Book Title: Vishvama Dikshanu Sthan
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249642/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ દીક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલે જ અર્થ નથી. તેના અનેક પ્રકારે છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી, શસ્ત્રદીક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વળી બીજે બીજે સમયે બીજાં શાસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. ચાદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્ય દીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, જ્યાં સુધી રાજ્યસૂત્રો હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બંધાયેલ છે. વિશેષ શું, વિવાહની પણ દીક્ષા છે. વિવાહના ઉમેદવાર વધૂવરને પણ એ દીક્ષા લેવી પડે છે. આ બધી દક્ષાઓ કાંઈ કલ્પિત કે આધુનિક નથી. એનો બહુ જ જૂને ઈતિહાસ છે અને ભગવાન વિહાવીર પહેલાં હજારો વર્ષોથી એ બધી દીક્ષાએ ચાલતી આવી છે, મને હજી પણ એક અથવા બીજા રૂપે ચાલે જ છે. ધર્મદીક્ષા એ બધી દીક્ષાઓથી જુદી છે. દીક્ષા એટલે ભેખ લેવો, સંન્યાસ કે ફકીરી ધારણ કરવી. મેખ એટલે અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજના, અને પણીવાર તો દેશ સુદ્ધાંનાં બંધને પણ ઢીલાં કરવાં પડે છે, અને કોઈ BHઈ વાર છોડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે પિને આડે આવતા હોય તે બંધનોને છોડવાં એ જ ભેખનો અર્થ Page #2 -------------------------------------------------------------------------- ________________ ८० પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો છે. આજે પણ કેળવણી મેળવવા છેકરાઓને પોતાના કુટુંબકખીલાનાં બંધના છેડી માઈં'ગ, કાલેજ અને ઘણીવાર પરદેશના વિદ્યાલયાનાં બંધને સ્વીકારવાં પડે છે. ઉદ્દેશની જેટલી મર્યાદા તેટલા જ દીક્ષાના કાળ. તેથી વિદ્યાદીક્ષા ખાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. ખીજી બીજી દીક્ષાના સમયે પણ મુકરર છે. એ રીતે વિવાહૂદીક્ષાને અવશેષ એટલેા રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વધુવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓને ઉદ્દેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણા પહેલેથી જ રાખવામાં આવેલી હાય છે, પણ ધર્મદીક્ષાની ખાખતમાં વસ્તુસ્થિતિ જુદી છે. ધર્મદીક્ષાના ઉદ્દેશ જીવનની શુદ્ધિ છે. અને જીવનની શુદ્ધિ ક્યારે સિદ્ધ થાય, અને પૂર્ણ શુદ્ધિ કયારે પ્રાપ્ત થાય એ કાંઇ નક્કી નથી, તેથી ધર્મદીક્ષાપરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળ મર્યાદાની બાબતમાં એ વાત જોવાની રહે છે. એક તે ધર્મદીક્ષા ક્યારે એટલે કઈ ઉંમરે લેવી, અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કેટલે વર્ષે થાય. શરૂઆત કરવાની બાબતમાં એક મત નથી. ક્રિશ્ચીયન ધર્મમાં રોમન કેથોલિક સંપ્રદાય નાની ઉંમરના, છેક નાની ઉંમરના બાળકાના દીક્ષા આપી દેવામાં માનતા અને હજી પણ એમ ક્વચિત્ ચિત્ મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ અંધન છે કે ફકીરીના ઉમેદવાર ઉપર કાર્યના નિર્વાહની જવાબદારી ન હેાય તે તે ગમે તે ઉંમરે પણ ફ્રકીરી ધારણ કરી શકે છે. અને કાઈ વડીલેાની કે બીજા તેવાની સેવા કરવાની જવાબદારી હાય તા ગમે તેટલી મેટી ઉંમરે પણુએ જવાબદારીમાંથી છટકો ફકીરી લેવાની છુટ નથી. આદેશના જીવિત ત્રણ જૂના સંપ્રદાયામાંથી પહેલાં બ્રાહ્મણુ સંપ્રદાય લઈ આગળ ચાલીએ; એમાં આશ્રમવ્યવસ્થા હાવાથી અહીં ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સન્યાસાશ્રમ કહી શકાય તે Page #3 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૮૧ ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમમાં જાય. પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય. લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાનો વખત આવે અને છેક છેલ્લી જીંદગીમાં જ તદ્દન (પૂર્ણ) સંન્યાસ અથવા તે પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્મો બ્રાહ્મણ સંપ્રદાયમાં, બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સંન્યાસ નથી લેવાતે, કેઈએ નથી લીધે, અથવા તેવું વિધાન નથી એવું કંઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હોઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તે ઉંમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનું છે. જ્યારે અનાશ્રમધર્મી અથવા તો એકાશ્રમધમી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં તેથી ઉલટું છે. એમાં પૂર્ણ સંન્યાસ કહે, અથવા બ્રહ્મચર્ય કહો, એ એક જ આશ્રમનો આદર્શ છે. અને ગૃહસ્થાશ્રમ કે ત્યારપછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે; તેથી બૈદ્ધ અને જૈન સંપ્રદાયમાં મુખ્ય ભાર સંન્યાસ ઉપર આપવામાં આવે છે. અને બ્રાહ્મણસંપ્રદાયમાં એ ભાર પહેલાં તો ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે. બ્રહ્મચર્યાશ્રમ વિષે ચતુરાશ્રમધમ અને એકાશ્રમધર્મી સંપ્રદાયો વચ્ચે કશે ભેદ જ નથી, કારણ કે એ બન્ને ફાંટાઓ બ્રહ્મચર્ય ઉપર એક સરખે ભાર આપે છે. પણ બન્નેને મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચર્યાશ્રમમાં ગમે તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહસ્થાશ્રમના આઘાત પ્રત્યાઘાતોમાંથી અને વિવિધ વાસનાઓના ભરતીઓટમાંથી પસાર થઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. બીજે કહે છે કે ગૃહસ્થાશ્રમની જાળામાં ફિસ્યા એટલે નીચોવાઈ જવાના, તેથી બધી શક્તિઓ તાજી અને જાગતી હોય ત્યારે જ સંન્યાસ ફળદ્રુપ નીવડે, માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધે સંન્યાસાશ્રમ સ્વીકારવામાં અથવા તો બ્રહ્મચર્ય અને સંન્યાસ બન્ને આશ્રમનું એકીકરણ કરવામાં જ જીવનને મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાના જૂને છે અને એની Page #4 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને રસભરી તેમ જ તીખી ચર્ચાઓ પણ શાસ્ત્રોમાં મળે છે. આ સ્થિતિ છતાં એટલું તો જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવા પણ તે ધર્મને જીવનમાં તે પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણસંપ્રદાયમ એકાગ્રમધર્મને સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મને સ્વીકારના વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. આટલી તો સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણ સંન્યાસ સ્વીકાર્યા પછી તે જીવનપર્યત ધારણ કરવો જ પડે છે. જીવન પહેલાં તેને અંત આવતે નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તે આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે. તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યતને સંન્યાસ લેવા બંધાયેલ નથી. તે અમુક માસનો, અમુક વર્ષને સંન્યાસ લે, અને તેમાં રસ પડે તે તેની મુદત વધારતો જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જે રસ ન પડે તે સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પાછા ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૈદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતેષ લાધે તો તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમે સામે ઉભવાની શક્તિ ન હોય તે પાછો ઘેર પણ ફરે; જ્યારે જેનસન્યાસમાં એમ નથી. એમાં તે એકવાર--પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તો એંશી વર્ષની ઉંમરે–સંન્યાસ લીધે એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવો જ પડે. ટૂંકમાં નદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તે જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. બ્રાહ્મણસંપ્રદાયમાં બાળ અને તરુણ ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ન હોવાથી એમાં સંન્યાસ છોડી, પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ બને છે. અને જ્યારે એવા દાખલાઓ બને પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન છે, ત્યારે એ સંન્યાસ છેાડી પાછા કરનારની પ્રતિષ્ઠા, એ સમાજમાં ખાસ નથી હાતી. જૈનસમાજમાં ખાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુદ્ધાં, વળી ખાસ કરી આજ અવસ્થામાં સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકે અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છેાડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળ આવે છે. અને જે દીક્ષા છેાડી પાછા કરેલા હાય છે. તેઓનું પાકું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઇ જાય છે. ફ્રી તે વ્યક્તિ દીક્ષા લે તેાપણ એકવાર દીક્ષા છેાડ્યાનું શરમીંદુ કલંક તેના કપાળે અને ભકતેાની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સયમ પાળવાની પેાતાની અરાક્તિને લીધે અથવા તા બીજા કાઇ પણ કારણસર જે માણસ ઘેર પાછા ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તે તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલા નીરાગ અને કમાઉ પણુ હાય છતાં તેને કાઈ કન્યા ન આપે, આપતાં સંક્રાચાય. વળી એને ધંધાધાા કરવામાં પણ ખાસ કુરીતે પ્રતિષ્ઠિત અને તેમાં પણ ખાસ કરીને ધાર્મિક જૈામાં જવું અને રહેવું મુશ્કેલ જેવું થઈ જાય છે. દીક્ષા છેાડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણ આવવા ઈચ્છનાર માટે રસ્તા કાંટાવાળા હોવાથી આવા લેકામાં જેએ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી હાતા તેએ પેાતાની વાસના માટે અનેક આડા રસ્તા લે છે. કાઇ સાધુવેષમાં જ રહી અનેક જાતની ભ્રષ્ટતા ચલાવે છે અને માનપાન તેમજ ભાજન મેળવે જાય છે. કેાઈ વળા એ વેષ છેડી પેાતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કાઇ ખુટ્ટી રીતે વિધવાલગ્ન કરે છે અથવા તેા ખીજી જ રીતે ક્યાંઇક લગ્નગાંઠે ખાંધે છે. એક ંદર રીતે જોતાં દીક્ષા છેડનારની સમાજમાં પ્રતિષ્ઠાન હાવાથી એવી વ્યક્તિની શક્તિ સમાજના કાપણુ કામ માટે ચેાગ્ય રીતે નથી ખર્ચાતી. જો તેવી વ્યક્તિ ગ્રીજા સમાજમાં દાખલ ન થઈ હોય અને ખૂબ શક્તિસપન્ન હોય તાય તેમના તરફથી સમાજ પેાતાની બુદ્ધિપૂર્વક ફાયદે ઉડાવી શકતી ૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને નથી. બૌદ્ધસંપ્રદાયમાં એમ છે જ નહિ, એમાં મોટા મોટા રાજાઓ વૈભવશાળીઓ અને બધા ગૃહસ્થો મોટે ભાગે એકવાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઉલટું વધેલું હોય છે. તેથી જ તો એ સંપ્રદાયમાં ભિખપદ છોડી ઘેર આવનાર પિતાને જીવનને માટે અગર તે સમાજને માટે શાપરૂપ નથી નીવડત, ઉલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પરત્વે ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ. જો કે વિષય જાણુને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન” એ રાખેલો છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તો એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જૈન દીક્ષાનો મુખ્ય ઉદ્દેશ અથવા તો એની અનિવાર્ય શરત એક જ છે, અને તે જીવનશુદ્ધિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે તેને સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે તે વિચારવું અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ અને મળે તેમ જ સંકુચિતતાએ પિતાને જણાઈ હોય તે બધીને જીવનમાંથી કાઢી નાંખવી અથવા તો એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવ. જૈન દીક્ષા લેનાર સમાજ, લેક કે દેશના કેઈપણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈ પણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે જીવનશુદ્ધિનું જ મુખ્ય લક્ષ રાખવું, અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દીક્ષાનો વિચાર કરતી વખતે જે એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તે આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે. એક જમાને એ હતો કે જ્યારે જાતિ પરત્વે જેમાં દીક્ષાની તકરાર હતી, અને તે તકરાર કાંઈ જેવી તેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના બન્ને પક્ષકારો સામસામા મહાભારતના કૌરવ પાંડવ સૈનિકાની પેઠે વ્યુહબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ Page #7 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૮૫ સેંકડો પંડિતો અને ત્યાગી વિદ્વાનો રેકાતા, શકિત ખર્ચતા અને પિતપોતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રય તેમજ તેવો બીજે આશ્રય બીજી કોઈ રીતે નહિ તો છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની ભ્રમણું દ્વારા પણ મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પિઠે જ સંપૂર્ણપણે લઈ શકે એટલો જ દીક્ષાપરત્વે આ ઝઘડે નહતો, પણ બીજા અનેક ઝઘડા હતા. દીક્ષિત વ્યકિત મોરપીંછ રાખે, વૃદ્ધપીંછ રાખે, બલાક પીંછ રાખે કે ઉનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીક્ષિત વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તો ધળાં પહેરે કે પીળાં, વળી એ કપડાં કદી પૂર્વે જ નહિ કે ધૂવે પણ ખરા. વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે, આ વિષે પણ મતભેદો હતા, તકરારે હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાને પોતપોતાને પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથો લખતા. ત્યારે છાપાં તે ન હતાં, પણ તાડપત્ર અને કાગળ ઉપર લખાતું ખૂબ. ફકત એ તકરારોનાં શા જુદાં તારવીએ તે એક મેટે ઢગલો થાય. આજે કોલેજોમાં અને ખાનગી વિદ્યાલયોમાં એ ગ્રંથ શિખવવામાં આવે છે, પણ એ શિખનારને એમાં ભૂતકાળના તર્કો અને દલીલોનાં મુડદાં ચીરવામાં વિશેષ રસ નથી આવતો. તેઓ જે તર્ક રસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તો પિતા પોતાના વડવાઓની પ્રશંસા કરી પુલાઈ જાય છે. અને જો ઇતિહાસરસિક હોય તો ભૂતકાળના પિતાના પૂર્વજોએ આવી આવી ક્ષુદ્ર બાબતોમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણ કરી માત્ર ભૂતકાળની પામરતા ઉપર હસે છે. એ પણ પોથા ઉપર ચડેલા અને સંસ્કૃત પ્રાકૃત ભાષાને વેષ પહેરેલા તેમજ શાસ્ત્રનું સુંદર નામ ધારણ કરેલા આ ક્ષુદ્ર કલહોને નિઃસાર જોનાર આજનો તરુણુ વર્ગ, અથવા તો કેટલોક બુઢા વર્ગ વળી એક દીક્ષાની બીજી મેહનીમાં પડ્યો છે. એ મેહની એટલે ઉંમરની અને સંમતિ પૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સ્ત્રીને ભૂતકાળના દીક્ષાપરત્વે અધિકાર હૈાવા ન હેાવાના, અમુ ચિહ્ન રાખવા ન રાખવાના જૂના ઝઘડાએ નીરસ લાગે છે ખરો પશુ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી સ્થૂળ વૃત્તિ પા નવા ઝઘડા માગી જ લે છે. તેથી જ તેા આ ઉંમર પરત્વેને અ સંમતિ પરત્વેને મઝેદાર ઝઘડે ઉભેા થયેા છે અને તે વિકસે ન જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝધડે! મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુદ્ધાં પહોંચ્યા છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બન્ને પક્ષાને ચર્ચા કરવાનું સ્થાન હતું. અને હારજિતના નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતા; પણ આજના રાજદરબાર જુદો છે. એમાં તમે ચડા એટલે બન્ને પક્ષકારાની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કાથળી આડે દબાઈ જાય છે. એટલે જે નાણાં વધારે ખર્ચે તે જિત ખરીદી શકે. રાજતંત્રના આ વ્યક્તિસ્વત ંત્રતાવિષયક ગુણ ભલે બુદ્ધિમાના અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક હા, પણ જૈનસમાજ જેવા મુહુ અને ગુલામ સમાજ માટે તેા એ ગુણુ નાશકારક જ નીવડતા જાય છે. ' અત્યારે એ પક્ષા છે. બન્ને દીક્ષામાં તે માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમે વિષે અંતેમાં કાઈ ખાસ મતભેદ નથી. બંનેને મતભેદ દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હેાય તે પણ જૈનદીક્ષા, જીવનપર્યંતની લઈ શકે, અને એવાં ખળકા ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યાગ્ય છે. તેમજ તે કહે છે કે સેાળ કે અઢાર વર્ષ પહેાંચેલા તરુણુ કાર્યની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિપત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ દીક્ષા લઈ શકે અને તેવા તરુણા મળી આવે તે દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તેા આ પક્ષ ખાળ ઉમેદવારે। ન હોય તે તેવા ઉમેદવારોને કૃત્રિમ રીતે ઉભા કરી તેમને શિરે ધ મુકુટ પહેરાવવાના Page #9 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન પ્રયત્ન પણ કરે છે. બીજો પક્ષ કહે છે કે બાળકને તે દીક્ષા ન જ આપવી જોઈએ, અને તરુણને દીક્ષા આપવી હોય તો એના વાલી વારસદારો અને ખાસ લાગતા વળગતા તેમજ સ્થાનિક સંઘની પરવાનગી સિવાય તે આપવી યોગ્ય નથી. બન્ને પક્ષકારોની પોતપોતાની દલીલ છે. અને એ મોહક પણ ઘણુવાર કેટલાકને લાગે છે. પહેલે પક્ષ, બાળ અને તરુણવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હોય એવી કેટલીક જૂની સાધુ વ્યક્તિઓનાં અને વર્તમાન સાધુ વ્યકિતઓનાં નામે પિતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠા પરિણામો પિતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યકિતઓનાં નામે પણ કઈકવાર સૂચવે છે. પણ એ બન્નેમાંથી એકે પક્ષ જોઈએ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી લેકે સામે નથી મૂકતો. બને પક્ષકારો ભલે પિતપોતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળ ધરે છતાં, જે એ બને સાચા અને ધૈર્યશાળી હોય તો વસ્તુસ્થિતિ તે તેમણે જાણવી જ અને રજુ કરવી જ જોઈએ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણી અને રજુ કરી શકાય. એક યાદી દરેક સાધુએ રાખવી જોઈએ. જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામઠામ, અને દીક્ષા લેવાની તારીખ વગેરે બધું નોંધાય, અને બીજે પાસ પોતાની પાસે દીક્ષા લેનારમાંથી કોઈ છટકી જાય કે ચાલ્યો જાય છે તે પણ પ્રામાણિકપણે કારણુપૂર્વક નોંધવામાં આવે. બધા જ સાધુઓ આવી પોતાની યાદીઓ એક આણંદજી કલ્યાણજી જેવી પેઢીએ અથવા એક પત્રમાં મોકલી આપે. આ યાદો ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એકંદર દીક્ષા લેનાર કેટલા અને છેડનાર કેટલા. વળી લેનાર છેડનારનું પરિમાણ ઉંમર પરત્વે કેટકેટલું, તેમજ લેવાના અને છેડવાના, ખાસ કરીને છોડવાના કારણેની સરખામણ. આ યાદીમાંની દર સો વ્યક્તિઓમાંથી સારી Page #10 -------------------------------------------------------------------------- ________________ - - ૮૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે બાળદીક્ષાના પક્ષપાતી પિતાના પક્ષને પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એંશી વ્યક્તિઓને લઈ ભલે બીજા પક્ષના અનુગામીએ પોતાના પક્ષની પુષ્ટિ કરે. તે છતાં બન્ને પક્ષે