________________
......એક સાધુ એક વાત કહે, બીજા સાધુ પેલા સાધુથી તદ્દન ઊલટી વાત કહે. આ રીતે અલગ અલગ અને પરસ્પર વિરોધી પ્રરૂપણા (ઉપદેશ) ને કારણે કશી નોંધપાત્ર પ્રગતિ થતી નથી... અહિંસાની જરૂરિયાત વિષે તે જેન અને વૈદિક અને સંપ્રદાયના સાધુસાધ્વીઓ એક મત છે; તે પછી અહિંસા, સત્ય, ન્યાય અને નીતિ વ્યક્તિગત અને સમાજગત જીવનમાં આ યુગે શી રીતે આવી શકે? એવા ઉપદેશમય શિક્ષણની જરૂર સાધુસાધ્વીઓને પ્રથમ તકે નથી તે કોને છે ? જે ધર્મની વ્યાસપીઠ જ જગતની માનવજાતને એક કરવાની હોય અને એ માનવજાતની શ્રદ્ધાપાત્ર વ્યક્તિઓ દ્વારા યોગ્ય તેમજ નિ:સ્પૃહી રીતે કામ કરાવવાનું હોય તે તે માટે સૌથી યોગ્ય સાધુસાધીઓ સિવાય બીજું કોઈ ભાગ્યે જ હોઈ શકે. આ દિશામાં વ્યક્તિગત સાધુસાધવીઓ જ આગળ આવી શકશે. આમ આ વર્ગ (શિબિર) માત્ર સાંભળવા કે શીખવા માટે નથી, પણ ભારતીય અહિંસા-પ્રધાન ધર્મને પ્રચારવા આચરવાની જે ઘડી આવી લાગી છે, તે ક્રાંતિની મસાલ ધરનારા અગ્રણીઓ તૈયાર કરવા માટે છે.”
સંતબાલ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com