SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે ખરી? પેાતાની વાત બાજુએ મુકેા ા ય પેાતાના શિષ્યા સુદ્ધાંને બીજા જુદા ગુચ્છ કે સંબાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મેાકલે એવુ આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દો, પણ એક સાધુના રાખેલ પડિત પાસે મીન સાધુના શિષ્યા છુટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્ત્વ મંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઈચ્છા ા હતી, પણ જરા મહારાજજીના ભય હતા. એ જ સૂરીશ્વરના ખીજા સાહિત્યશાસ્ત્રી પંડિતે મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે ‘હું તમારી પાસે આવ્યેા હું એ વાત મહારાજજી જાણવા ન પામે.' હું મુલું છું કે આ મારું વર્ણન સર્વને એક સરખુ લાગુ નથી પડતું. પણ આ ઉપરથી એટલું જ કહેવા માગું છું કે આજનું આપણું ત્યાગી વાતાવરણુ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઇ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તામય વાતાવરણ નથી, અને ખીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણા દીક્ષિતા સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણુ, બાળ અને તરુણુદોક્ષા જ નહિ પણ આધેડ અને વ્રુદીક્ષા સુદ્ધાં ઈષ્ટ ફળ કેવી રીતે આપી શકે એને વિચાર કાઈ કરે છે ખરું? હું ધારું છું કે જો આજનાં વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે તે ઝઘડા રહે નહિ કાંતે દીક્ષાપક્ષપાતીઓને પેાતાનુ સંકુચિત વાતાવરણું વિશાળ કરવાની ફરજ પડે અને કાંતા દીક્ષાના આગ્રહ જ છેડવા પડે. જે માતાએ સીક ંદર, નેપેાલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમી જગતને આપવા હાય, તે માતાએ સયમ કેળવે જ છુટકા છે, અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249642
Book TitleVishvama Dikshanu Sthan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size818 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy