Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 238
________________ ૨૨૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / શ્રાવકપ્રતિમાવિંશિકા / અવતરણિકા : અગિયાર પ્રતિમાઓ પૂર્ણ થયા પછી યોગની ઉપરની ભૂમિકામાં જે કરવાનું છે તેને બતાવતાં કહે છે आसेविऊण एया भावेण निओगओ जई होइ । जं उवरि सव्वविरई भावेणं देसविरईओ ॥२०॥ आसेव्यैता भावेन नियोगतो यती भवति । यदुपरि सर्वविरतिर्भावेन देशविरते: ર૦ || અન્વયાર્થ : ભાવે ભાવથી ય આનું આ પ્રતિમાઓનું સમાવિ આસેવન કરીને (પ્રતિમાપારી શ્રાવક) નિરોગો ન હોફ નિયમથી યુતિ થાય છે. નં જે કારણથી વિર વરિ દેશવિરતિથી ઉપરમાં માવેvi વ્યવિ ભાવથી સર્વવિરતિ જ ગાથાર્થ - ભાવથી આ પ્રતિમાઓનું આસેવન કરીને પ્રતિમાપારી શ્રાવક નિયમથી યતિ થાય છે. જે કારણથી દેશવિરતિથી ઉપરમાં ભાવથી સર્વવિરતિ જ છે. ભાવાર્થ : કોઈ શ્રાવક ભાવપૂર્વકની આ પ્રતિમા સેવતો હોય અને ઉત્તરોત્તર ઉપરની ભૂમિકામાં જતો હોય તો અગિયારમી પ્રતિમા પૂર્ણ થયા પછી દેશવિરતિની તેનાથી ઉપરની કોઈ ભૂમિકા નથી, પરંતુ સર્વવિરતિ ઉપરની ભૂમિકા છે; તેથી અગિયાર પ્રતિમાઓ ચડ્યા પછી ચઢતા પરિણામવાળો શ્રાવક નક્કી યતિ થાય છે, અને તે જ બતાવવા માટે શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે કે, અગિયારમી પ્રતિમારૂપ દેશવિરતિથી ઉપરમાં ભાવથી સર્વવિરતિ જ છે, પરંતુ દેશવિરતિની અન્ય કોઈ ભૂમિકા નથી. અહીં વિશેષ એ છે કે અગિયારમી પ્રતિમા સંપૂર્ણ સંયમનાં સેવનરૂપ જ છે, ફકત ત્યાં કાળમર્યાદા અગિયાર મહિનાની જ છે, જાવજીવ નથી; તેથી અગિયારમી પ્રતિમાના સંકલ્પમાં અગિયાર મહિના પછી કદાચ હું ગૃહસ્થ થઈને રહીશ, એવો પણ સંકલ્પ છે. અને તેથી જ ત્યારપછી પોતાનાં કુટુંબીઆદિ સાથે કે ધનઆદિ સાથે મારો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240