Book Title: Vishvama Dikshanu Sthan Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 3
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૮૧ ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમમાં જાય. પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય. લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાનો વખત આવે અને છેક છેલ્લી જીંદગીમાં જ તદ્દન (પૂર્ણ) સંન્યાસ અથવા તે પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્મો બ્રાહ્મણ સંપ્રદાયમાં, બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સંન્યાસ નથી લેવાતે, કેઈએ નથી લીધે, અથવા તેવું વિધાન નથી એવું કંઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હોઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તે ઉંમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનું છે. જ્યારે અનાશ્રમધર્મી અથવા તો એકાશ્રમધમી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં તેથી ઉલટું છે. એમાં પૂર્ણ સંન્યાસ કહે, અથવા બ્રહ્મચર્ય કહો, એ એક જ આશ્રમનો આદર્શ છે. અને ગૃહસ્થાશ્રમ કે ત્યારપછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે; તેથી બૈદ્ધ અને જૈન સંપ્રદાયમાં મુખ્ય ભાર સંન્યાસ ઉપર આપવામાં આવે છે. અને બ્રાહ્મણસંપ્રદાયમાં એ ભાર પહેલાં તો ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે. બ્રહ્મચર્યાશ્રમ વિષે ચતુરાશ્રમધમ અને એકાશ્રમધર્મી સંપ્રદાયો વચ્ચે કશે ભેદ જ નથી, કારણ કે એ બન્ને ફાંટાઓ બ્રહ્મચર્ય ઉપર એક સરખે ભાર આપે છે. પણ બન્નેને મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચર્યાશ્રમમાં ગમે તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહસ્થાશ્રમના આઘાત પ્રત્યાઘાતોમાંથી અને વિવિધ વાસનાઓના ભરતીઓટમાંથી પસાર થઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. બીજે કહે છે કે ગૃહસ્થાશ્રમની જાળામાં ફિસ્યા એટલે નીચોવાઈ જવાના, તેથી બધી શક્તિઓ તાજી અને જાગતી હોય ત્યારે જ સંન્યાસ ફળદ્રુપ નીવડે, માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધે સંન્યાસાશ્રમ સ્વીકારવામાં અથવા તો બ્રહ્મચર્ય અને સંન્યાસ બન્ને આશ્રમનું એકીકરણ કરવામાં જ જીવનને મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાના જૂને છે અને એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19