Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 228
________________ ૨૧૩ ભાવાર્થ : પાંચમી પ્રતિમાપ્રતિમા છે. તે પૂર્વની ચારે પ્રતિમાઓની ક્રિયાઓ સહિત પાંચ મહિના સુધી કરવાની હોય છે. તેમાં પાંચે મહિના પાંચ પર્વ તિથિઓમાં પૌષધમાં રહેવાનું હોય છે. પૌષધમાં દિવસ દરમ્યાન ધ્યાન-અધ્યયન આદિ પ્રવૃત્તિઓ કરવાની હોય છે અને રાતના આખી રાત્રિ કાયોત્સર્ગમાં રહીને પ્રતિપક્ષભાવન કરવાનું હોય છે. પોતાને જે જે દોષ બાધ કરે છે તેના પ્રતિપક્ષ ભાવોને બતાવનાર સૂક્ષ્મ પદાર્થોના ચિંતનને પ્રતિપક્ષભાવન કહેવાય છે. જે દોષો પોતાને બાધ કરે છે, અને જે દોષોને કારણે પોતાનામાં સંપૂર્ણ નિર્મમ ભાવ પ્રગટ થતો નથી, અને જેના લીધે જ સર્વવિરતિને અનુકૂળ પોતાનું ચિત્ત તૈયાર થતું નથી, તે દોષોના પ્રતિપક્ષ ભાવો ઉલ્લસિત કરવા જ રાતના ચિંતન કરવાનું હોય છે. આખી રાતના પ્રતિપક્ષભાવનથી સંયમને અનુકૂળ ચિત્ત ઉલ્લિસત બને છે. એ સિવાય રાતના ત્રણે લોકમાં પૂજ્ય એવા પરમાત્માના સ્વરૂપનું મનમાં સ્મરણ કરવાનું હોય છે. પરમાત્માના સ્વરૂપને બુદ્ધિમાં સ્થાપન કરવા અર્થે તેવા પ્રકારના મંત્ર-જાપાદિ ક્રિયાઓ કરવાની હોય છે. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 7 શ્રાવકપ્રતિમાવિંશિકા D આ પ્રતિમાના કાળ દરમ્યાન શ્રાવક પર્વ દિવસોમાં તો પૌષધમાં રહેતો હોય છે, પણ પર્વ દિવસો સિવાય પાંચે મહિના સુધી તે સર્વથા સ્નાન કરતો નથી. સામાન્ય રીતે પ્રતિમાધારી પણ ભગવાનની પૂજા કરતો હોય તેથી પૂજાના અંગરૂપે મર્યાદિત જળથી સ્નાનાદિ કરતો હોય તેથી તેની વિવક્ષા કરેલ નથી, પણ તે સિવાય સ્નાનાદિ ન કરે. ન આ પ્રતિમાધારી શ્રાવક વિકટભોજી હોય છે. વિકટનો અર્થ છે પ્રગટ અર્થાત્ દિવસે ભોજન કરનાર. સામાન્ય રીતે શ્રાવક રાત્રિભોજન ન કરતો હોય તો પણ શ્રાવક માટે રાત્રિભોજનનો ત્યાગ ઉત્તરગુણરૂપ છે, તેથી વ્રતધારી શ્રાવક પણ કદાચ રાત્રિભોજનનો ત્યાગ ન કરતો હોય તો પણ આ પ્રતિમાના પાંચ મહિનાના કાળમાં શ્રાવકને અવશ્ય રાત્રિભોજનનો ત્યાગ હોય છે. વળી આ પાંચમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક પાંચે મહિના કચ્છ બાંધતો નથી અને પાંચે મહિના દિવસમાં બ્રહ્મચારી હોય છે અને રાત્રિમાં તે અબ્રહ્મચર્યનો સંકોચ કરતો હોય છે.II૧૦-૮/૯/ અવતરણિકા : હવે છઠ્ઠી અબ્રહ્મત્યાગપ્રતિમા બતાવે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240