Book Title: Vishvama Dikshanu Sthan
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 18
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ન સમજે કે સેવા સાથે દીક્ષાનો શો સંબંધ? જે દીક્ષાનો મૂળ ઉદ્દે જીવનશુદ્ધિ હાથમાં હશે, અને તે માટે સતત પ્રયત્ન હશે તો દીક્ષા સેવા સાથે કશો વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ જીવનમ નહિ હોય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હોય તે તેવી દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે, એ નિઃશંક, એટલે જેમ હંમેશાં બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા યોગ્ય વર્ગ માટે હોવાથી સાચી દીક્ષાની સૌથી વધારેમાં વધારે ઉપયોગિતા છે. દીક્ષાના પક્ષપાતીઓ જે આ વસ્તુ સમજવામાં એક રસ થઇ જાય તો, હજારે માબાપ પોતાના બે બાળકોમાંથી ઓછામાં ઓછું એક સાધુને ચરણે ભાવપૂર્વક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયોમાં અને વિદ્યાલયોમાં બાળકો ઉભરાય છે. તેમને માટે પૂરતી જગ્યાઓ નથી. માબાપ પોતાના બાળકને તે સ્થળે મૂકવા તલસે છે, અને પિતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જોવા ભારે તનમનાટ ધરાવે છે, એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જે પિતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત્ત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઉભું કરે તો જેમ ગૃહસ્થને વગર પૈસે અને વગર મહેનતે પિતાનાં બાળકોને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાઓની ભૂખ ભાંગે. પરંતુ આજનો દીક્ષાની તરફેણ કરનાર તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનારે ગૃહસ્થ વર્ગ પણ એમ ચોખું માને છે કે, આપણું બાળકો માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જો તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં સાન દેખાતાં હોય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તો તેઓ બીજાના નહિ તે પિતાના અને વધારે નહિ તે એક એક બાળકને ખાસ કરી પિતાના માનીતા ગુરુને ચરણે કાં ન ધરે ? આને ઉત્તર શો છે એ વિચારવામાં આવે તે આજે દીક્ષાની ઉપયોગિતા શી છે એનું ભાન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19