________________
સાધુ-સાધ્વી શિબિર સયાજના પ્રાસ્તાવિક
ભારતવર્ષ હજારા વરસાથી સાધુ સ ંતાનુ પૂજ્ય રાષ્ટ્ર રહ્યું છે. ભારતીય સંસ્કૃતિને સાચવી રાખવામાં સાધુ સન્યાસીઓએ પોતાના મહત્ત્વના ફાળા આપ્યા છે. માનવ જીવનના દરેક ક્ષેત્રે–સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક શૈક્ષણિક, આધ્યાત્મિક, વગેરે ક્ષેત્રામાં–હુંમેશથી સાધુસાધ્વીઓની નૈતિક-ધાર્મિક પ્રેરણા અને ચેકી રહી છે. સમાજથી નિર્લેપ રહીને, નિઃસ્પૃહભાવે સમાજમાં પેદા થનારી વિકૃતિઓ, ગરબડે વગેરેને મટાડવાના પ્રયત્ન પ્રાચીન કાળથી સાધુવ કરતા રહ્યો છે. એને લીધે તેને વિશ્વનાં બધાં પ્રાણીઓને માબાપ, રક્ષક અને વિશ્વબંધુ કહેવામાં આવ્યા છે. આજે પણ કેટલાક નામાંકિત સાધુસાધ્વી પોતાની આ જવાબદારીને પૂર્ણ રીતે નભાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ મોટે ભાગે આજના સાધુસાધ્વીઓ બિન જવાબદાર, સેવાહીન, કહીન, સાંપ્રદાયિકતાથી ઘેરાયેલા, અંધવિશ્વાસુ અને પેાતાની પૂજા-પ્રતિષ્ઠા માટે આડ ંબર પરાયણ તથા અનીતિમાન ધનિકાને પ્રત્યક્ષ-પરેક્ષ રીતે પ્રતિષ્ઠા આપનાર થઈ ગયાં છે. સાધુ સંસ્થાની આવી Àાર નિદ્રાને કારણે આજે જગત્ વિનાશાન્મુખ, પતનેાન્મુખ થઇ રહ્યું છે. વિશ્વની બધી વ્યવસ્થા વેરણ છેરણ થઇ રહી છે. સમાજર્ચના ધર્મપ્રધાન થવાને બદલે અ કામ–પ્રધાન થઇ રહી છે. ચારે બાજુ ચારિત્ર્યહીનતા, વિલાસિતા, અન્યાય, અનીતિ, શોષણ, સંગ્રહવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com