Book Title: Vishvama Dikshanu Sthan
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન એક વાતાવરણમાં જે દીક્ષા સહેલાઈ થી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન છતાં સફળ બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એને વિચાર એ બધું વાતાવરણનું સ્થળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તો આપણને જેવા શું મળે? ફક્ત એકવાર અને તે પણ ત્રીજે પહોરે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદયથી અસ્ત સુધીમાં રસનેંદ્રિયને કંટાળો આવે એટલીવાર અને એવી વાનીઓ લવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતો જ ન હોય તેમ દિવસે કલાકેના કલાક સુધી નિદ્રાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કર્યું અને અમુકે પિલું કર્યું. મેં આ કર્યું અને પેલું કર્યું, અમુક આવો છે અને પેલે તેવા છે, એ જ આજનો મુખ્ય સ્વાધ્યાય છે. બાર અંગનું સ્થાન અગિયારે લીધું, અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ-ખાસ કરી ખંડનમંડનના એકબીજાને ઉતારી પાડવાના છાપાંઓએ લીધેલું છે. પોષ્ટ, પાર્સલ અને બીજી તેવી જરુરિયાતની ચીજોના ઢગલાઓ તળે બુદ્ધિ, સમય અને ત્યાગ એવા દબાઈ ગયેલા દેખાય છે કે તે માથું જ ઉંચકી શકતા નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વર્ગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું બને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળ આપણે ફેંકી દેવા જેવાં છે, અને ક્યાં બળે પચાવ્યા સિવાય આજે ત્યાગને જીવવું કઠણ છે, આપણે ક્યાંથી ક્યાં આવ્યા છીએ, અને જ્યાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને તે કોણ છે, તેમની મહત્તા અને સંતપણુનાં શાં કારણે છે, આજે જે મહાન વિદ્વાનો અને વિચારકે ગણાય છે, અને જેને આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે, એ બધું જોવા જાણવાની અને વિચારવાની દિશા તો આજના ત્યાગી વાતાવરણમાં લગભગ બંધ થઈ ગયા જેવી છે. આજનો કોઈ સાધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19