Book Title: Vishvama Dikshanu Sthan
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૮૫ સેંકડો પંડિતો અને ત્યાગી વિદ્વાનો રેકાતા, શકિત ખર્ચતા અને પિતપોતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રય તેમજ તેવો બીજે આશ્રય બીજી કોઈ રીતે નહિ તો છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની ભ્રમણું દ્વારા પણ મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પિઠે જ સંપૂર્ણપણે લઈ શકે એટલો જ દીક્ષાપરત્વે આ ઝઘડે નહતો, પણ બીજા અનેક ઝઘડા હતા. દીક્ષિત વ્યકિત મોરપીંછ રાખે, વૃદ્ધપીંછ રાખે, બલાક પીંછ રાખે કે ઉનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીક્ષિત વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તો ધળાં પહેરે કે પીળાં, વળી એ કપડાં કદી પૂર્વે જ નહિ કે ધૂવે પણ ખરા. વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે, આ વિષે પણ મતભેદો હતા, તકરારે હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાને પોતપોતાને પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથો લખતા. ત્યારે છાપાં તે ન હતાં, પણ તાડપત્ર અને કાગળ ઉપર લખાતું ખૂબ. ફકત એ તકરારોનાં શા જુદાં તારવીએ તે એક મેટે ઢગલો થાય. આજે કોલેજોમાં અને ખાનગી વિદ્યાલયોમાં એ ગ્રંથ શિખવવામાં આવે છે, પણ એ શિખનારને એમાં ભૂતકાળના તર્કો અને દલીલોનાં મુડદાં ચીરવામાં વિશેષ રસ નથી આવતો. તેઓ જે તર્ક રસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તો પિતા પોતાના વડવાઓની પ્રશંસા કરી પુલાઈ જાય છે. અને જો ઇતિહાસરસિક હોય તો ભૂતકાળના પિતાના પૂર્વજોએ આવી આવી ક્ષુદ્ર બાબતોમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણ કરી માત્ર ભૂતકાળની પામરતા ઉપર હસે છે. એ પણ પોથા ઉપર ચડેલા અને સંસ્કૃત પ્રાકૃત ભાષાને વેષ પહેરેલા તેમજ શાસ્ત્રનું સુંદર નામ ધારણ કરેલા આ ક્ષુદ્ર કલહોને નિઃસાર જોનાર આજનો તરુણુ વર્ગ, અથવા તો કેટલોક બુઢા વર્ગ વળી એક દીક્ષાની બીજી મેહનીમાં પડ્યો છે. એ મેહની એટલે ઉંમરની અને સંમતિ પૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19