Book Title: Vishvama Dikshanu Sthan
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૯૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમજ બીક અને પામરતાની છાયા જે આજે ત્યાગિજીવનના વાતાવરણમાં છે, તે જે તે વખતે હોત તો તે વખતે પણ એવી દીક્ષાનો વિરોધ જરુર થાત. અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગેવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ફરજ તો એ ભગવાનના સમયનું વાતાવરણ લાવવાની છે. જે દીક્ષાના પક્ષપાતીઓ એ તમય વાતાવરણ લાવવા લેશ પણ મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક, અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણ અત્યારે ઉભું કરવા મથતા ન હોય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તો સમજવું જોઈએ કે તેઓ પોતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાનો પાયે હચમચાવી રહ્યા છે, અને પિતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે, જે તેઓ પિતાની આજુબાજુના વાતાવરણ તરફ, અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઉછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જશે તો તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારા હજારે કાં ન આવે ? પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને બાળકે, તરુણે અને યુવકદંપતીઓને દીક્ષા આપવામાં તો ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં રહેલી બને છે તે જ બીજા અને વિરોધી વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારને સાથે શિક્ષણ આપવાનો કેયડે કેટલું મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે? શિક્ષકો, શિક્ષણસ્થાન અને શિક્ષણના વિષય એ જ એ ગૂંચનું કારણ છે. જે શિક્ષકે સાચા જ ઋષિ દેવ, શિક્ષણના વિષયે જીવનસ્પર્શી હોય અને તેના સ્થાને પણ મેહક ન હોય તે સહશિક્ષણનો કઠણ દેખાતો કાયડો જૂના આશ્રમના જમાનાની પેઠે આજે પણ સહેલ લાગે. એ જ ન્યાયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19