SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ८० પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો છે. આજે પણ કેળવણી મેળવવા છેકરાઓને પોતાના કુટુંબકખીલાનાં બંધના છેડી માઈં'ગ, કાલેજ અને ઘણીવાર પરદેશના વિદ્યાલયાનાં બંધને સ્વીકારવાં પડે છે. ઉદ્દેશની જેટલી મર્યાદા તેટલા જ દીક્ષાના કાળ. તેથી વિદ્યાદીક્ષા ખાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. ખીજી બીજી દીક્ષાના સમયે પણ મુકરર છે. એ રીતે વિવાહૂદીક્ષાને અવશેષ એટલેા રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વધુવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓને ઉદ્દેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણા પહેલેથી જ રાખવામાં આવેલી હાય છે, પણ ધર્મદીક્ષાની ખાખતમાં વસ્તુસ્થિતિ જુદી છે. ધર્મદીક્ષાના ઉદ્દેશ જીવનની શુદ્ધિ છે. અને જીવનની શુદ્ધિ ક્યારે સિદ્ધ થાય, અને પૂર્ણ શુદ્ધિ કયારે પ્રાપ્ત થાય એ કાંઇ નક્કી નથી, તેથી ધર્મદીક્ષાપરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળ મર્યાદાની બાબતમાં એ વાત જોવાની રહે છે. એક તે ધર્મદીક્ષા ક્યારે એટલે કઈ ઉંમરે લેવી, અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કેટલે વર્ષે થાય. શરૂઆત કરવાની બાબતમાં એક મત નથી. ક્રિશ્ચીયન ધર્મમાં રોમન કેથોલિક સંપ્રદાય નાની ઉંમરના, છેક નાની ઉંમરના બાળકાના દીક્ષા આપી દેવામાં માનતા અને હજી પણ એમ ક્વચિત્ ચિત્ મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ અંધન છે કે ફકીરીના ઉમેદવાર ઉપર કાર્યના નિર્વાહની જવાબદારી ન હેાય તે તે ગમે તે ઉંમરે પણ ફ્રકીરી ધારણ કરી શકે છે. અને કાઈ વડીલેાની કે બીજા તેવાની સેવા કરવાની જવાબદારી હાય તા ગમે તેટલી મેટી ઉંમરે પણુએ જવાબદારીમાંથી છટકો ફકીરી લેવાની છુટ નથી. આદેશના જીવિત ત્રણ જૂના સંપ્રદાયામાંથી પહેલાં બ્રાહ્મણુ સંપ્રદાય લઈ આગળ ચાલીએ; એમાં આશ્રમવ્યવસ્થા હાવાથી અહીં ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સન્યાસાશ્રમ કહી શકાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249642
Book TitleVishvama Dikshanu Sthan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size818 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy