Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 237
________________ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨૨૨ અવતરણિકા : પૂર્વમાં અગિયાર પ્રતિમાઓનું વર્ણન કર્યું, ત્યારપછી આ પ્રતિમાઓની સમાપ્તિ પછી કોઇક સંયમ ગ્રહણ કરે અને કોઇક ગૃહસ્થ થઈને રહે તે બતાવ્યું. હવે આ અગિયાર પ્રતિમાઓમાં ઉત્તરોત્તર વિશુદ્ધિની અતિશયિતા છે તે બતાવવા માટે કહે છે एया उ जहुत्तरमो असंखकम्मक्खओवसमभावा । हुँति पडिमा पसत्था विसोहिकरणाणि जीवस्स ॥१९॥ एतास्तु यथोत्तरमसंख्यकर्मक्षयोपशमभावात् । भवन्ति प्रतिमाः प्रशस्ता विशोधिकरणानि जीवस्य ॥१९।। અન્વયાર્થ - ૩નદુત્તરમો વળી યથોત્તર સંઘમ+ qવસમાવી અસંખ્ય કર્મના ક્ષયોપશમના ભાવથી નાવસ વિસોદિરખાઈ જીવની વિશુદ્ધિને કરનારી પસંસ્થા પ્રય વિમા કુંતિ પ્રશસ્ત એવી આ પ્રતિમાઓ થાય છે. ગાથાર્થ - વળી યથોત્તર અસંખ્ય કર્મના ક્ષયોપશમના ભાવથી જીવની વિશુદ્ધિ કરનારી પ્રશસ્ત એવી આ પ્રતિમાઓ થાય છે. ભાવાર્થ - ક્રિયાઓ જ્યારે જાણીને સ્વીકારાય અને સ્વીકારીને ત્રણે યોગના અપ્રમાદભાવથી તેને કરવામાં આવે તો તે ક્રિયા ભાવરૂપ બને છે. શ્રાવક પણ બાર વ્રતોને પાળ્યા પછી પ્રતિમાઓનું સ્વરૂપ, તેને અંગેની વિધિવગેરે શાસ્ત્રદ્વારા સમ્યગ જાણીને, આ જ એકાંતે મારા માટે હિતરૂપ છે એ પ્રમાણે તીવ્ર રુચિ પેદા કરીને, અપ્રમાદભાવથી એ ક્રિયાઓમાં યત્ન કરે, તો તે તે પ્રતિમાને અનુકૂળ ક્ષયોપશમભાવ પ્રગટે. દરેક પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરમાં ક્ષયોપશમભાવ અસંખ્યાતગુણ અધિક થતો હોય છે, અને તેવા પ્રકારના નિર્મળ ક્ષયોપશમથી જ જીવની વિશુદ્ધિ કરનારી પ્રશસ્ત એવી આ પ્રતિમાઓ ભાવથી આવિર્ભાવ થાય છે.ll૧૦-૧૯ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240