Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna
Author(s): Nemichandra Muni
Publisher: Ambubhai M Shah
Catalog link: https://jainqq.org/explore/035227/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Tolkèä Ð *alcobllb {ll313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 542200o 1362 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ સાધુસાધ્વી શિબિર સંયોજના મુનિ નેમિચંદ્રજી સાધુસાધ્વીઓના વર્ગથી સૌથી મોટો લાભ એ થશે કે વિચારેની સ્પષ્ટતા થઈ જશે. કેન્દ્રસ્થાને એમાં...સાધુસાવીઓ રહેવા વક્રી હેઈ આ ... ફિરકાઓને નજીકમાં આવવાનું પ્રબળ નિમિત્ત મળશે. સાધુ વર્ગ પોતે જ આગળ થઈને આ રીતે લાંબા સમય સાથે રહી ચાસ દય પૂર્વક વિચારવિનિમય કરે તે પ્રસંગ આ પહેલે છે. આ દેશમાં ઋષિ મુનિઓ અને લોક સેવકે કેઈપણ અહિંસક ક્રાંતિમાં મોખરે રહ્યાં છે. હવે નવાયુગનાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓના માર્ગદર્શન તળે ગામડાં અને લોકસેવકે સંગઠિત બની માત્ર રાજકારણ ઉપર નહિ, વિશ્વનાં તમામ ક્ષેત્રે સામુદાયિક અહિંસાનું પ્રભાવશાળી કાર્ય કરી બતાવે એ જરૂરી છે. આત્મ કલ્યાણ સાથે સહજ સહજ સામાજિક કલ્યાણ થાય એના કરતાં બીજે કયો લાભ સર્વોત્તમ હોઈ શકે?” સતઆલ” પ્રકાશક: અંબુભાઈ મ. શાહ મંત્રી, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુદી, . ભુરખી, તા. ધોળકા જિ. અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ......એક સાધુ એક વાત કહે, બીજા સાધુ પેલા સાધુથી તદ્દન ઊલટી વાત કહે. આ રીતે અલગ અલગ અને પરસ્પર વિરોધી પ્રરૂપણા (ઉપદેશ) ને કારણે કશી નોંધપાત્ર પ્રગતિ થતી નથી... અહિંસાની જરૂરિયાત વિષે તે જેન અને વૈદિક અને સંપ્રદાયના સાધુસાધ્વીઓ એક મત છે; તે પછી અહિંસા, સત્ય, ન્યાય અને નીતિ વ્યક્તિગત અને સમાજગત જીવનમાં આ યુગે શી રીતે આવી શકે? એવા ઉપદેશમય શિક્ષણની જરૂર સાધુસાધ્વીઓને પ્રથમ તકે નથી તે કોને છે ? જે ધર્મની વ્યાસપીઠ જ જગતની માનવજાતને એક કરવાની હોય અને એ માનવજાતની શ્રદ્ધાપાત્ર વ્યક્તિઓ દ્વારા યોગ્ય તેમજ નિ:સ્પૃહી રીતે કામ કરાવવાનું હોય તે તે માટે સૌથી યોગ્ય સાધુસાધીઓ સિવાય બીજું કોઈ ભાગ્યે જ હોઈ શકે. આ દિશામાં વ્યક્તિગત સાધુસાધવીઓ જ આગળ આવી શકશે. આમ આ વર્ગ (શિબિર) માત્ર સાંભળવા કે શીખવા માટે નથી, પણ ભારતીય અહિંસા-પ્રધાન ધર્મને પ્રચારવા આચરવાની જે ઘડી આવી લાગી છે, તે ક્રાંતિની મસાલ ધરનારા અગ્રણીઓ તૈયાર કરવા માટે છે.” સંતબાલ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વી શિબિર સયાજના પ્રાસ્તાવિક ભારતવર્ષ હજારા વરસાથી સાધુ સ ંતાનુ પૂજ્ય રાષ્ટ્ર રહ્યું છે. ભારતીય સંસ્કૃતિને સાચવી રાખવામાં સાધુ સન્યાસીઓએ પોતાના મહત્ત્વના ફાળા આપ્યા છે. માનવ જીવનના દરેક ક્ષેત્રે–સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક શૈક્ષણિક, આધ્યાત્મિક, વગેરે ક્ષેત્રામાં–હુંમેશથી સાધુસાધ્વીઓની નૈતિક-ધાર્મિક પ્રેરણા અને ચેકી રહી છે. સમાજથી નિર્લેપ રહીને, નિઃસ્પૃહભાવે સમાજમાં પેદા થનારી વિકૃતિઓ, ગરબડે વગેરેને મટાડવાના પ્રયત્ન પ્રાચીન કાળથી સાધુવ કરતા રહ્યો છે. એને લીધે તેને વિશ્વનાં બધાં પ્રાણીઓને માબાપ, રક્ષક અને વિશ્વબંધુ કહેવામાં આવ્યા છે. આજે પણ કેટલાક નામાંકિત સાધુસાધ્વી પોતાની આ જવાબદારીને પૂર્ણ રીતે નભાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ મોટે ભાગે આજના સાધુસાધ્વીઓ બિન જવાબદાર, સેવાહીન, કહીન, સાંપ્રદાયિકતાથી ઘેરાયેલા, અંધવિશ્વાસુ અને પેાતાની પૂજા-પ્રતિષ્ઠા માટે આડ ંબર પરાયણ તથા અનીતિમાન ધનિકાને પ્રત્યક્ષ-પરેક્ષ રીતે પ્રતિષ્ઠા આપનાર થઈ ગયાં છે. સાધુ સંસ્થાની આવી Àાર નિદ્રાને કારણે આજે જગત્ વિનાશાન્મુખ, પતનેાન્મુખ થઇ રહ્યું છે. વિશ્વની બધી વ્યવસ્થા વેરણ છેરણ થઇ રહી છે. સમાજર્ચના ધર્મપ્રધાન થવાને બદલે અ કામ–પ્રધાન થઇ રહી છે. ચારે બાજુ ચારિત્ર્યહીનતા, વિલાસિતા, અન્યાય, અનીતિ, શોષણ, સંગ્રહવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ભ્રષ્ટાચાર, કૂરતા, સ્વાર્થ અને મેહનું રાજ્ય જામી રહ્યું છે. એવે સમયે જે સાધુ સંસ્થા ઉદાસીન અને અકર્મણ્ય થઈને માત્ર પિતાના સંપ્રદાયની ચાર દીવાલમાં બંધ થઈને રહેશે તો આજે સાધુસાધ્વીઓ પ્રત્યે જે થેડી ઘણું શ્રદ્ધા રહી છે, તેને લુપ્ત થતાં વાર નહિ લાગે અને એક દિવસ સાધુનું સમાજમાં કોઈ સ્થાન રહેશે નહિ. સાધુસાધ્વીઓની જરૂર સાધુસાધ્વીઓની જરૂરત દરેક યુગમાં રહી છે ને રહેવાની છે. જગતને આજે જેટલો વિકાસ થયે છે, તેમાં સાધુસાધ્વીઓનો ફાળે એ નથી; કેમકે, જગત વિનીમયને આધારે ટકે છે, જ્યારે સાધુતાને આધારે પ્રગતિ કરે છે. યુગે યુગે આવાં સાર્વજનિક કાર્યો હોય છે, જેને માટે વ્યવસ્થિત અને વ્યાપક દૃષ્ટિવાળાં સાધુસાધ્વીઓની જરૂર રહે. છે. આજે પણ સાધુસાધ્વીઓની સામે પોતાની જવાબદારીના ઘણાં કાર્યો પડ્યાં છે; જે સંપન્ન કરવા માટે વ્યાપક દષ્ટિવાળાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની જરૂર છે. સાધુસાધ્વીઓનાં કાર્યો આમ તે સાધુસાધ્વીઓની સામે વિશ્વનું વિશાળ કાર્યક્ષેત્ર પડ્યું છે, અને તેમની જવાબદારી છે કે તેઓ પ્રાણમાત્રના વત્સલ હોવાને લીધે વિશ્વના પ્રાણુઓનું આત્મરક્ષણ અને કલ્યાણના કાર્યો કરે. કેટલાંક મુખ્ય કાર્યો આ છે – (૧આજે વિજ્ઞાને જગતને સ્થૂળ રીતે અત્યંત નજીક લાવવાને પ્રયાસ કર્યો છે, પણ વિશ્વને હૃદયની નજીક લાવવા પ્રયાસ હજી કરવાને છે. તે માટે રાષ્ટ્રની અતિરિક બાબતોમાં તથા અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ઊભી થયેલી તંગદિલીને દૂર કરવા માટે મધ્યસ્થ પ્રચાર મગ અને શાંતિસેના વિગેરે દ્વારા અહિંસાના અનેકવિધ પ્રાગ કરવાનાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ (૨) આજે સંગઠનને યુગ છે. સત્ય, અહિંસા, ન્યાય, નીતિ વગેરે ધર્મોને સામુદાયિક પ્રયોગ થયા વગર આજના વિશ્વની ગતિવિધિને ધર્મના રંગથી રંગવી બહુ મુશ્કેલ છે. એટલે નીતિ અને ધર્મને સામુદાયિક પ્રયોગ કરવા માટે ત્રણ ચાર સંગઠનને નૈતિક ધાર્મિક પ્રેરણા આપી તૈયાર કરવાના રહેશે, જેથી આખા વિશ્વમાં પ્રયાગ થઈ શકે. (૧) ગામડાંઓને ધર્મ બળથી એકત્રિત કરી વ્યવસ્થિત ગ્રામ સગઠન દ્વારા શુદ્ધ લોકશકિત તૈયાર કરવી. (૨) સર્વાગી દષ્ટિથી સમાજ રચનાના કાર્યો કરનારા શુદ્ધ લોકસેવક સેવિકાઓને સંધ બનાવ (૩) માતૃજાતિમાં રહેલી ધાર્મિક અને સાંસ્કૃતિક શકિતને વ્યવસ્થિત કરવી. (૪) કેગ્રેસ જેવી રાષ્ટ્રીય મહાસંસ્થાને શુદ્ધ, સંગીન અને શક્તિશાળી બનાવવાના પ્રયત્ન ગ્રામ સંગઠન અને રચનાત્મક કાર્યકર-સંગઠન બન્નેને તેના ક્રમશઃ પૂરકપ્રેરક બનાવીને કર. એ ચારેય બળને એક બીજાની સાથે વ્યવસ્થિત અને યથા યોગ્ય અનુબંધિત કરવાનું કાર્ય ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની પ્રેરણાથી કરવું છે, જેથી સમાજમાં જનશક્તિ, નૈતિક શક્તિ, ધર્મશકિત અને સંયમલક્ષી દંડ શકિતને અનુક્રમે પ્રયાગ થવાથી સમાજની સુવ્યવસ્થા અને જગતનું સંચાલન ધર્મદષ્ટિએ થઈ શકે. (૩) મેટેભાગે જનતાનું ચારિત્ર્યબળ ઓછું થયું છે. બેઈમાની, ભ્રષ્ટાચાર, રૂશ્વતખેરી, અન્યાય, શોષણ વગેરે ઠેરઠેર ચાલી રહ્યાં છે. સરકાર એકલી આ બાબતમાં કશુંય કરી શકતી નથી, કેમકે સરકારી કર્મચારીઓ પણ જનતામાંથી જ આવે છે. આ અનિષ્ટને રોકવાની જવાબદારી ધર્મગુરૂઓની છે, જેને માટે તેમણે વ્યવસ્થિત પ્રયત્ન કરવાને છે. (૪) લેકશાહીનું માળખું ખૂબ વ્યાપી રહ્યું છે. ગામડે ગામડે પંચાયતો અને સહકારી સંસાયટીઓ તથા બીજાં કાર્યો સરકારી તંત્ર વડે ચલાવવામાં આવી રહ્યાં છે, પણ એનાથી ગામડાનું જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ વધારે વેર વિખેર અને દ્વેષ પૂણ તથા મોટે ભાગે રાહત વૃત્તિવાળુ બની રહ્યું છે; કેમકે આ બધી પ્રવૃત્તિઓમાં યેગ્ય, ઇમાનદાર અને પ્રભાવશાળી વ્યકિતઓના અભાવ છે. આ ઉણપને સાધુ સાધ્વીએ યોગ્ય પ્રેરણા શકિતના પ્રભાવે દૂર કરાવી શકે છે. અને આવી પેસતી ખરાખીઓને ઠેર-ઠેર ગ્રામસંગઠનના યોગ્ય પ્રતિનિધિ નીમાવી મટાડી શકે છે. (૫) જ્યાં-જ્યાં અન્યાય, અત્યાચાર, શેષણ, અનીતિ વગેરે ફાલીફૂલી રહી હૈાય, ત્યાં સાધુસાધ્વીઓએ મધ્યસ્થ પ્રથા અગર તે સામૂહિક શુદ્ધપ્રયાગ વડે તેમને દૂર કરવાની છે. (૬) સમાજમાં, જ્ઞાતિઓમાં, ધ*-સપ્રદાયામાં પ્રચલિત અંધવિશ્વાસ અને કુરૂઢિઓની ભારે ગુલામી પ્રવર્તે છે, તેને દૂર કરવી છે. (૭) સંપ્રદાયવાદ, જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, રંગભેદ, રાષ્ટ્રીય ઝનૂન, વેષપૂજા વગેરેને લીધે સમાજ અને રાષ્ટ્રાના લેામાં દ્વેષ, કલેશ, ફ્રૂટ, મનેામાલિન્ય, વગેરે વધી રહ્યાં છે, એમને રોકવા તથા જનતાના તૂટેલાં દિલને જોડવાને અને સમભાવ તથા સમન્વય ભાગની પ્રત્યક્ષ સાધના કરવા-કરાવવાના પ્રયત્ન કરવા છે. (૮) લેાકશાહી આવી છે, પણ તેને પ્રજાએ પચાવી નથી તેને પચાવવાની શકિત અને તેને અનુરૂપ વિવેક પ્રજામાં પેદા કરવા છે. એક બાજુ રાજ્યસંસ્થા પ્રત્યે શ્રદ્ધા રાખવા છતાં બીજી બાજુથી રાજ્યસંસ્થા દ્વારા લેાકહિત વિરાધી કાર્ય તથા સિદ્ધાન્ત વિરોધી કાર્ય કરાવામાં આવે તે તેના ઉપર નૈતિક સામાજિક દબાણ લાવી શકે, તેને પ્રેરણા આપી શકે અને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં તે ( રાજ્યસંસ્થા ) નિશ્ચિંત થઇને લેાકશાહીના વિકાસ કરી શકે વ. માટે લેાક-સંગઠન અને લેક સેવક સંગઠના તૈયાર કરવાં છે. (૯) દેશ અને દુનિયાની સાંસ્કૃતિક સમસ્યાને ઉકેલવી છે; માનવતાનું નિર્માણ કરવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ (૧) શિક્ષણક્ષેત્રમાજે નિર્જીવ અને નિરર્મલ થઈ ગયું છે.. શિક્ષકોને પગારથી મતલબ છે, વિદ્યાર્થીઓને ગમે તેમ કરીને પરીક્ષા પાસ કરવાથી મતલબ છે. સેવા, સદાચાર, વિનય વગેરેના સંસ્કાર નષ્ટ થઈ રહ્યાં છે એટલે શિક્ષણ ક્ષેત્રને સજીવ બનાવવાની જરૂર છે. (૧૧) પછાત જાતિઓ અને શોષિત, પીડિત, પદદલિત માનની. સર્વાગીણ ઉન્નતિ અર્થે પ્રયત્ન કરવો છે. તેમને અપનાવીને તેમનામાં નીતિધર્મનાં સુસંસ્કારે રેડવાં છે. (૧૨) નારી જાતિને કુરૂઢિ મુક્ત, ગૌરવશાળી, વિવેકી અને અન્યાયને દઢતાપૂર્વક અહિંસક પ્રતીકાર કરી શકે તેવી શક્તિશાળી બનાવવી છે. (૧૩) અજ્ઞાનતા, સ્વાર્થીપણું, અસંયમ, અસભ્યતા અને બીજી કુપ્રથાઓ, કુટેવો, અને કુસંસ્કારને લીધે ગૃહસ્થનું કૌટુંબિક જીવન કલહપૂર્ણ સુખશાંતિ રહિત અને અસંતુષ્ટ થઈ ગયું છે, ત્યાં આત્મથતાની સાથે માર્ગદર્શનની જરૂર છે. * (૧૪) શારીરિક-માનસિક દૃષ્ટિએ લેકે સ્વસ્થ બને અને સ્વછતાપૂર્વક રહી શકે તેવું માર્ગદર્શન આપવું છે. (૧૫) સમાજમાં દરેક ધંધા, વ્યવસાય કે કાર્યની પાછળ સેવા અને ભક્તિની ભાવના રહે, આ વાત લેકેને શીખવવાની છે. (૧૬) માનસિક ખેદ, રોગ, શાક, દુઃખ વગેરેમાં સહાનુભૂતિ અને હૂંફ સાથે પ્રજાને આશ્વાસન આપવું અને તેને કર્મવેગ તથા અનાસક્તિને સક્રિય પાઠ ભણાવો છે. એ રીતે સામાજિક, ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે દરેક ક્ષેત્રમાં પ્રજાને ધર્મદષ્ટિએ માર્ગદર્શન અને પ્રેરણા આપવી, અનાસક્ત રહીને જનસેવા કરવી વગેરે સાધુસાધીઓના ખ્ય કાર્યો છે, જે તેમના આત્મવિકાસમાં સહાયક છે અને તેમની સાધુતાની મર્યાદામાં કોઈપણ જાતનું નુકસાન પહોંચાડનારા નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ અસફળતાનાં કારણે ઉપલાં કાર્યો કરવાની સાધુસાધ્વીઓની જવાબદારી એટલા માટે છે કે તેમણે વિશ્વનાં બધાં માન, પશુઓ, પંખીઓ અથવા બીજાં પ્રાણુઓની આત્મરક્ષાની પ્રતિજ્ઞા લીધી છે. હવે તેઓ માત્ર એક સંપ્રદાયનાં જ નથી રહ્યાં, પણ આખા વિશ્વના કુટુંબી છે, બંધુ છે, આત્મીય છે, માતા પિતા છે. ભ. મહાવીર, મ. બુદ્ધ, ભ રામ અને શ્રીકૃષ્ણ એ ચારેય ભારતીય ધર્મસંસ્થાપકે એ પિતાની આ જવાબદારીને નભાવી છે અને સંધ ( સાધુસાવી અને ચાતુર્વણ્ય ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને સમાજ અથવા તીર્થ) પણ એટલા માટે જ સ્થાપ્યો છે કે આ ધર્મ દષ્ટિએ સમાજરચનાની પરંપરા લાંબા સમય સુધી અવિચ્છિન્ન ચાલતી રહે. પરંતુ આજે ભારતમાં લાખોની સંસ્થામાં સાધુસાધ્વીઓ હોવા છતાં આ કાર્ય અટકી પડ્યું છે. જો કે એમાં હજારોની સંખ્યામાં સાચા સાધુસાધ્વીઓ પણ હશે, છતાં તેમના વડે સમાજ કે રાષ્ટ્રની કોઈ ઉલ્લેખનીય પ્રગતિ, ઉન્નતિ કે કલ્યાણ થઈ રહ્યું દેખાતું નથી; રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રોમાં