SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બધાંય પલટી ગયાં છે. આવી સ્થિતિમાં પ્રાચીનતાની ઓથે ભૂતકાળના અર્થ શુન્ય ગાણ ગાઇને સાધુસાધ્વીઓ વર્તમાનને સમજવાનો પ્રયત્ન નથી કરતા તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુરૂપ પરિવર્તનને વિચાર કરતા નથી એથી પિતાની પ્રગતિ પણ રૂંધાય છે, સમાજ અને રાષ્ટ્રની પણ પ્રગતિ રૂંધાય છે. પોતે પણ યુગની સમસ્યાઓને માત્ર ભૂતકાળની દૃષ્ટિથી ઉકેલવાનો પ્રયત્ન કરે છે, એટલે નિષ્ફળ થાય છે. (૫) આજના પ્રાયઃ બધા ધર્મો ઉપર સામંતવાદી યુગની છાપ છે. એટલે સાધુસાધ્વીઓ જ્યારે-ત્યારે સામંતવાદીઓ [સત્તાલક્ષી રાજાઓ, સમ્રાટ, ઠાકુરે વ.] ની અથવા મૂડીવાદીઓ ધિનલક્ષી લોકો ની પુણ્યવાન, ભાગ્યવાન, ધર્માત્મા, શઠ, દાનવીર વગેરે શબ્દથી પ્રશંસા કરે છે અગર તે તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સભાઓ, ઉત્સ વિગેરેમાં ઉચ્ચ સ્થાન કે અગ્રસ્થાન આપી અથવા તે અપાવીને પ્રતિષ્ઠા આપે છે, ત્યારે નિ:સંદેહ તેમના તરફથી આડંબર પૂર્ણ કાર્યોમાં પૈસા આપવાને લીધે સાધુસાધ્વીઓને પણ પૂજા પ્રતિષ્ઠા, યશ-કીર્તિ અગર તે સારી ભિક્ષા મળી જાય છે. પરંતુ એનાથી વાસ્તવિક સેવા અને ત્યાગને પ્રત્સાહન નહિ મળવાને કારણે તેઓ માર્ગને રૂંધે છે, તથા શ્રીમંત અને સત્તાધીશેના પ્રલોભન કે શેહશરમમાં તણાઈને તેઓ સાચી વાત કહેવામાં અચકાય છે. એથી સાધુસાધ્વીઓનું જીવન તેજહીન, પ્રભાવહીન અને ગુલામી મને વૃત્તિનું બની જાય છે.સાધુસાધ્વીઓની હિસૈષિતા એક ચિકિત્સક જેવી હેવી જોઈએ. ભાટ, વકીલે કે એજટે જેવી નહિ. આજને સાધવર્ગ પ્રાયઃ એ વસ્તુને ભૂલી બેઠે છે, એટલે જ વ્યક્તિ, સમાજ અને સમષ્ટિની સાથે તેને અનુબંધ નહીં રહીને, માનવજાતિના માત્ર એક વર્ગની સાથે તેને મેહ સંબંધ રહી ગયું છે. (૬) સાધુને અર્થ છે જે સ્વપર કલ્યાણ સાધે છે. એટલે કે સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની સસ્તામાં સસ્તી [જગતથી ઓછામાં ઓછું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035227
Book TitleSadhu Sadhvi Shibir Sanyojna
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherAmbubhai M Shah
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy