________________
અસફળતાનાં કારણે ઉપલાં કાર્યો કરવાની સાધુસાધ્વીઓની જવાબદારી એટલા માટે છે કે તેમણે વિશ્વનાં બધાં માન, પશુઓ, પંખીઓ અથવા બીજાં પ્રાણુઓની આત્મરક્ષાની પ્રતિજ્ઞા લીધી છે. હવે તેઓ માત્ર એક સંપ્રદાયનાં જ નથી રહ્યાં, પણ આખા વિશ્વના કુટુંબી છે, બંધુ છે, આત્મીય છે, માતા પિતા છે. ભ. મહાવીર, મ. બુદ્ધ, ભ રામ અને શ્રીકૃષ્ણ એ ચારેય ભારતીય ધર્મસંસ્થાપકે એ પિતાની આ જવાબદારીને નભાવી છે અને સંધ ( સાધુસાવી અને ચાતુર્વણ્ય ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને સમાજ અથવા તીર્થ) પણ એટલા માટે જ સ્થાપ્યો છે કે આ ધર્મ દષ્ટિએ સમાજરચનાની પરંપરા લાંબા સમય સુધી અવિચ્છિન્ન ચાલતી રહે. પરંતુ આજે ભારતમાં લાખોની સંસ્થામાં સાધુસાધ્વીઓ હોવા છતાં આ કાર્ય અટકી પડ્યું છે. જો કે એમાં હજારોની સંખ્યામાં સાચા સાધુસાધ્વીઓ પણ હશે, છતાં તેમના વડે સમાજ કે રાષ્ટ્રની કોઈ ઉલ્લેખનીય પ્રગતિ, ઉન્નતિ કે કલ્યાણ થઈ રહ્યું દેખાતું નથી; રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રોમાં વ્યાપેલી હિંસા અને અન્યાયને દૂર કરવા માટે કોઈ નક્કર સામૂહિક પ્રયત્ન થઈ રહ્યો નથી; વિશ્વની સમસ્યા ગુંચવાયેલી છે. આ અસફળતાના મુખ્ય કારણે આ છે :
(૧) સારા-સારાં સાધુસાધીઓની દષ્ટિ વ્યાપક અને સર્વાર્ગી નથી. માનવજીવનના દરેક ક્ષેત્રમાં નીતિ અને ધર્મની પ્રેરણા કેવી રીતે આપી શકાય? બધાય ક્ષેત્રમાં ધર્મને સર્વોપરિ કેવી રીતે રાખી શકાય? સર્વે ધર્મોને સમન્વય કઈ રીતે કરી શકાય? વિશ્વપ્રને ધમદષ્ટિએ કેવી રીતે ઉકેલી શકાય? વિશ્વના ઘટના ચોમાં ધર્મને રંગ કેવી રીતે પૂરી શકાય? આવી બધી બાબતમાં સાર્વભૌમ વ્યાપકતા, ઊંડાણ અને વિશ્વવિશાળ અનુબંધ વિચારધારા પૂર્વક ચિંતન કરવાની તીક્ષ્ણ દષ્ટિ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com