વ્યાપેલી હિંસા અને અન્યાયને દૂર કરવા માટે કોઈ નક્કર સામૂહિક પ્રયત્ન થઈ રહ્યો નથી; વિશ્વની સમસ્યા ગુંચવાયેલી છે. આ અસફળતાના મુખ્ય કારણે આ છે : (૧) સારા-સારાં સાધુસાધીઓની દષ્ટિ વ્યાપક અને સર્વાર્ગી નથી. માનવજીવનના દરેક ક્ષેત્રમાં નીતિ અને ધર્મની પ્રેરણા કેવી રીતે આપી શકાય? બધાય ક્ષેત્રમાં ધર્મને સર્વોપરિ કેવી રીતે રાખી શકાય? સર્વે ધર્મોને સમન્વય કઈ રીતે કરી શકાય? વિશ્વપ્રને ધમદષ્ટિએ કેવી રીતે ઉકેલી શકાય? વિશ્વના ઘટના ચોમાં ધર્મને રંગ કેવી રીતે પૂરી શકાય? આવી બધી બાબતમાં સાર્વભૌમ વ્યાપકતા, ઊંડાણ અને વિશ્વવિશાળ અનુબંધ વિચારધારા પૂર્વક ચિંતન કરવાની તીક્ષ્ણ દષ્ટિ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (૨) જે કે કેટલાંક સાધુસાધ્વીઓ જુદા જુદા ક્ષેત્રમાં સેવાભાવની દૃષ્ટિએ કામ કરે છે, પરંતુ કાંતે તેમની દષ્ટિ એકાંગી છે-સાંપ્રદાયિકતાની દષ્ટિ છે-જેને લીધે તેઓ ધર્માતર કે સંપ્રદાયાંતર કરાવી પછાત જાતિઓ, પદદલિત કે તિરસ્કૃત જ્ઞાતિઓમાં અહિંસાની ભાવના જગાડે છે. અથવા તે તેમની દૃષ્ટિ અનેકગી છે-તેઓ ધાર્મિક ક્ષેત્રે કાંત બધા ધર્મોને સમન્વય કરવાને પ્રયાસ કરે છે, અગર તે મોટે ભાગે શહેરી, લેકામાં નીતિધર્મના વ્રતોને પ્રચાર કરે છે; ભારતીય સંસ્કૃતિના અગ્રદૂત, નીતિધર્મના અગ્રપાત્ર ગામોમાં તેમના તરફથી કોઈ વિશેષ નક્કર કાર્ય થતું નથી એટલે મામાના નૈતિક સંગઠનના કાર્યક્રમથી માંડીને વિશ્વ સુધી માનવજીવનના બધાય ક્ષેત્રેમાં અનુબંધ ચતુષ્ટયની દષ્ટિએ ત્યારે જ કામ થઈ શકે, જ્યારે દૃષ્ટિ સર્વાગી હોય. (૩) ભલભલાં સાધુસાવાઓમાં આજના યુગ-સમસ્યાઓને, વિશ્વના ઘટના ચોને સારી પેઠે વિચારવા, સમજવા અને ધર્મદષ્ટિએ ઉકેલવા લાયક જ્ઞાન નથી. કાંતે તેમનું શિક્ષણ બહુ જ સાધારણ છે, અથવા તે જે કંઇ છે, તે માત્ર પોતાના સંપ્રદાયના જુના ધર્મગ્રન્થનું જ. જ્યાં સુધી આજના સમાજ તથા યુગને માટે ઉપયોગી ભૂગોળ, ઈતિહાસ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, વિજ્ઞાન વગેરેનું ઠીક પ્રમાણમાં જ્ઞાન ન હોય, ત્યાં સુધી જ્ઞાનની જૂની મૂડીથી હવે કામ ચાલવાનું નથી. એથી જ પ્રાયઃ સારાં સારાં સાધુઓ શિક્ષિત સમુદાય અથવા તે રાષ્ટ્રીય નેતાઓમાં પિતાનું ગૌરવપૂર્ણ સ્માન બનાવી શકે છે, અને નહિ તે આમ પ્રજાને યુગાનુરૂપ યથાયામ નતિક ધાર્મિક પ્રેરણા આપી શકે છે. જૂના ઢબના સાંપ્રદાયિક વ્યાખ્યાનો અથવા લેખોથી આજની સમસ્યાઓ ઉકેલી શકાશે નહિ. (૪) ઘણાં ખરાં સાધુઓ ઉન્નતિને માટે ભૂતકાળને આ પે રજૂ કરે છે. પરંપરા ભલે જૂની હોય, પણ તેમાં યુગાનુરમ એટલી બધી કાપકૂપ થઈ છે ને મિશ્રણ થયું છે કે તેના રંગ, ૫ અને સ્વાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ બધાંય પલટી ગયાં છે. આવી સ્થિતિમાં પ્રાચીનતાની ઓથે ભૂતકાળના અર્થ શુન્ય ગાણ ગાઇને સાધુસાધ્વીઓ વર્તમાનને સમજવાનો પ્રયત્ન નથી કરતા તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુરૂપ પરિવર્તનને વિચાર કરતા નથી એથી પિતાની પ્રગતિ પણ રૂંધાય છે, સમાજ અને રાષ્ટ્રની પણ પ્રગતિ રૂંધાય છે. પોતે પણ યુગની સમસ્યાઓને માત્ર ભૂતકાળની દૃષ્ટિથી ઉકેલવાનો પ્રયત્ન કરે છે, એટલે નિષ્ફળ થાય છે. (૫) આજના પ્રાયઃ બધા ધર્મો ઉપર સામંતવાદી યુગની છાપ છે. એટલે સાધુસાધ્વીઓ જ્યારે-ત્યારે સામંતવાદીઓ [સત્તાલક્ષી રાજાઓ, સમ્રાટ, ઠાકુરે વ.] ની અથવા મૂડીવાદીઓ ધિનલક્ષી લોકો ની પુણ્યવાન, ભાગ્યવાન, ધર્માત્મા, શઠ, દાનવીર વગેરે શબ્દથી પ્રશંસા કરે છે અગર તે તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સભાઓ, ઉત્સ વિગેરેમાં ઉચ્ચ સ્થાન કે અગ્રસ્થાન આપી અથવા તે અપાવીને પ્રતિષ્ઠા આપે છે, ત્યારે નિ:સંદેહ તેમના તરફથી આડંબર પૂર્ણ કાર્યોમાં પૈસા આપવાને લીધે સાધુસાધ્વીઓને પણ પૂજા પ્રતિષ્ઠા, યશ-કીર્તિ અગર તે સારી ભિક્ષા મળી જાય છે. પરંતુ એનાથી વાસ્તવિક સેવા અને ત્યાગને પ્રત્સાહન નહિ મળવાને કારણે તેઓ માર્ગને રૂંધે છે, તથા શ્રીમંત અને સત્તાધીશેના પ્રલોભન કે શેહશરમમાં તણાઈને તેઓ સાચી વાત કહેવામાં અચકાય છે. એથી સાધુસાધ્વીઓનું જીવન તેજહીન, પ્રભાવહીન અને ગુલામી મને વૃત્તિનું બની જાય છે.સાધુસાધ્વીઓની હિસૈષિતા એક ચિકિત્સક જેવી હેવી જોઈએ. ભાટ, વકીલે કે એજટે જેવી નહિ. આજને સાધવર્ગ પ્રાયઃ એ વસ્તુને ભૂલી બેઠે છે, એટલે જ વ્યક્તિ, સમાજ અને સમષ્ટિની સાથે તેને અનુબંધ નહીં રહીને, માનવજાતિના માત્ર એક વર્ગની સાથે તેને મેહ સંબંધ રહી ગયું છે. (૬) સાધુને અર્થ છે જે સ્વપર કલ્યાણ સાધે છે. એટલે કે સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની સસ્તામાં સસ્તી [જગતથી ઓછામાં ઓછું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ લઈ, તેને વધારેમાં વધારે આપીને] સારામાં સારી અને ઉપયોગી સેવા ઈમાનદારી પૂર્વક અનુબંધ સુધારીને અથવા તે જોડીને કરે અને તાદાઓ અને તાપૂર્વક વિશ્વાત્મ સાધના કરે. પણ આજને સાધુવમે આ વાત વિસરી બેઠો છે. અથવા તે તેની સમજમાં બિન જવાબદાર બનીને, સંસારના તરફથી આંખો મીંચીને અકર્મણ્ય બનીને બેસી રહેવું એ જ સાધુતા અથવા આત્મહાર છે તેમ માને છે. પણ તે અહીં ભૂલથાપ ખાય છે કે નિઃસ્વાર્થ દ્રષ્ટિથી જે જનસેવા કરે છે તેને જ આત્મોદ્ધાર થવાનો છે, આત્મવિકાસ થવાનું છે, સાધુતા સાર્થક થવાની છે. ખાઈપીને બેફિકર પડ્યા રહેવું, ગમે ત્યાં ફરતા રહેવું, ભગવાનને માત્ર નામ જપ કરી લે, વ્યર્થ શરીરને કષ્ટ આપવું, નિરુપયેગી ભાષણબાજી કરી દેવી, એમાં આત્મદ્ધાર કે સાધુતા નથી જ. જે અવતાર, તીર્થકર કે પૈગંબરનું નામરટણ કરે છે, તેઓ નામ જપવા લાયક એટલા માટે થયા હતા કે તેમણે જનતાની નિસ્વાર્થ સેવા કરી હતી. ત્યારે સાધુસાધ્વીઓએ ભગવાનની ભક્તિ કરવી જ હોય તે ભગવાનને સેવ્ય કે સ્થાપિત જગત કે સમાજની ભક્તિ એટલે સેવા કરવી જોઈએ. સતત ઘમાલ થઈને વિધવિશાળ અનુબંધ સાધવા કે સુધારવા આ સેવાને છેડી માત્ર શુષ્ક નામજપ, અધ્યાત્મ યોગ અગર તે આમોહરનાં ગીત ગાવાગ્ય ભક્તિ થઈ શકતી નથી. એથી કરીને જ સાધુતાની સધન પરમાર સાધિની નથી બનતી. દરેક સાધુ પ્રાયઃ કોઇ એક સંપ્રદાયના બંધનમાં છે. એ એટલી બુરી વસ્તુ નથી, બુરી વસ્તુ એ છે કે તે તે જ પ્રજાની અંદર પિતાનું કાર્યક્ષેત્ર કે સંપર્ક (વ્યાખ્યા વિના નમિતે દ્વારા) બનાવી રાખે. માણસ કોઈપણ એક ઘને દેવા. પણ તે ઘરને જ પિતાનું કાર્યક્ષેત્ર કે સંપર્ક ક્ષેત્ર નથી, તો તે કામને માટે પરદેશ, વિદેશ કે બજારમાં ગમે ત્યાં જાય છે એવી જતી મg Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ વર્ગે પણ સાંપ્રદાયિકતાથી ઊંચા ઊઠીને વિશ્વાત્સલ્ય અથવા વિશ્વબંધુત્વની ભાવનાને સક્રિય રીતે અમલ કરવા માટે વેષભૂષા, ખાનપાન અથવા સંગઠનની દષ્ટિએ ભલે એક સંપ્રદાયને અંગ બનીને રહે, પણ કાર્યક્ષેત્ર અને દૃષ્ટિ તે વિશાળ જ રાખવી. નહિતર તે પિતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે અસફળ થશે. (૭) એક સંપ્રદાયને સાધુ બીજા સંપ્રદાયવાળાને નાસ્તિક, મિથ્યાત્વી, કાફિર, પાખંડી વિગેરે કહે છે, અને કહે છે માત્ર સંપ્રદાય ભેદને કારણે, નહિ કે વ્યક્તિને દોષને કારણે આ નિંદકપણું અથવા સંકુચિતપણું ચિત્તશુદ્ધિ અને સગુણ વૃદ્ધિરૂપ સાધુતામાં બાધક છે. પિતાને સંપ્રદાય તેને પિતાને માટે રૂચિકર થઈ શકે, પણ બીજાની નિંદા કરવાથી આત્મત્કર્ષ અને સામૂહિક ધમ પ્રયોગના માર્ગમાં મેટાં આવરણે ઊભાં થાય છે. આજે તે બધાંય સાધુસાધ્વીઓ સાથે અરસપરસ મેળ અને સહયોગની જરૂર છે. એવું ન થવાથી સ્વ-પર-કલ્યાણની સાધનામાં નડતર આવે છે. (૮) જે કે દીક્ષા લેતી વખતે સાધુસાધ્વીઓ પોતાનું ઘરબાર છોડી દે છે, પણ ત્યાર પછી મોટે ભાગે સંપ્રદાયને, પરંપરાને, ઉપાશ્રય કે ધર્મસ્થાનને, ક્ષેત્રને, પદને અને જાડી પ્રતિષ્ઠાને મેહ તેને એટલે બધે વળગી જાય છે કે સિદ્ધાંત ભંગ થતો હોય, છતાં પણ તેઓ આ મેહને છોડતાં અચકાય છે. કયાંય અન્યાય-અત્યાચાર થતું હોય, મારામારી કે હુલ્લડ થતું હોય ત્યાં નિર્ભય રહીને હસતાં હતાં પ્રાણની કુર્બાની સુદ્ધાં કરીને સત્ય, અહિંસા અને ન્યાયની પ્રતિષ્ઠા વધારવી, સાતિને પ્રચાર કરશે. મોટે ભાગે આજના ધર્મગુરએ માટે એ માર્ગ કઠણ થઈ પડે છે. સાથે જ ધર્મ કે સંપ્રદાયના અમુક દંભવધક, વિકાસઘાતક, યુગબાણ, સિદ્ધાંતબાધક ઢનિયમપનિયમ અગર તે પરંપરામાં સુધારાવધારા કરવામાં તેમને બીક લાગે છે કે અમુક નિયમોપનિયમોમાં કાતિ કરવાથી સંપ્રદાય કે પથ મને છોડી દેશે તો મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ શા હાલ થશે? કયાં મને ભિક્ષા મળશે ? કયાં રહેવાનું કે ઉતરવાનું સ્થાન મળશે? આ બધી ચિંતા શરીર મેહ કે સંપ્રદાય મેહને લીધે હોય છે! જ્યારે સાધુ વિશ્વને કુટુંબી બની ગયા છે ત્યારે એના ભરણપોષણની ચિંતા આખાયે સમાજને થશે, એને શા માટે થવી જેએ ? જે તે આવી બીકથી ધર્મક્રાંતિ કરવામાં કરે છે તે ખરેખર તેની સાધુતા જોખમમાં છે! એવી જ રીતે કે મારું અપમાન કરશે, તિરસ્કાર કરશે, આક્ષેપ મૂકશે, ત્યારે હું શું કરીશ? આ જાતની પ્રતિકાત્યાગની બેટી બીક કહેવાતા મોટા-મોટા સાધુઓને પજવે છે. ભયવૃત્તિને લીધે તેઓ વ્યાપક–દષ્ટિથી કાર્ય કરવામાં અસફળ નીવડે છે. (૯) કેટલાંક સાધુઓની પ્રેરણાથી જુદી–જુદી સંસ્થાઓ તેમજ સંગઠને ચાલી રહ્યાં છે, પણ તેઓ બીજા કોઈ સર્વાગી દષ્ટિવાળા સાધુ પાસે તે વિષે મળીને, એક મત થઈ અને સંગઠિત થઈને ચાલવા માગતા નથી. એટલે કે તેઓ પોતાનામાં જ મસ્ત છે! તેઓ આમ વિચાર્યા કરે છે કે મારે બીજા પાસેથી અગર તે અમુક પાસેથી સલાહ કે સુઝાવે શા માટે લેવાં જોઈએ ? હું જે કંઈ કરી રહ્યો છું, તે બધું ઠીક છે. આ રીતે જુદી-જુદી દિશામાં સકિત વેર વિખેર થવાને લીધે ધર્મ દષ્ટિએ સમાજ રચનાનું કાર્ય વ્યવસ્થિત અને પ્રભાવશાળી રીતે થતું નથી. (૧૦) કેટલાંક સાધુસાધ્વીઓ પોતે વિચારક છે, પણ તેમના ગુરૂઓ અથવા મેટેરા તેમના વિચાર સાથે સહમત મથી હેતા, બ, તેમને આવાં વ્યાપક વિચાર કરતાં જોઈને તેઓ તેમને આવવાના પ્રયત્નો આદરે છે અગર તે તેમને કોઇને કોઇ પદને સુર આપી અથવા બીજા પ્રભને આપી ધમકાંતિ કરતાં પકાવી દે છે; અથવા તે કાંતિકારી વિચારો ધરાવતાં સાધુસાંખીને ઉપર પ્રતિબંધ મૂકી દે છે. આ કારણે આવાં તેજસ્વી સાધુવાણીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ તંત્વશક્તિ સાંપ્રદાયિકતાની ભઠ્ઠીમાં બળીને ભસ્મ થઈ જાય છે. સમાજ, રાષ્ટ્ર કે વિશ્વનું તેમના વડે કંઈ ભલું થતું નથી. (૧૧) થોડીક સાધુસાધ્વીઓ એવાં છે, જેમના મનમાં આત્મસાધનાની સાથે-સાથે સમાજ-સેવાની ધગસ હોય છે, પરંતુ વર્તમાનયુગે વીતરાગ માર્ગની અહિંસાને સામુદાયિક રીતે સફળ પ્રયોગ કર્તા મહાત્મા ગાંધીજીની સર્વાગી દૃષ્ટિવાળાં સદાચારી સદ્દગૃહસ્થ ભાઈ-બહેનેને હૂંફભર્યો, શુદ્ધ સાધપૂર્વક સતત સહગ અને પીઠબળ ન મળે, ત્યાં સુધી એવા સાધુસાડવીઓ માટે રૂઢિવાદી, મૂડીવાદી અને સ્થાપિત હિતેની પકડવાળા કહેવાતા સંપ્રદાય, પંથ કે વર્તુળની પકડથી છૂટવું કે મુક્ત ચિંતન પૂર્વક આચરણ કરવું બહુ મુશ્કેલ છે. ૧૨) સાધુજીવનમાં જનસેવાના વિશાળ ક્ષેત્રમાં કામ કરતી વખતે કેટલાંક બહારનાં કષ્ટો અથવા સાંપ્રદાયિક લોકો તરફથી થતાં નિંદ-આશાદિ પરિષહે આવે છે, તેમજ પિતાને બેજે કોઈ એક વ્યકિત ઉપર ન પડે તે માટે કદાચિત ઉપવાસ કે અલ્પાહાર વિગેરે તપે સ્વાભાવિક રૂપે થાય તે કોઈ વાંધો નથી. એટલે કે જે તપસ્યા અથવા કષ્ટ સહન આત્મશુદ્ધિ કે સમાજશુદ્ધિ અગર તે સમાજ સેવા માટે જરૂરી હૈય, તે તેમ કરવું અભીષ્ટ છે; પરંતુ આજે જે બાહ્ય તપૂસ્યાઓ માત્ર પ્રદાન કે પૂજા-પ્રતિષ્ઠાની દષ્ટિએ દેખાદેખી કરવામાં આવે છે, તે બરાબર નથી. એવું કરવાથી જાતિ અને સમાજમાં ચાલી રહેલાં અન્યાય અત્યાચાર વિગેરેની અમે અહિંસષ્ઠ પ્રતીકાર કરવા માટે કક્ષાની પાસે જે સંચિત પતિ જોઈએ, તે રહેશે નહીં, અને તેઓ તેમાં અળ થશે. • • એ નાનાં બીજા કેટલાંક બાક કારણ છે, જેથી કરી રાણા પાનાનું છજા રાક ફળ જ શકતાં નથી. સામાજ સેવા માટે તેઓ સફળ નીવડે છે, એને હરિયે જ દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ આજે આટલાં બધાં સાધુસાધ્વીઓ હોવા છતાં પણ દેશ, સમાજ અને વિશ્વનું ધર્મદષ્ટિએ ઉત્થાન કાર્ય તેમના વડે થઈ રહ્યું નથી; અને તેઓ મોટે ભાગે બેજારૂપ બની રહ્યાં છે. હવે આ જમાને આ બીજાને સહી શકશે નહિ હવે વહેલામાં વહેલી તકે આવાં કાંતિપ્રિય સાધુસાડવીઓ માનવ સમાજ અને વિશ્વને માટે સસ્તામાં સસ્તા, સારામાં સારાં અને ઉપયોગીમાં ઉપયોગી બનવાં જોઇએ. સાધુસાધ્વી શિબિર ઉપર જે સાધુસાધ્વીઓના જવાબદારીના કાર્યો બતાવવામાં આવ્યાં છે, એમને પૂરી કરવાની તૈયારી બતાવવાવાળાં અને અસફળતાનાં જે જે મુખ્ય કારણે બતાવવામાં આવ્યાં છે, તેમને છોડવાને સંકલ્પ કરનારાં તેમજ સાચી સાધુત્વ પ્રગટાવવા અને જવાબદારી નભાવવા માટે યોગ્ય બનનારાં સાધુસાવીએ કેટલાં મળશે, તે કહી શકાતું નથી. પણ એક વાત ચોક્કસ છે કે દરેક સમ્પ્રદાયમાં, સવિશે જે સંપ્રદાયમાં આવા પ્રકારના વિચારવાળાં કેટલાંક સાધુસાધ્વીઓ જરૂર મળી રહે અગર તે એક ાિરા સોના સંપર્ક દ્વારા તેમને તૈયાર કરી શકાય. પરંતુ હમ તેઓ એજ્યાં છે અથવા તેમને સંપ્રદાય વગેરે તેમજ સર્વાગી હૃષ્ટિ સંપન્ન વિચારકોને સહયોગ પ્રાપ્ત નથી, એટલે તેઓ કંઈ કરી શક્તા નથી. એ દષ્ટિએ સૌથી પહેલાં એક શિબિર યે જવાની જરૂર લાગી. એટલે આવી જાતની વિચારધારા ધરાવનારા સાથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ચાર જ એક ઠેકાણે ભેગી થાય, અને અરસપરસ વિચાર વિનિબગ વેચાણ, અધ્યયન-મનન અને પ્રશિક્ષણ, તથા અનુભવની લે, સમાજ જાવ સાહુસાથીએને માટે એક પરામની લેવડદેવડ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ . ૧૪ મધારણ ક) નામ-એનું નામ “સાધુસાધ્વી શિબિર” રહેશે. (ખ) પ્રેરક-એના પ્રેરક “મુનિશ્રી સંતબાલજી' રહેશે. (ગ) ઉદ્દેશ્ય સાધુસાધ્વીઓ વિશ્વ વાત્સલ્યને સક્રિય પ્રયોગ કરી શકે, તેમની શક્તિઓને સદુપયોગ થાય, તેઓ વિશ્વના બધાંય ક્ષેત્રને ધદષ્ટિએ અનુબંધિત કરી શકે અને વિશ્વ વિશાળ અનુબંધ...મને લાયક બની શકે; આવી દષ્ટિ, કાર્યક્ષમતા અને શક્તિ સાધુસાવીએમાં પેદા કરવી. તેમને ય અનુભવ, માર્ગદર્શન, સુઝાવ અને સહગ આપ સાથે જ તેઓ સાધુતાને સાર્થક કરી શકે તથા આત્મ કલ્યાણ અને વિશ્વ કલ્યાણની સાધના કરી શકે, તેને લાયક બનાવવા. (ધ) ૭યવસ્થા-શિબિરની વ્યવસ્થા માટે સદગૃહસ્થની એક અસ્થાયી વ્યવસ્થાપક-સમિતિ' રહેશે, જે બધા જ પ્રકારની સમુચિત વ્યવસ્થાઓ માટે પ્રયત્ન કરશે. (૩) નીતિનિયમ– - (૧) આ શિબિરમાં સર્વ ધર્મ-સંપ્રદાયના સાધુસાધ્વીઓ ભાગ લઈ શકશે. એને માટે તેમને પોતાને સંપ્રદાય, ધર્મ કે વેવ છોડવાની જરૂર રહેશે નહિ. (૨) શિબિરમાં ભાગ લેનારાં સાધુસાધ્વીઓ યુગદ્રષ્ટા, કાંતિપ્રિય અને વિચારક હોવા જોઈએ, એટલે કે તેઓ સાધુવના કાર્યક્ષેત્રને વ્યાપક બનાવવાના અને પિતાની મર્યાદામાં રહી યુગાનુસાર જનહિતર કાર્ય કરવાના સમર્થક હેવાં જોઈએ. () શિબિરમાં શામેલ થનારા સાધુણાગીગાએ શિબિરથી બે માસ પહેલાં પિતાને સ્વીકૃતિપત્ર ભરીને વિશ્વ વાત્સલ્ય કાર્યાલય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હઠીલાની વાડી અમદાવાદ-૧ ને સરનામે મેકલવાના રહેશે. સ્વીકૃતિપત્ર (છાપેલ) ‘વિશ્વવાત્સલ્ય કાર્યાલય' પાસેથી મંગાવી શકે છે. સ્વીકૃતિયંત્ર ઉપર પ્રેરકની સ્વીકૃતિ થયે જ તે સાધુ કે સાધ્વી શિબિરમાં સમ્મિલિત થઈ શકશે. - (૪) શિબિરમાં જે સાધુસાધ્વીએ આવશે, તેએ પેાતે વ્યક્તિગત રીતે જ આવશે, પેાતાના સમ્પ્રદાયના પ્રતિનિધિ તરીકે નહિ. હા, એમ થઈ શકે કે કેટલાક યુગદ્રષ્ટા સાધુસાવીએ, જે પેાતે ન આવી શકે, તેઓ પેાતાના તરફથી કોઇ સાધુ કે સાધ્વીને પ્રતિનિધિ બનાવીને માક્લે પણ આ પ્રતિનિધિત્વ વ્યક્તિગત હરશે, સંપ્રદાયગત નહિ. (૫) ઉદારનીતિ સ્વીકારીને જો કાઇ સાધુસાધ્વી પાતાના સપ્રદાયને સંબંધ સાચવવા માગે, પેાતાને સાંપ્રદાયિક વેષ રાખવા માગે, ભાજન વગેરેના પાતાના નિયમાં પાળવા ઈચ્છે અથવા બીજાં સોંપ્રદાયેાનાં સાધુસાધ્વીએ સાથે વંદન–માજનાદિ વ્યવહારમાં ઉદારતા રાખવા માગે તે શિબિર એમાં ક્રાણુ જાતને વાંધા ઉઠાવશે નહિ. (૬) આ શિબિરમાં સન્યાસીઓ, વાનપ્રસ્થીઓ, બ્રહ્મચારીઓ, સાધકા, રચનાત્મક કાર્યક્રશ અથવા ગ્રામસમાનની કેટલીક વિચારક્ર વ્યક્તિ પણ ભાગ લઇ શકશે, પણ તેમણે પહેલાંથી પ્રેરકની સ્વીકૃતિ લેવાની રહેશે. (૭) સાધુસા વીઓમાં ન્યાત ાતના ભેદ માનવામાં આવશે નહિ, અને થિંગભેદ ( સ્ત્રી-પુરુષ જાતિના ભેદ ) ને લીધે માદરસત્કારમાં કાઈ ભેદ કરવામાં આવશે નહિ. 8 (૮) પાતાના સંપ્રદાયના વૈષ કે બાલાચારની ચિબિરમાં કાઈ કિંમત "કાશે નહિ, માત્ર પેાતાની માઞતા, છંદ, કાર્યક્ષમતા, ચારિત્ર્ય સંપન્નતા, સેવાની તીવ્રતા વિગેરેનું મૂલ્યાંકન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૯) શિબિરમાં આવનાર સાધુયાધીએએ મૂળભૂત નિયમા, ચારિ ત્ર્યમાં દઢતા, સંયમલક્ષી ભિક્ષા વિગેરેનુ પાલન દૃઢતાપૂર્વક કરવાનું રહેશે. (૧૦) શિબિરમાં પ્રવેશ પામેલાં સાધુસાધ્વીએ સાંપ્રદાયિક દૃષ્ટિથી કાઈ વ્યક્તિ કે સંપ્રદાયાદિ ઉપર આક્ષેપ કરી શકશે નહિ. (૧૧) ઇશ્વર-અનીશ્વર, આત્મા-અતાત્મા વિગેરેને લગતાં દાશનિક વિચારે અથવા આચાર—સંબંધી વિચારા અગર તેા એવાં જ ખીજા વિચા। શિબિરનાં કાર્યમાં અગવડ કે અવ્યવસ્થા ન થાય, કાઇપણ જાતને કલેશ ઊભા ન થાય, તે રીતે દરેક સાધુસાધ્વીએ સ્વતંત્રતાપૂર્વક રજૂ કરી શકશે. (૧૨) શિબિરના . સમય ચારમાસને રાખવામાં આવ્યે છે. એટલે શિબિરમાં દાખલ થનારાં સાધુસાધ્વીઓ અનિવાર્ય કારણ વગર, પ્રેરકની મંજૂરી સિવાય વચમાંથી જઇ શકશે નહિ. (૧૩) સ્થાનિક અને બહારના આવનાર ચનાત્મક કાર્ય કર ભાઇ બહેના અને ગ્રામીણ બધુ માટે ચાખાસ સુધી લાગટ રહેવાની અનિવાતા નથી. તેમને માટે સમયે સમયે વિશેષ કાર્યક્રમે ગોઠવારો. (૨) આવશ્યક સૂચનાઓઃ (૧) અવસર આવ્યે સાધુસાધ્વી - માટે એવા શિક્ષણની વ્યવસ્થા પણ કરી શકાશે, જ્યાં તે આજના યુગને ઉપયેાર્ગી સમાજશા અશા, રાનીતિ, લાશિક્ષણની ની તાલીમ, વિજ્ઞાન, ભૂતળ, તિહાસ, વાર્તાયામ, મતિજ્ઞાન, વિવિધ દર્શના અને ધર્મશાસ્ત્રોના સમન્વયામાં અગાવ કરી અને જ્ઞાનવૃદ્ધિ કરી શકે તેમજ એ બધાના માનવજીવનના અનેકવિધ ક્ષેત્રામાં ધર્મદૃષ્ટિએ પ્રયોગ રીતીમા માટે વ્યાખ્યામાં પ્રબંધ પશુ કરી શકાય, સાહિત્યે પણ ગોઠવી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com — Page #20 -------------------------------------------------------------------------- ________________ (૨) શિબિરમાં નીચે મુજબની વાત ઉપર પણ વિચારવામાં આવશે:- (અ) સાધુસંસ્થાને શુદ્ધ કેવી રીતે બનાવી શકાય? સાધુવેષમાં રહેલા અસાધુઓની ચિત્સિા શી રીતે કરી શકાય ? (આ) સાધુસંસ્થાને જગતને માટે અધિકાધિક ઉપયોગી શી રીતે બનાવી શકાય ? (ઈ) તેને બિનજરૂરી છે જે સમાજ ઉપરથી. શી રીતે દૂર કરી શકાય ?, * (ઈ) સાધુતાના માર્ગની મુશ્કેલીઓ કેવી રીતે નિવારાય ? (ઉ) સાધુસાધ્વીઓને સદાચાર સંબંધી નિયમે ઉપર વિચાર (ઉ) સાધુસંસ્થાઓમાં દેશ કાળાનુસાર સ્વપકલ્યાણની દૃષ્ટિએ કયા કયા સુધારા કરવા જોઇએ? (૪) સાધુઓના કર્તવ્યા કર્તવ્યની સીમા ઉપર વિચાર. (૨) સાધુના વેષ, મર્યાદા તથા નિર્વાહની રીતે ઉપર વિચાર. (એ) સાધુઓના ઉચિત ગૌરવ અને અધિકારોના રક્ષણ ઉપર વિચાર - (એ) પરિગ્રહનું રૂપ અને તેની મર્યાદા શું હોઈ શકે ? (ઓ) સાધુસાધ્વીઓને યોગ્ય અને શિક્ષિત બનાવવા માટે સાધુ શાળાઓ ચલાવવા અંગે વિચાર. () સાધુજીવનમાં જનસેવાની મર્યાદા ઉપર વિચાર (૩) ભવિષ્યમાં જરૂર લાગશે તે સાધુસાધીઓના ધાર્મિક કે સાંપ્રદાયિક ભેદભાવોને ગૌણ ગણુને જીવનની પવિત્રતા અને ધ્યેય પૂતિને આધારે તેમનું એક સંગઠન પણ બનાવવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ (૪) એય કે શેયાનુકૂળ કાર્યોની પૂર્તિ માટે જે જે કાર્યો અને વ્યવસ્થાઓ જરૂરી હોય, તે સાધુસાધ્વીઓ પાસેથી જાણ તેમાં ઉચિત સહગ અપાશે. પ્રચારને માટે પુસ્તક, પત્ર માસિક પાક્ષિક) વગેરે સાહિત્ય પ્રકાશન તથા ભ્રમણની જનાઓ પણ બનાવવામાં આવશે. (૬) સાધુઓ અને સાલવીઓ બન્નેની રહેવાની વ્યવસ્થા જુદે જુદે સ્થળે કરવામાં આવશે. (૭) શિબિરમાં આવનાર સાધુસાધ્વીઓને ઉતરવા માટે તથા બીજી જરૂરી વ્યવસ્થાઓ “વ્યવસ્થાપક સમિતિ’ તરફથી કરવામાં આવશે. સાધુસાધ્વીઓ ભિક્ષાછરી હેઇ આહારપાણી તે ભિક્ષારૂપે મેળવી જ લેશે. (૮) શિબિરના સ્થળ અને સમયની સુચના નક્કી થયે અવિલંબે જણાવાશે. (૯) એ સિવાયની બીજી કોઈ સૂચના જરૂરી જણાશે તે સમયે • સમયે જણાવવામાં આવશે. - સાધુસાધી શિબિર વ્યવસ્થાપક સમિતિ મુદ્રકઃ ચંદુભાઈ ચતુરભાઈ શાહ, શૌર્ય પ્રિન્ટરી, રીલીફરોડ, પાદશાહની પિળ સામે, અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ alchbllo boller bre Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com