________________
વધારે વેર વિખેર અને દ્વેષ પૂણ તથા મોટે ભાગે રાહત વૃત્તિવાળુ બની રહ્યું છે; કેમકે આ બધી પ્રવૃત્તિઓમાં યેગ્ય, ઇમાનદાર અને પ્રભાવશાળી વ્યકિતઓના અભાવ છે. આ ઉણપને સાધુ સાધ્વીએ યોગ્ય પ્રેરણા શકિતના પ્રભાવે દૂર કરાવી શકે છે. અને આવી પેસતી ખરાખીઓને ઠેર-ઠેર ગ્રામસંગઠનના યોગ્ય પ્રતિનિધિ નીમાવી મટાડી શકે છે.
(૫) જ્યાં-જ્યાં અન્યાય, અત્યાચાર, શેષણ, અનીતિ વગેરે ફાલીફૂલી રહી હૈાય, ત્યાં સાધુસાધ્વીઓએ મધ્યસ્થ પ્રથા અગર તે સામૂહિક શુદ્ધપ્રયાગ વડે તેમને દૂર કરવાની છે.
(૬) સમાજમાં, જ્ઞાતિઓમાં, ધ*-સપ્રદાયામાં પ્રચલિત અંધવિશ્વાસ અને કુરૂઢિઓની ભારે ગુલામી પ્રવર્તે છે, તેને દૂર કરવી છે.
(૭) સંપ્રદાયવાદ, જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, રંગભેદ, રાષ્ટ્રીય ઝનૂન, વેષપૂજા વગેરેને લીધે સમાજ અને રાષ્ટ્રાના લેામાં દ્વેષ, કલેશ, ફ્રૂટ, મનેામાલિન્ય, વગેરે વધી રહ્યાં છે, એમને રોકવા તથા જનતાના તૂટેલાં દિલને જોડવાને અને સમભાવ તથા સમન્વય ભાગની પ્રત્યક્ષ સાધના કરવા-કરાવવાના પ્રયત્ન કરવા છે.
(૮) લેાકશાહી આવી છે, પણ તેને પ્રજાએ પચાવી નથી તેને પચાવવાની શકિત અને તેને અનુરૂપ વિવેક પ્રજામાં પેદા કરવા છે. એક બાજુ રાજ્યસંસ્થા પ્રત્યે શ્રદ્ધા રાખવા છતાં બીજી બાજુથી રાજ્યસંસ્થા દ્વારા લેાકહિત વિરાધી કાર્ય તથા સિદ્ધાન્ત વિરોધી કાર્ય કરાવામાં આવે તે તેના ઉપર નૈતિક સામાજિક દબાણ લાવી શકે, તેને પ્રેરણા આપી શકે અને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં તે ( રાજ્યસંસ્થા ) નિશ્ચિંત થઇને લેાકશાહીના વિકાસ કરી શકે વ. માટે લેાક-સંગઠન અને લેક સેવક સંગઠના તૈયાર કરવાં છે.
(૯) દેશ અને દુનિયાની સાંસ્કૃતિક સમસ્યાને ઉકેલવી છે; માનવતાનું નિર્માણ કરવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com