Book Title: Vishvama Dikshanu Sthan Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 6
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને નથી. બૌદ્ધસંપ્રદાયમાં એમ છે જ નહિ, એમાં મોટા મોટા રાજાઓ વૈભવશાળીઓ અને બધા ગૃહસ્થો મોટે ભાગે એકવાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઉલટું વધેલું હોય છે. તેથી જ તો એ સંપ્રદાયમાં ભિખપદ છોડી ઘેર આવનાર પિતાને જીવનને માટે અગર તે સમાજને માટે શાપરૂપ નથી નીવડત, ઉલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પરત્વે ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ. જો કે વિષય જાણુને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન” એ રાખેલો છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તો એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જૈન દીક્ષાનો મુખ્ય ઉદ્દેશ અથવા તો એની અનિવાર્ય શરત એક જ છે, અને તે જીવનશુદ્ધિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે તેને સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે તે વિચારવું અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ અને મળે તેમ જ સંકુચિતતાએ પિતાને જણાઈ હોય તે બધીને જીવનમાંથી કાઢી નાંખવી અથવા તો એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવ. જૈન દીક્ષા લેનાર સમાજ, લેક કે દેશના કેઈપણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈ પણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે જીવનશુદ્ધિનું જ મુખ્ય લક્ષ રાખવું, અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દીક્ષાનો વિચાર કરતી વખતે જે એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તે આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે. એક જમાને એ હતો કે જ્યારે જાતિ પરત્વે જેમાં દીક્ષાની તકરાર હતી, અને તે તકરાર કાંઈ જેવી તેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના બન્ને પક્ષકારો સામસામા મહાભારતના કૌરવ પાંડવ સૈનિકાની પેઠે વ્યુહબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19