Book Title: Vishvama Dikshanu Sthan Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 4
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને રસભરી તેમ જ તીખી ચર્ચાઓ પણ શાસ્ત્રોમાં મળે છે. આ સ્થિતિ છતાં એટલું તો જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવા પણ તે ધર્મને જીવનમાં તે પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણસંપ્રદાયમ એકાગ્રમધર્મને સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મને સ્વીકારના વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. આટલી તો સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણ સંન્યાસ સ્વીકાર્યા પછી તે જીવનપર્યત ધારણ કરવો જ પડે છે. જીવન પહેલાં તેને અંત આવતે નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તે આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે. તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યતને સંન્યાસ લેવા બંધાયેલ નથી. તે અમુક માસનો, અમુક વર્ષને સંન્યાસ લે, અને તેમાં રસ પડે તે તેની મુદત વધારતો જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જે રસ ન પડે તે સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પાછા ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૈદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતેષ લાધે તો તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમે સામે ઉભવાની શક્તિ ન હોય તે પાછો ઘેર પણ ફરે; જ્યારે જેનસન્યાસમાં એમ નથી. એમાં તે એકવાર--પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તો એંશી વર્ષની ઉંમરે–સંન્યાસ લીધે એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવો જ પડે. ટૂંકમાં નદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તે જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. બ્રાહ્મણસંપ્રદાયમાં બાળ અને તરુણ ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ન હોવાથી એમાં સંન્યાસ છોડી, પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ બને છે. અને જ્યારે એવા દાખલાઓ બને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19