એકંદર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામની સરખી રીતે હિમાયતી હોવાથી તેઓને દીક્ષા છોડવાનાં કારણે પરત્વે ખાસું જાણવા મળશે, અને ઉંમર તેમ જ વડીલોની સંમતિ પરત્વેની તકરારનું મૂળ અસલમાં ક્યાં છે તે તેઓ પ્રામાણિકપણે જાણી શકશે ભલે બન્ને પક્ષો ચાલુ રહે છતાં તેઓ એક સરખી રીતે જે સાધુ જીવનમાં પવિત્રતા જોવા ઈંતેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેઓને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છેડવાનાં કારણે ઉપરથી ઘણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે. બાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીએ કાંઈ કોઈ દીક્ષા છેડી જાય અથવા વઠી જાય એમ તો ઇચ્છતા જ નથી એટલે તેઓને માટે તો આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે મૂળોછેદ કરનાર છે. બીજા વિરોધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છોડનારની વિગતવાર તેમ જ પ્રામાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામની સંખ્યામાં ભલે અધુરી છે, પણ હકીકતમાં જરાય ખેતી ન હોવી જોઈએ. કદાચ આ યાદો એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તે તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તેઓ આખરે બાળ તેમજ અસંમત દીક્ષાના વિરોધનું મૂળ સમજી કાંઈ અને કાંઈ વિચારણા કરશે જ. વળી કદાચ તેઓ આ યાદીને નહિ અડકે તે પણ લોકમત તેમને એને વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ બેચાર સારી નીવડેલ વ્યક્તિઓનાં નામ આગળ મૂકીને બાળ અને અસંમત દીક્ષાનું જે સમર્થન કરે છે અને બીજો પક્ષ જે તેની ગોળગોળ અને વિગત વિનાની ખામીઓ ગાઈ તેને વિરોધ કરે છે, તેને બદલે બન્નેનું લક્ષબિંદુ મૂળ કારણે તરફ જશે, અને એકંદર રીતે કાંઈક સાચી જ સુધારણા થશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઉંડા ન ઉતરીએ તો ચર્ચાને અન્યાય થવા સંભવે છે. દીક્ષા દેવાની તરફેણને વર્ગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકોને જે દીક્ષા આપી હતી, તેમજ ત્યાર પછીના વજ, હેમચંદ્ર, અને યશોવિજયજી જેવાએ બાળદીક્ષાને પરિણમે જે મહાનુભાવતા મેળવી હતી, તેના સાચા અને મનોરંજક દાખલાઓ ટાંકે છે. અને વળી બીજે સામેનો પક્ષ તેવા દાખલાઓ સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જોસભેર હિમાયત કરે છે. તો પછી આપણને જોવાનું પ્રાપ્ત થાય છે કે આ વિવાદને મૂળ મુદ્દો તે શો છે ?જ્યારે સહેજ આજની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વિવાદને મૂળ મુદ્દો આપણી નજરે આવ્યા વિના નથી રહેતો. તે મુદ્દો એ છે કે ભગવાનના સમયના બાળદીક્ષાના દાખલાઓ આજે મૂકાય છે ખરા, પણ એ બાળદીક્ષા જે વાતાવરણમાં અમેઘ ફળ આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને નથી તે લાવવાનો પ્રયત્ન થાય છે કે નહિ, એની વાત બાળદીક્ષાના હિમાયતીઓ કરતા જ નથી. ભગવાન બાળકને, તરુણોને. કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા, નિઃસંકોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેઓ પોતાની જવાબદારી વધારે સમજતા. એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ પણ સૂક્ષ્મ ચિતનો ચાલતાં, અલૌકિક ધ્યાન ધરાતાં. રાતદિવસના આઠ પહોરમાંથી એક પહોર બાદ કરી, બાકીના સાતે પહોરન સાધુચર્યાને કાર્યક્રમ વિચારણું, ધ્યાન અને મોનિગ્રહિ તપમાં જ ગોઠવાયેલા રહેતા. એ વાતાવરણ એટલું બધું સાત્ત્વિકતામાં ઉંડુ, જિજ્ઞાસામાં વિશાળ, અને તપમાં ગંભીર રહેતું કે તેમાં માર (આસુરી વૃત્તિ)ને પસતાં ભારે મુશ્કેલી પડતી. ક્ષુદ્ર બાબતોની તકરારે, કશું નવું જાણવાની બેદરકારી, Page #12 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમજ બીક અને પામરતાની છાયા જે આજે ત્યાગિજીવનના વાતાવરણમાં છે, તે જે તે વખતે હોત તો તે વખતે પણ એવી દીક્ષાનો વિરોધ જરુર થાત. અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગેવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ફરજ તો એ ભગવાનના સમયનું વાતાવરણ લાવવાની છે. જે દીક્ષાના પક્ષપાતીઓ એ તમય વાતાવરણ લાવવા લેશ પણ મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક, અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણ અત્યારે ઉભું કરવા મથતા ન હોય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તો સમજવું જોઈએ કે તેઓ પોતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાનો પાયે હચમચાવી રહ્યા છે, અને પિતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે, જે તેઓ પિતાની આજુબાજુના વાતાવરણ તરફ, અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઉછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જશે તો તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારા હજારે કાં ન આવે ? પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને બાળકે, તરુણે અને યુવકદંપતીઓને દીક્ષા આપવામાં તો ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં રહેલી બને છે તે જ બીજા અને વિરોધી વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારને સાથે શિક્ષણ આપવાનો કેયડે કેટલું મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે? શિક્ષકો, શિક્ષણસ્થાન અને શિક્ષણના વિષય એ જ એ ગૂંચનું કારણ છે. જે શિક્ષકે સાચા જ ઋષિ દેવ, શિક્ષણના વિષયે જીવનસ્પર્શી હોય અને તેના સ્થાને પણ મેહક ન હોય તે સહશિક્ષણનો કઠણ દેખાતો કાયડો જૂના આશ્રમના જમાનાની પેઠે આજે પણ સહેલ લાગે. એ જ ન્યાયે Page #13 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન એક વાતાવરણમાં જે દીક્ષા સહેલાઈ થી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન છતાં સફળ બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એને વિચાર એ બધું વાતાવરણનું સ્થળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તો આપણને જેવા શું મળે? ફક્ત એકવાર અને તે પણ ત્રીજે પહોરે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદયથી અસ્ત સુધીમાં રસનેંદ્રિયને કંટાળો આવે એટલીવાર અને એવી વાનીઓ લવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતો જ ન હોય તેમ દિવસે કલાકેના કલાક સુધી નિદ્રાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કર્યું અને અમુકે પિલું કર્યું. મેં આ કર્યું અને પેલું કર્યું, અમુક આવો છે અને પેલે તેવા છે, એ જ આજનો મુખ્ય સ્વાધ્યાય છે. બાર અંગનું સ્થાન અગિયારે લીધું, અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ-ખાસ કરી ખંડનમંડનના એકબીજાને ઉતારી પાડવાના છાપાંઓએ લીધેલું છે. પોષ્ટ, પાર્સલ અને બીજી તેવી જરુરિયાતની ચીજોના ઢગલાઓ તળે બુદ્ધિ, સમય અને ત્યાગ એવા દબાઈ ગયેલા દેખાય છે કે તે માથું જ ઉંચકી શકતા નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વર્ગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું બને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળ આપણે ફેંકી દેવા જેવાં છે, અને ક્યાં બળે પચાવ્યા સિવાય આજે ત્યાગને જીવવું કઠણ છે, આપણે ક્યાંથી ક્યાં આવ્યા છીએ, અને જ્યાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને તે કોણ છે, તેમની મહત્તા અને સંતપણુનાં શાં કારણે છે, આજે જે મહાન વિદ્વાનો અને વિચારકે ગણાય છે, અને જેને આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે, એ બધું જોવા જાણવાની અને વિચારવાની દિશા તો આજના ત્યાગી વાતાવરણમાં લગભગ બંધ થઈ ગયા જેવી છે. આજનો કોઈ સાધુ Page #14 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને દુનિયામાં સૈથી મહાન ગણુતા, અને હજારો માઈલથી જેને જેવા જેની સાથે વાતચીત કરવા, હજારે માણસે, લાખો રૂપીઆ ખર્ચ કરી આવે છે એવા સાબરમતીના સંત પાસે જઈ શકે એવું વાતાવરણું છે ખરું ? મળવાની, ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળો આજનો કેઈ સાધુ, ગાંધીજી, નહેરુ કે પટેલના તંબુમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું ? ઉંચામાં ઉચા ગણાતા પ્રોફેસરને ત્યાં ઈચ્છા છતાં શીખવા માટે આજનો કાઈ આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરે? જીવનની સાધનામાં પુષ્કળ ઉડાણ કેળવેલ અરવિંદ સાથે પિતાની જ ચર્ચામાં રહી છે દિવસ ગાળવા ઇચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરો ? દારૂને પીઠે, વિલાસનાં ભવનમાં અને મૂર્ખામીના બજારોમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને રોકે છે તેટલા જ-ખરેખર તેટલા જ પ્રમાણમાં–આજનું વાતાવરણ જૈન સાધુઓને છુટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષ સાથે મળવા હળવા અને ખાસ કરી તેમને સહવાસ કરવા જતાં અને પિતાના ઈષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રોક્સરેના પાસમાં બેસી, તેમને ઘેર શિખવા જતાં રોકે છે, એ વાત જૈનેથી ભાગ્યે જ અજાણું છે. કેવળ હકીક્ત રજુ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી (લંબાણુ અને નિદ્રાનો જે કોઈ આક્ષેપ કરે તો તેની પરવા ન કરીને પણ ) થોડાક અનુભવો ટાંકું. જેવા અનુભવ બીજાને પણ હશે જ. ‘યંગઈડિયા’ વાંચવાની તો યોગ્યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણ ‘નવજીવન’ને . જે નવજીવનને વાંચવા હજારે માણસ તલસે અને જેને વિષય જાણવા મેટામેટા ધાર્મિક અને વિદ્વાને પણ ઉત્સુક રહે તે નવજીવનને અડતાં અને પિતાના મંડળમાં લાવતાં ઘણું આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કેાઈ ઉતાવળીઆ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનુ સ્થાન ૯૩ સાધુએ નવજીવન હાચમાં લીધું હોય તા, એને જોઇ એની પાસેના મીજા લાલચેાળ ચઈ જાય છે. એક વિદ્વાન ગણાતા સાધુના શિષ્યે મને કહ્યું કે મને વાંચવાની તા ખૂબ જ ઇચ્છા થાય છે પણ ઇષ્ટ માસિકા અને ખીજાં પત્રા મગાવું તે મારા ગુરુ બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એકવાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને? મે કહ્યું ચાલે! અત્યારે જ. તેમણે નમ્ર છતાં ભીરુ ધ્વનિથી કહ્યું કે અલબત્ત તેમની પાસે જવામાં તે અડચણુ નથી—મને અંગત વાંધેા જ નથી. પણુ લેાકા શું ધારે? એમીજા જાણીતા આચાર્ય ને તેવી જ ઇચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પેાતાની પાસે આવવા ગાઠવણુ કરી. બીજા કેટલાય સાધુ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા એ સારા માસ છે, પણ કાંઇ સાચા ત્યાગી જૈનસાધુ જેવા કહેવાય ? સેંકડા સાધુ અને સાધ્વીએ . અમદાવાદ અને મુંખામાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હાય છે; છતાં જાણે ત્યાગીવેષ લેવા એ કાઈ એવા ગુન્હા છે કે પછી તેઓ ગાંધીજી કે ખીજા તેવા પુરુષની પાસે અથવા તેની સભામાં જઇને કશા જ સાત્ત્વિક ફાળા પશુ લઈ કે આપી ન શકે ? જે ત્યાગીએ ધર્મસ્થાન કહેવાતા પેાતાના ઉપાશ્રયામાં મુ માએની પેરવાઈ કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટામાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગના ઉપદેશ ઈ, પાછા પાટથી ઉતરી પોતે જ કથાકુથલીમાં પડી જાય, તે ત્યાગીએના ચરણમાં એસનાર પેલા બાળદીક્ષિતા, જાણેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે. એના કાઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શો ગમે તે હા, પણ દૃશ્ય અને જાગતા આદર્શ અત્યારે શે હાય છે એ કાઈ જીવે છે ખરું? જેને પાતે વિદ્વાન માનતા હાય એવા આચાર્ય કે સાધુ પાસે તેમનાથી જુદા ગુના આચાય કે સાધુ ઈચ્છા છતાં ભણવા જઈ શકે, એટલી ઉદારતા આજના વાતાવરણમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે ખરી? પેાતાની વાત બાજુએ મુકેા ા ય પેાતાના શિષ્યા સુદ્ધાંને બીજા જુદા ગુચ્છ કે સંબાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મેાકલે એવુ આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દો, પણ એક સાધુના રાખેલ પડિત પાસે મીન સાધુના શિષ્યા છુટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્ત્વ મંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઈચ્છા ા હતી, પણ જરા મહારાજજીના ભય હતા. એ જ સૂરીશ્વરના ખીજા સાહિત્યશાસ્ત્રી પંડિતે મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે ‘હું તમારી પાસે આવ્યેા હું એ વાત મહારાજજી જાણવા ન પામે.' હું મુલું છું કે આ મારું વર્ણન સર્વને એક સરખુ લાગુ નથી પડતું. પણ આ ઉપરથી એટલું જ કહેવા માગું છું કે આજનું આપણું ત્યાગી વાતાવરણુ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઇ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તામય વાતાવરણ નથી, અને ખીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણા દીક્ષિતા સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણુ, બાળ અને તરુણુદોક્ષા જ નહિ પણ આધેડ અને વ્રુદીક્ષા સુદ્ધાં ઈષ્ટ ફળ કેવી રીતે આપી શકે એને વિચાર કાઈ કરે છે ખરું? હું ધારું છું કે જો આજનાં વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે તે ઝઘડા રહે નહિ કાંતે દીક્ષાપક્ષપાતીઓને પેાતાનુ સંકુચિત વાતાવરણું વિશાળ કરવાની ફરજ પડે અને કાંતા દીક્ષાના આગ્રહ જ છેડવા પડે. જે માતાએ સીક ંદર, નેપેાલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમી જગતને આપવા હાય, તે માતાએ સયમ કેળવે જ છુટકા છે, અથવા Page #17 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૫ એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છેડે જ છૂટકા છે. આપણા ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જો સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંપ્ર આપવા જ માગતા હેાય તે તેણે પેાતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટકા છે. અને તે માટે તેમને આજનું વાતાવરણ બદલ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડા દીક્ષા આપવા ન આપવાના નથી પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને અદલવા ન બદલવાના છે. મ્હાડેથી એમ તેા કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે ( જો કે સહુ મનમાં તે જાણે જ છે) એટલે બહારથી દીક્ષા આપવાની વાતા થાય છે. વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે' એ પ્રશ્નના ઉત્તર વાતાવરણમાં છે. જો ત્યાગીઓને રહેવા, વિચરવા, શીખવા, કામ કરવા અને આખી દિનચર્યા ગાઠવવાનું વાતાવરણ ઉદાત્ત હાય તા, વીશ વર્ષના, દશ વર્ષના. અને પાંચ વર્ષના સુદ્ધાંને દીક્ષામાં સ્થાન છે. અને જો વાતાવરણ એદી તથા ખીસ્ક્યુ હેય તે, તેમાં સાઠ કે એશી વર્ષના મુટ્ઠી દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનેા નથી, એ વાત ત્યાગીની સફળતા, નિષ્ફળતાના ઈતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં તે ત્યાગીઓની ભારે જરુર છે. સેવા માટે ઝખનાર આપગ્રસ્ત લેાકા અને પ્રાણીઓને પાર નથી. સેવા શાખ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાના વિરાધ કેવી રીતે હાઈ શકે? વિરાધ તા દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઉભા થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતી જો તેના વિરાધીઓનું મ્હાંડું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પેાતાના પક્ષને ખરીદેલે નહિ પણ સાચાજ વિજય માગતા હોય તેા, તેમની ક્રૂજ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કોઈ એમ ન કહે અને . Page #18 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ન સમજે કે સેવા સાથે દીક્ષાનો શો સંબંધ? જે દીક્ષાનો મૂળ ઉદ્દે જીવનશુદ્ધિ હાથમાં હશે, અને તે માટે સતત પ્રયત્ન હશે તો દીક્ષા સેવા સાથે કશો વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ જીવનમ નહિ હોય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હોય તે તેવી દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે, એ નિઃશંક, એટલે જેમ હંમેશાં બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા યોગ્ય વર્ગ માટે હોવાથી સાચી દીક્ષાની સૌથી વધારેમાં વધારે ઉપયોગિતા છે. દીક્ષાના પક્ષપાતીઓ જે આ વસ્તુ સમજવામાં એક રસ થઇ જાય તો, હજારે માબાપ પોતાના બે બાળકોમાંથી ઓછામાં ઓછું એક સાધુને ચરણે ભાવપૂર્વક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયોમાં અને વિદ્યાલયોમાં બાળકો ઉભરાય છે. તેમને માટે પૂરતી જગ્યાઓ નથી. માબાપ પોતાના બાળકને તે સ્થળે મૂકવા તલસે છે, અને પિતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જોવા ભારે તનમનાટ ધરાવે છે, એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જે પિતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત્ત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઉભું કરે તો જેમ ગૃહસ્થને વગર પૈસે અને વગર મહેનતે પિતાનાં બાળકોને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાઓની ભૂખ ભાંગે. પરંતુ આજનો દીક્ષાની તરફેણ કરનાર તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનારે ગૃહસ્થ વર્ગ પણ એમ ચોખું માને છે કે, આપણું બાળકો માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જો તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં સાન દેખાતાં હોય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તો તેઓ બીજાના નહિ તે પિતાના અને વધારે નહિ તે એક એક બાળકને ખાસ કરી પિતાના માનીતા ગુરુને ચરણે કાં ન ધરે ? આને ઉત્તર શો છે એ વિચારવામાં આવે તે આજે દીક્ષાની ઉપયોગિતા શી છે એનું ભાન થાય. Page #19 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન 97 જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી, અથવા તે વધારે ઉંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને ટકાવી તેમજ સજીવ રાખવી હોય તો આપણે ધર્મ એને ઉપયોગી બનાવવાનો છે. એની ઉપયોગિતાની ચાવી જનસમાજ અને લોકની સેવામાં, તેમને માટે ખપી જવામાં, અને સતત અંતર્મુખ રહેવામાં છે, જે અંતજીવન વિકસિત થાય અને સેવામાર્ગ વિસ્તરે તો કોઈ પણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપગિતા છે. આખું વિશ્વ જ સાચી દિક્ષા ઉપર ટકી અને સુખી રહી શકે. આ ચર્ચા માત્ર દોષદર્શન માટે નથી પણ વસ્તુસ્થિતિ રજુ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનવિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે પુનવિધાનનો પ્રશ્ન આવે છે. પણ જે દીક્ષાની સામાન્ય હિમાયત કરનાર બન્ને પક્ષકારે, ખાસ કરી ગુરુએ આ વસ્તુ સમજી લે તો તેમની વિચારણામાંથી પુનર્વિધાનનું ખોખું ઉભું થશે અને કદાચ તેઓ માગશે તો પુનવિધાન પરત્વે બહારથી પણ તેઓને પ્રેરણું મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનવિધાન કેવું હોવું જોઇએ એ ભાગ જાણીને જ છોડી દઉં છું. એ એક સ્વતંત્ર ભાષણને વિષય છે. તા. 26-8-30 સુખલાલ