Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 212
________________ ૧૯૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D શ્રાવકધર્મવિંશિકા 0 નવકારનું સ્મરણ કર્યા પછી “હું શ્રાવક છું” એ પ્રકારે સ્મરણ કરવું જોઈએ, જેનાથી પોતાની શ્રાવકપણાની મર્યાદામાં મન-વચન-કાયાને પ્રવર્તાવવાની પ્રકૃતિ વિશેષ જાગૃત થાય. આ સ્મરણ ભાવશ્રાવકપણાની નિષ્પતિનું કારણ બને છે અને નિષ્પન્ન થયેલા શ્રાવકપણાના રક્ષણનું પણ કારણ બને છે. ત્યારપછી પોતાના અણુવ્રતાદિ નિયમોનું સ્મરણ કરે, જેથી તેના સ્મરણથી જ દિવસની સર્વ પ્રવૃત્તિ કરવાના સંસ્કાર અનુકૂળ અને દઢ બને. વળી તે પ્રકારના ઉપયોગથી વ્રતો પ્રત્યેના તીવ્ર પક્ષપાતરૂપ સંવેગભાવ ઉલ્લસિત થાય છે, જેનાથી ભાવથી નિષ્પન્ન થયેલાં વ્રતો હોય તો વધારે વિશુદ્ધ બને છે અને ભાવથી વ્રતો નિષ્પન્ન ન થયાં હોય તો તેની નિષ્પતિનું કારણ બને છે. આવું સ્મરણ ર્યા પછી શ્રાવકે યોગ (સૂઈને ઊઠ્યા પછી મળમૂત્ર આદિની શંકાના નિવારણરૂપ વ્યાપાર) કરવો જોઈએ અને એ રીતે કરવાથી દેહની બાધાનો પરિહાર થવાથી સમાધિથી આગળનાં ચૈત્યવંદન-પ્રતિક્રમણાદિ કૃત્યો કરી શકાય છે, અને તેને કારણે તે અનુષ્ઠાનો ભાવઅનુષ્ઠાનો બની શકે છે. ત્યારપછી ગૃહચૈત્યમાં વિધિથી અરિહંતના બિંબની સન્મુખ અથવા તો સ્થાપનાદિ સન્મુખ ચૈત્યવંદન કરવું જોઇએ, અને પછી વિધિપૂર્વક પચ્ચખ્ખાણ કરવું જોઇએ. ઉપલક્ષણથી પ્રતિક્રમણાદિ કરવું જોઇએ. પ્રતિક્રમણાદિ કર્યા પછી વિધિપૂર્વક સંઘના દહેરાસરે જવું જોઈએ, વિધિપૂર્વક દહેરાસરમાં પ્રવેશ કરવો જોઇએ અને ભગવાનનો પુષ્પાદિ પૂજાની સામગ્રીથી સત્કાર કરવો જોઇએ અને પછી શાસ્ત્રમાં પ્રસિદ્ધ વિધિથી ચૈત્યવંદન કરવું જોઈએ. દહેરાસરમાં પૂજાદિ થઈ ગયા બાદ ગુરુ પાસે જઈને પચ્ચખ્ખાણ લેવું જોઈએ અને આગમનું શ્રવણ કરવું જોઈએ, જેથી સન્ક્રિયા કરાવે તેવો બોધ પ્રાપ્ત થાય. એ પછી સાધુને તેમનાં શરીર અને સંયમ સંબંધી પૃચ્છા કરવી જોઇએ. આ પૃચ્છા કરવા પાછળનો આશય એ છે કે શ્રાવકને સંયમનું અતિ મહત્ત્વ હોય છે અને સંયમસાધક સાધુની તેના મનમાં ઊંચી કિંમત હોય છે, તેથી તેમનું શરીર અને સંયમયોગ સારી રીતે પ્રવર્તે છે કે નહીં તે જાણવાની તેને ઇચ્છા થાય છે. શ્રાવક જ્યારે આવી રીતે ઉપયોગપૂર્વક પૃચ્છા કરતો હોય ત્યારે સંયમને પ્રતિકૂળ એવાં ઘણાં કર્મોની નિર્જરા કરે છે. આ રીતે કરાતો વિનય જ કર્મને કાપે છે. આ પૃચ્છા કર્યા પછી તેમના શરીરને કોઈ બાધા હોય તો તેના નિવારણ માટે પણ શ્રાવકે ઉચિત પ્રયત્ન કરવો જોઈએ કે જેથી એમના સંયમયોગો સારી રીતે પ્રવર્તી શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240