Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 222
________________ ૨૦૭ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન 1 શ્રાવકપ્રતિમાવિશિકા ગાથાર્થ : જે કારણથી દર્શનપ્રમુખ પ્રતિમાઓના શુશ્રુષા આદિ ગુણો કાર્યસૂચક છે તે કારણથી કાયિક ક્રિયા દ્વારા સામાન્યથી પ્રતિમા સમ્યગુ જણાય છે.ll૧૦-૩ અવતરણિકા - દર્શનપ્રતિમાનું સ્વરૂપ બતાવે છે सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो दंसणपडिमा भवे एसा ॥४॥ शुश्रूषा धर्मरागो गुरुदेवानां यथासमाधि । वैयावृत्ये नियमो दर्शनप्रतिमा भवेदेषा ॥४॥ અન્વયાર્થ : સૂફૂસ શુશ્રુષા, ઘમ+Tો ધર્મરાગ અને નદીમાહી ગુરુદેવાઈ વેયાવચ્ચે નિયમો સમાધિ પ્રમાણે ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં નિયમ મુસા વંસUાપડમા મવે આ દર્શનપ્રતિમા છે. ગાથાર્થ : શુશ્રુષા, ધર્મરાગ અને સમાધિ પ્રમાણે ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં નિયમ આ દર્શનપ્રતિમામાં થાય છે. ભાવાર્થ : પંચાશકમાં બતાવેલ છે કે શ્રાવકને દર્શનપ્રતિમા એક મહિનાની હોય છે અને આ પ્રતિમા દર્શનાચારના પાલન કરતાં વિશેષ છે. તેથી એ ફલિત થાય કે સામાન્યથી શુશ્રુષા આદિમાં શ્રાવક જેવો યત્ન કરે છે તેના કરતાં વિશેષ પ્રકારનો યત્ન દર્શનપ્રતિમામાં હોય છે. વળી દર્શનપ્રતિમા નિરતિચાર સમ્યગ્દર્શનને વહન કરવારૂપ કહેલ છે. એથી આ પ્રતિમાને વહન કરનાર શ્રાવક શાસ્ત્રોને સાંભળવા માટે શક્તિના અતિશયથી અને સમ્યગુ તત્ત્વના પરિણામ માટે ઉપયોગપૂર્વક સાંભળવાની ક્રિયા કરે છે, આ જ તેનો વિશેષ પ્રકારનો શુશ્રુષા ગુણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240