Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક તા ના અ નું વા દ ક ન પ્રસ્તુત ગ્રંથ શ્રી ગોવિંદ મહાદેવ જોશીના “ િરમાવનાશાસ્ત્ર એ મરાઠી ગ્રંથને અનુવાદ છે. એ ગ્રંથ મહારાષ્ટ્રમાં સને ૧૯૩૩ માં પ્રસિદ્ધ થયેલ હતું. એ વાંચ્યા પછી આવો ગ્રંથ ગુજરાત સમક્ષ મૂકાય તે સારું એવો અભિલાષ મનમાં ઉત્પન્ન થયો. તે પ્રમાણે ૧૯૩૫ ની ઉનાળાની રજામાં અનુવાદનું કામ હાથમાં લીધું અને તે જ રજામાં અનુવાદ પૂરે કરી ગયો. એનજીનીયરીંગ કોલેજમાં હેવાથી અભ્યાસના અંગે ફુરસદ ભાગ્યે જ મળતી. તેથી એ અનુવાદ એક વરસ એમને એમ પડી રહ્યો. બીજી રજામાં મારા એક મિત્ર તરફથી એ તપાસાવી લઈ, “પ્રેસ કેપી” કરી મુદ્રણ માટે આપી દીધો. (જુન ૧૯૩૬) મુદ્રણનું કામ લગભગ દસેક માસ ચાલ્યું, ને હવે ૧૯૩૭ માં એ અનુવાદ પ્રસિદ્ધ કરી શકું છું. અધિકાર કરતાં ઉત્સાહમાં આ બધું કાર્ય કર્યું છે. આ અનુવાદ કરવાને ઉદ્દેશ જૂના-નવાને ચાલતે કલહ પુનઃ સજીવન કરવાનું નથી. આધુનિક યુગમાં ઉછરતી નવી સંસ્કૃતિ સાથે પ્રતિગામી બળ ઉત્પન્ન કરી જૂના વિચાર અને તને સમાજમાં પ્રસાર કરવા મારી ઈચ્છા નથી. મારે આશય વધારે સૂક્ષ્મ અને નિર્દોષ છે. સત્યનિષ્ઠ અભ્યાસકને વસ્તુની અનેક બાજુઓ જેવી પડે છે. પ્રિય અપ્રિય એવી ઘણુએ વિચારસરણીઓ સમજવી પડે છે. અને પછી જ તેમાંથી તે સાર કાઢી શકે છે. હાલ સુધી મૂળ વૈદિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 620