Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 235
________________ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા / વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨૨૦ ૨૨૦ અવતરણિકા : હવે અગિયારમી શ્રમણભૂતપ્રતિમા બતાવતાં કહે છે इक्कारस मासे जाव समणभूयपडिमा उ चरिम त्ति । अणुचरइ साहुकिरियं इत्थ इमो अविगलं पायं ॥१७॥ एकादश मासान्यावच्छ्रमणभूतप्रतिमा तु चरमेति । अनुचरति साधुक्रियामत्रायमविकलं प्रायः ॥१७।। અન્વયાર્થ : સ્થ અહીં રૂાર માસે નાવ અગિયાર માસ સુધી રિમ છેલ્લી સમUTમૂડમાં શ્રમણભૂતપ્રતિમા છે. મને આમાં=અગિયારમી પ્રતિમામાં પાર્થ પ્રાય કરીને વિમાનં અવિકલ એવી સાજિયિં સાધુકિયાને મધુર અનુચરે છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અગિયાર માસ સુધી છેલ્લી શ્રમણભૂતપ્રતિમા છે. અગિયારમી પ્રતિમામાં પ્રાયઃ કરીને અવિકલ એવી સાધુક્રિયાને અનુચરે છે. ભાવાર્થ : અગિયારમી પ્રતિમામાં માથે લોચ કે મુંડન કરેલું હોય, અને રજોહરણ આદિ સર્વ સાધુનાં ઉપકરણો ગ્રહણ કરીને શ્રાવક ગામોગામ સાધુની જેમ વિચરે છે. તે મન, વચન અને કાયાથી સમિતિગુપ્તિ આદિનું સમ્યફ પાલન કરે છે. આમ છતાં, હજી કોઈ ગામમાં સ્વજન હોય અને તેના દર્શનની મનોવૃત્તિ થાય, તો ગોચરી માટે તેઓની પાસે જાય પણ ખરો, અને સાધુની જેમ જ નિર્દોષ આહાર ગ્રહણ કરે, અને પોતે ગયા પછી કાંઈ પણ બનાવેલું હોય તો તે ગ્રહણ ન કરે; કેમ કે તેમાં દોષની સંભાવના રહે છે. આ શ્રાવક સ્વજન સાથે પણ સાંસારિક જીવોની જેમ કંઈ વાર્તાલાપ વગેરે પણ ન કરે. સંસારના સર્વ ભાવો પ્રત્યે નિર્મમ ભાવ હોવા છતાં ફક્ત સ્વજનને જોવામાત્રની અભિલાષારૂપ પરિણામ હોવાથી, તેટલા અંશમાં સાધુના પરિણામ કરતાં આ પ્રતિમામાં ન્યૂનતા છે, અને આ પ્રતિમા પાવજજીવ નથી, તે અપેક્ષાએ પણ પરિણામની ન્યૂનતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240