SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સોદાગર જમાલ ૨૩ કાયમ રાખી, છેવટે આ સંસારમાંથી વિદાય લીધી હતી. તેઓ ચુસ્ત ભારતવાસી હતા. દરેક સારે પ્રસંગે તેઓ કચ્છી મેમણ મુસલમાનને જ પોશાક પહેરતા અને પોતાનું ગૂજરાતીપણું જાળવી રાખતા. તેમને સ્વભાવ નિખાલસ અને ઉદાર હતો. દેખાવે તેઓ ઊંચા અને કદાવર તથા શરીરે હૃષ્ટપુષ્ટ હતા. મોટું વિશાળ હતું. હાથ લાંબા હતા અને પડછંદ દેહનો ખ્યાલ આપતા. માથે કચ્છી મેમણનો ફેટ અથવ પાઘડી શોભતી અને ડિલ ઉપર જામે ધારણ કરતા તથા એ જ ઢબને કેટ પહેરતા. વેપાર ધંધાને માટે તેમને વારંવાર મુંબઈ આવવું પડતું. આથી તેઓ મુંબઈના વેપારી વર્ગમાં પણ જાણીતા હતા. નમ્ર સ્વભાવ અને ઉદારતા તેમનાં ખાસ લક્ષણે હતાં. ગૂજરાતીપણું તેમના રક્તના બુંદેબુંદે વ્યાપેલું હતું. તેઓ વેપારી ભૂમિમાં વેપારી ન્યાતિમાં જન્મ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005455
Book TitleShah Sodagar Jamal
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik
PublisherGurjar Granthratna Karyalay
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy