રેણી દામી શ્રેણી - 3-0-0 - 3-9-0 141 ગુરુ દત્તાત્રય | 16 1 શ્રી જ્ઞાનદેવ 181 શ્રી એકનાથ 142 ઉદયનું-વત્સરાજ ૧ર શ્રી સિદ્ધસેનદ્રિવાકર 182 હજરત મહેમદ પુયુ મમ્મર 147 મહાતમા આનંદધન 1 6.3 ઉપા. યશોવિજય 1 64 વીર બાલાજી 183 અા રથુસ્ત 14$ વસ્તુપાલ-તેજપાલ 16 5 નાના ફુડનવીસ અહ૯યાબાદ 145 સામૂળ 16 6 શ્રીદ્ધિજેન્દ્રલાલરાચ. 185 ડો. અસારી 14 6 કવિ નર્મદ 16 7 રાજારામે હનરાય 186 શ્રી રમેશચંદ્રદત્ત 147 વીર સાવર્કર 148 જમશેદજી તાતા 1 6 8 શ્રી અમૃતલાલાશ્કર 187 જયાલક્ષ્મીપ ડિત 14 કવુિં કલાપી 169 5, વિદગદિગમ્બર 188 શ્રી કેbણંમતિ 189 સંતકવિ પઢિયાર 15 ગ્રા. સી. વી. રામન 170 શ્રી રામાનંદચેટરજી 190 ચિત્રકાર રવિવર્મા | 151 શાહ સોદાગરમાલ 11 થીગરીનલીલા છે 191 શ્રી શરબાપુ ૧૭ર શ્રી પ્રફુલચંદ્ર રાય ૧દર સારના ૧૫ર શિલાંગ 173 મો. અસુલ કલામ 153 શ્રીમતી કસ્તુરબા બુહારવટિયા આઝાદ 193 મોતીભાઈ અને , 154 દાજી લીંગ ૧૭૪શ્રીરાજગે પાલાસારી 194 શ્રા 155 ઉતાકામ ૧૭પ પાવાગઢ 15 6 જગન્નાથપુરી 196 ગામડેશ્વર 157 કાશી Serving Jin Shasana 197 મુમદાવાદ 158 જયપુરુ 198 સુખનો 15 હૈદ્રાબાદ - 031350 199 ડોદરા 814d yt gyanmandir@kobatirth.org - 200 ગીરનાં જંગલ પ્રશિક : શુ ભુલાલ જગશીભાઠ 8 ગૂજર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીસ્તા : અમદાવાદ મદ્રક : ગાવેલાલ જશોદા : શા 2 દા સ દ હB12 ઉણ થી આ મસ્વિાદ સામે 8 અમદાવાદ,