SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૮૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે બાળદીક્ષાના પક્ષપાતી પિતાના પક્ષને પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એંશી વ્યક્તિઓને લઈ ભલે બીજા પક્ષના અનુગામીએ પોતાના પક્ષની પુષ્ટિ કરે. તે છતાં બન્ને પક્ષે એકંદર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામની સરખી રીતે હિમાયતી હોવાથી તેઓને દીક્ષા છોડવાનાં કારણે પરત્વે ખાસું જાણવા મળશે, અને ઉંમર તેમ જ વડીલોની સંમતિ પરત્વેની તકરારનું મૂળ અસલમાં ક્યાં છે તે તેઓ પ્રામાણિકપણે જાણી શકશે ભલે બન્ને પક્ષો ચાલુ રહે છતાં તેઓ એક સરખી રીતે જે સાધુ જીવનમાં પવિત્રતા જોવા ઈંતેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેઓને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છેડવાનાં કારણે ઉપરથી ઘણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે. બાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીએ કાંઈ કોઈ દીક્ષા છેડી જાય અથવા વઠી જાય એમ તો ઇચ્છતા જ નથી એટલે તેઓને માટે તો આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે મૂળોછેદ કરનાર છે. બીજા વિરોધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છોડનારની વિગતવાર તેમ જ પ્રામાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામની સંખ્યામાં ભલે અધુરી છે, પણ હકીકતમાં જરાય ખેતી ન હોવી જોઈએ. કદાચ આ યાદો એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તે તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તેઓ આખરે બાળ તેમજ અસંમત દીક્ષાના વિરોધનું મૂળ સમજી કાંઈ અને કાંઈ વિચારણા કરશે જ. વળી કદાચ તેઓ આ યાદીને નહિ અડકે તે પણ લોકમત તેમને એને વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ બેચાર સારી નીવડેલ વ્યક્તિઓનાં નામ આગળ મૂકીને બાળ અને અસંમત દીક્ષાનું જે સમર્થન કરે છે અને બીજો પક્ષ જે તેની ગોળગોળ અને વિગત વિનાની ખામીઓ ગાઈ તેને વિરોધ કરે છે, તેને બદલે બન્નેનું લક્ષબિંદુ મૂળ કારણે તરફ જશે, અને એકંદર રીતે કાંઈક સાચી જ સુધારણા થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249642
Book TitleVishvama Dikshanu Sthan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size818 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy