Book Title: Virag Veladi Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 9
________________ માટે એક જ શ્રેષ્ઠ ઉપાય છે, જિનભક્તિ. ભક્તિ દ્વારા જો વિપુલ અને ઉગ્ર પુણ્યનો સંચય કરી લેવાય તો આંતર વાસનાઓ સાથેના યુદ્ધના મોરચે અચૂક સફળતા મળે. પાપકર્મની વાસનાઓ એટલી બધી દુષ્ટ છે કે તેની સામે સીધી લડાઈ કરવી એ સજ્જન આત્માને પાલવે તેવું જ નથી. આવી સ્થિતિમાં લડવાને બદલે લડાવી મારવાની કળ જ અપનાવવી પડે. પાપકર્મો સાથે પુણ્યકર્મોને લડાવી મારવા તે જ સાચી અને સફળ કળ છે. આંતર મોરચા જેવા બીજા પણ બે બાહ્ય મોરચાઓ છે. એક છે; શાસન ઉપરના આક્રમણોનો મોરચો; અને બીજો છે દુઃખોનો મોરચો... વારંવાર જીવનને અસ્તવ્યસ્ત કરી મૂકતાં કાયિક, કૌટુમ્બિક વગેરે દુઃખોનો મોરચો. જે કળથી આંતરશત્રુના જંગના સૌથી ભયાનક મોરચે વિજય મળી શકે તે જ કળથી, તેથી ઓછા ખૂંખાર શાસન-મોરચે અને દુઃખ-મોરચે વિજયની વરમાળા કેમ ન વરે ? આ ગોઠવાયું છે રહસ્ય; આ વિરાગ-વેલડીમાં. આપણે એનું અહીં ઉદ્ઘાટન કર્યું.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 302