Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 225
________________ ૨૧૦ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પરિહારપૂર્વક, નિરવઘ યોગના સેવનમાં દઢ યત્ન કરતો હોય છે, અને સંયમ જીવનની નજીક લઇ જનાર સમભાવના પરિણામમાં વર્તતો હોય છે. તેથી મન-વચન અને કાયાના દુષ્પણિધાનથી તે રહિત હોય છે અને સામાયિકના વિષયમાં કૃત-અકૃત આદિ વિષયના સ્મરણવાળો હોય છે. વળી તે પ્રતિમધારી શ્રાવક છે. તેથી સામાયિકના કાળમાં જેવા પરિણામવાળો શ્રાવક હોય છે તેના કરતાં વિશેષ પ્રકારે અપ્રમાદભાવમાં અવસ્થિત રહીને તે ઉચિત ક્રિયા કરનારો હોય છે. તે બતાવવા માટે જ કહ્યું છે કે તે પ્રકારના આત્મવીર્યોલ્લાસના યોગથી શ્રાવક સામાયિકપ્રતિમા કરે છે. પ્રતિમાના કાળમાં શ્રાવક વારંવાર સમ્ય પ્રકારે સામાયિક કરે છે. આમ છતાં, સાધુના પરિણામ કરતાં કંઈક ન્યૂન ભૂમિકાની તેની શુદ્ધિ હોય છે. તેથી તેને રજતની શુદ્ધિની દીપ્તિ સમાન સામાયિક પરિણામ થાય છે. તેનાથી એ કહેવું છે કે સાધુના પરિણામની શુદ્ધિ સુવર્ણની દીપ્તિ સમાન હોય છે, જયારે શ્રાવકના પરિણામની શુદ્ધિ રજતની દીપ્તિ સમાન હોય છે. આનાથી એ ફલિત થાય કે સાધુ પ્રાયઃ નિરભિમ્પંગ ચિત્તવાળા હોય છે, જ્યારે સામાયિકપ્રતિમાપારી શ્રાવક કાળની અવધિથી પણ કાંઈક નિરભિમ્પંગ ચિત્તની નજીકની ભૂમિકામાં હોય છે.૧૦-૬I અવતરણિકા : હવે ચોથી પૌષધપ્રતિમા બતાવે છે. पोसहकिरियाकरणं पव्वेसु तहा तहा सुपरिसुद्धं । जइभावभावसाहगमणघं तह पोसहप्पडिमा ॥७॥ पौषधक्रियाकरणं पर्वेषु तथा तथा सुपरिशुद्धम् । यतिभावभावसाधकमनघं तथा पौषधप्रतिमा ॥७॥ અન્વયા : પળે પાંચે પર્વોમાં તહીં તહી પરિશુદ્ધ તે તે પ્રકારે સુપરિશુદ્ધ નવમીવસદિ યતિભાવનું ભાવથી સાધકતમાં અને અતિચારરહિત એવું પોસરિયાવર પૌષધક્રિયાનું કરણ પોસMડિNT (એ) પૌષધપ્રતિમા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240