Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ પછી તો એ ભક્તિ ઔપચારિક ન રહેતાં સમાધિના સ્વરૂપમાં આત્મસાત્ બનીને સ્વભાવ જેવી બની જાય છે. આ સમાધિનું વર્ણન છેલ્લા એક સો શ્લોકમાં કરવામાં આવ્યું છે. સમાધિમાન મુનિઓના જીવનની એકેકી ઝલક; એકેકી મસ્તી; એકેકી લાગણી અને એના એકેકા તારને મહોપાધ્યાજીએ વિધાતાની કોઈ અનોખી અદાથી એવું ચૈતન્ય અર્પી છે કે આ શ્લોકોનો સ્વાધ્યાય કરતાં ગમે તેવા અસમાધિસ્થ આત્માને પણ એ સમયે તો સમાધિ લાગી જ જાય; જીવન-સમાધિની તો આ પામર જીવ શું આશા રાખે ? પણ આ સ્તબકના સ્વાધ્યાય પૂરતી જે સમાધિની લગન સ્પર્શવા મળે છે એય નિશ્ચિતપણે સમ્યગ્દર્શન ગુણની નજાકત કળીનો સર્વાંગે સ્પર્શ અચૂકપણે કરાવી જાય છે એમ કહું તો કદાચ તે વિધાન જરા ય ખોટું નહિ હોય. અસ્તુ. આ ગ્રન્થમાં બીજી ખૂબ જ મહત્ત્વની વાતને અદ્ભુત રીતે ગૂંથી લેવામાં આવી છે. મોહરાજના ભયાનક આક્રમણોના મોરચામાં એકવાર ધર્મરાજ પણ જ્યારે હતાશ થઈ જાય છે, ત્યારે તેઓ સદ્બોધ મન્ત્રીની સલાહ લે છે. એ વખતે સદ્બોધ કહે છે કે આવા જંગોમાં બળને બદલે કળનો ઉપયોગ કરવો જોઈએ. એ કળ છે વિશુદ્ધ પુણ્ય ! એના ઉત્પાદન

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 302